ઘંટેશ્વર ચોકડીથી જામનગર રોડ તરફ દેવભૂમિ હોટલની સામે ઇન્ટરકક્ષાના મેદાનમાં હોય તેવુ ટર્ફ વિકેટ સાથેના ગ્રીન ફિલ્ડ મેદાનમાં થશે ચોગ્ગા-છગ્ગાની આતશબાજી
મુરલીધર ગ્રુપ રાજકોટ દ્વારા છેલ્લા 10 વર્ષથી યોજાતી ટૂર્નામેન્ટમાં આ વખતે ઐતિહાસિક આયોજન
- Advertisement -
સમગ્ર રાજ્યમાંથી બળુકા એવા પ્લેયર્સની 20 ધુરંધર ટીમ વચ્ચે ખેલાશે ક્રિકેટનો જંગ
ખાસ-ખબર સંવાદદાતા
વર્લ્ડ કપનો ફીવર ભલે પુરો થઇ ગયો હોય પણ રાજકોટની ભાગોળે આજથી ક્રિકેટનો એક અલગ જ રોમાંચ શરૂ થયો છે. શહેરના ઘંટેશ્વર ચોકડીથી જામનગર રોડ તરફ સુર્યકાંત ફૂડ મોલથી થોડે જ આગળ દેવભૂમિ હોટલની સામે ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડમાં મુરલીધર ગ્રુપ રાજકોટ દ્વારા ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આ બેનમૂન આયોજન કરવામા આવ્યુ છે. આજે બુધવારે પ્રથમ મેચથી આ લીગ ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. રાજકોટમાં ક્યારેય આયોજન ન થયુ હોય તેવી ગુજરાત સમસ્ત આહીર સમાજની બળુકી એવી 20 ધુરંધર ટીમ વચ્ચે ક્રિકેટનો રણસંગ્રાહ ખેલાવાનો છે.
મુરલીધર ગ્રુપ રાજકોટના દૂર્ગેશભાઇ કુગશિયા, વરૂણભાઇ ડાંગર, વિજયભાઇ ડાંગર, યોગેશભાઇ વાંક, જયેશભાઇ સીંધવ, નૈમિષભાઇ વીરડા, પ્રકાશભાઇ જાટિયા, મેહુલભાઇ કુંભારવાડિયા, સંદીપભાઇ ડાંગર સહિતના દ્વારા છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામા આવી રહ્યું છે. સ્પોટર્સના માધ્યમથી સમસ્ત આહીર સમાજના યુવાનોની એકતા અજોડ બને તેવા આશયથી મુરલીધર ગ્રુપ રાજકોટ દ્વારા 2014થી ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ રહી છે. જેમા આ વખતે અત્યાર સુધી ક્યારેય ન થયુ હોય તેવુ આયોજન કરવામા આવ્યુ છે. ઇન્ટરનેશનલ કક્ષાની મેચમાં હોય તેવા ગ્રીન ફિલ્ડ મેદાન અને ટર્ફ વિકેટ પરના ગ્રાઉન્ડમાં આહીર પ્રિમિયર લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યુ છે. ટૂર્નામેન્ટમાં તમામ નિયમો પણ ઇન્ટરનેશનલ કક્ષાની મેચના રાખવામા આવ્યા છે. મેદાનના ચારેય ખૂણે દિવસનું અજવાળુ પણ ઝાંખુ પડે તેવા હાઇમાસ્ક લાઇટીંગ ટાવર ઉભા કરવામા આવ્યા છે. આ સાથે લાઇવ કોમેન્ટ્રી અને લાઇવ સ્કોરર હશે.
સવારે 10 થી રાત્રે 10 સુધી રોજ 10 મેચ રમાશે, તા.26મીએ ફાઇનલ મુકાબલો
ટૂર્નામેન્ટમાં રાજકોટ, જૂનાગઢ, સુરત, જામનગર, કચ્છ, ગિર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ઉપલેટા, અમરેલી, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી સમાજની સક્ષમ એવી 20 ટીમ પસંદ કરવામા આવી છે. સવારે 10થી રાત્રે 10 સુધી ટૂર્નામેન્ટ અવિરત ચાલશે. રોજ 10 મેચ રમાશે. તા.26મીએ ફાઇનલ મુકાબલો થશે.
- Advertisement -
ટૂર્નામેન્ટની વિશેષતા
તમામ 20 ટીમના પ્રત્યેક ખેલાડીઓને આયોજકો તરફથી રંગીન ટી-શર્ટ અપાશે.
ચેમ્પિયન ટીમને રૂ.55,555, રનર્સ ટીમને રૂ33,333 તેમજ ટ્રોફી અપાશે.
બેસ્ટ પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટને મોંઘીદાટ બાયસીકલ, બેસ્ટ બેસ્ટ બેસ્ટમેન ઓફ ધી ટૂર્નામેન્ટને એલ.ઇ.ડી. ટીવી, બેસ્ટ બોલર ઓફ ધી ટૂર્નામેન્ટને એનરોઇડ ફોન તેમજ તમામ મેચમાં મેન ઓફ ધી મેચ થનારને એવોર્ડ એનાયત કરવામા આવશે.
સમગ્ર ટૂર્નામેન્ટનું યુ-ટ્યુબ પર પળે પળેની રોમાંચનું લાઇવ પ્રસારણ કરવામા આવશે.