મોંઘવારીના નામે પ્રજાને ગેરમાર્ગે દોરતા વિપક્ષોને લપડાક.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી શૈલી છે કે વિરોધીઓ જોડે “તુ તુ મેં મેં” કરવામાં સમય બગાડતા નથી. સરકાર સામે જે પણ આક્ષેપ થાય તેનો જવાબ તેમની કાર્યશૈલીથી જ વિપક્ષોને મળી જાય છે. ઘણાં સમયથી મોંઘવારીના નામે કોંગ્રેસીઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જેનો જવાબ પણ મોદી સાહેબે તેમની જાહેરાતમાં આપી દીધો છે. પ્રજાના ટેક્સના પૈસા પ્રજાના આરોગ્ય પાછળ ખર્ચીને કોંગ્રેસીઓની બોલતી બંધ કરી દીધી છે.
- Advertisement -
દેશમાં કોરોનાની મફત રસી અને મફત રાશન માટે કેન્દ્ર સરકાર વધારાના રૂ.૧.૪૫ કરોડનો ખર્ચ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમવારે ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકોને મફત રસી આપવાની જાહેરાત કરી હતી, જેના માટે રૂ.૪૫૦૦૦થી રૂ.૫૦૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કેન્દ્ર સરકારના રૂ. ૩૫,૦૦૦ કરોડના બજેટ કરતાં ઘણો વધુ છે. ઉપરાંત ૮૦ કરોડથી વધુ લોકોને મફત રાશન આપવા માટે મોદી સરકાર દ્વારા રૂ. ૧.૧૦ લાખથી રૂ. ૧.૩૦ લાખ કરોડનો ખર્ચ કરશે. આ બંને યોજના પાછળ કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડનો ખર્ચ થશે.
મોદી સરકાર પાસે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડિવિડન્ડ પેટે મળેલા રૂ. ૯૯,૧૨૨ કરોડ અને પેટ્રોલ અને ડીઝલ પર વિક્રમી કર સંગ્રહને પગલે પર્યાપ્ત પ્રમાણમાં ભંડોળ છે. ભારત હાલમાં રસીકરણ અભિયાન માટે સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસી તથા ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન રસીનો ઉપયોગ કરે છે. આ મહિનાના મધ્યમાં દેશમાં રશિયાની સ્પુતનિક-વી રસીનું વ્યાવસાયિક વેચાણ પર શરૂ થઈ જશે. મોદી સરકારે રસીના વધારાના ડોઝ ખરીદવા માટે વિદેશી રસી ઉત્પાદકો સાથે પણ વાટાઘાટો હાથ ધરી છે. ભારતે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ રસીના ૨૩ કરોડ ડોઝથી વધુનો ઓર્ડર આપ્યો છે.
દરમિયાન કેન્દ્ર સરકારે કોવિશિલ્ડના ૨૫ કરોડ અને કોવેક્સિનના ૧૯ કરોડ ડોઝ ખરીદવા માટે ઓર્ડર આપી દીધો છે. ઉપરાંત સરકારે બાયોલોજિકલ ઈની રસીના ૩૦ કરોડ ડોઝ ખરીદવા માટે પણ ઓર્ડર આપી દીધો છે. આ રસીઓ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે. આમ સરકાર કુલ ૭૪ કરોડથી વધુ ડોઝની ખરીદી કરશે. આ રસીઓ અત્યારથી લઈને ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ઉપલબ્ધ થઈ જશે. સરકારે રસીઓની ખરીદી માટે સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને ૩૦ ટકા રકમ એડવાન્સમાં આપી દીધી છે.
- Advertisement -
ચાલુ નાણાકીય વર્ષ માટે અન્ન સબસિડીનો અંદાજ રૂ. ૨.૪૨ લાખ કરોડ છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે અન્ન સબસિડી માટેનો બજેટ અંદાજ રૂ. ૧.૧૫ લાખ કરોડ હતો, જે સુધારીને રૂ. ૪.૨૨ લાખ કરોડ કરાયો હતો. આ સુધારા પાછળનું મુખ્ય કારણ કોરોના સંબંધિત લૉકડાઉન દરમિયાન ગરીબોને મફતન રાશન પૂરું પાડવાનો નિર્ણય હતો.
પ્રજાને મફત રસી અને મફત રાશન પાછળ થતો તમામ ખર્ચ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડિવિડન્ડ પેટે મળેલા રૂ. ૯૯,૧૨૨ કરોડ અને પેટ્રોલ અને ડીઝલ પર વિક્રમી કર સંગ્રહને પગલે શક્ય બન્યુ છે.
જ્યારે કોંગ્રેસીઓ સત્તા સમયમાં પ્રજાના ટેક્સના રૂપિયા પોતાના ઘર ભરવામાં કરતા હતા. તેમના કુશાસનમાં કૌભાંડોની કતાર જોવા મળતી હતી.
• ૧.૭૬ ટ્રિલિયનનું 2G સ્પ્રેક્ટમ સ્કેમ
૨૦૧૦માં જે 2 જી સ્પેક્ટ્રમ કૌભાંડ સામે આવ્યું તે તે સમયે દેશનું સૌથી મોટું કૌભાંડ હતું. કેગના અહેવાલ મુજબ, 2008 માં 2 જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હતી. કેગે તેના ઓડિટ અહેવાલમાં જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની ફાળવણીથી મળેલા રૂપિયા અને હરાજી માટે સૂચિત રકમ વચ્ચેનો તફાવત 1 લાખ 76 હજાર કરોડ એટલે કે 1.76 ટ્રિલિયન છે આ સમગ્ર કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ રાજા, કનિમોઝી અને યુપીએ સરકાર સાથે સંકળાયેલા નાણા પ્રધાન પી. ચિદબંરમ સામેલ હતા.
• રૂ. ૧.૮૬ લાખ કરોડનું કોલસા કૌભાંડ
કેગનાં રિપોર્ટમાં કહેવાયું છે કે કોલસાનાં બ્લોક્સની અયોગ્ય રીતે ફાળવણી થવાથી સરકારની તિજોરીને રૂ. 1.86 લાખ કરોડનું નુકશાન થયું હતું.
• ૧,૦૦૦ કરોડ રૂપિયાનું ફર્ટિલાઈઝર કૌભાંડ
કેન્દ્ર સરકાર દેશના ગરીબ કિસાનોને રાહત આપવા દર વર્ષે આશરે એક લાખ રૂપિયા રાસાયણિક ખાતરમાં સબસિડી આપવા પાછળ ખર્ચે છે, પણ આ સબસિડીનો સૌથી વધુ લાભ કિસાનોને બદલે ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી કંપનીઓ હજમ કરી જાય છે. કેન્દ્રમાં ફર્ટિલાઇઝર ખાતું સંભાળતાં યુપીએ સરકારના પ્રધાન એમ. કે. અલાગિરિએ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું.
યુપીએ સરકારના કુશાસનમાં દર બીજા-ત્રીજા દિવસે કૌભાડના સમાચાર જોવા મળતા હતા. પ્રજા પણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જતી હતી. કૌભાંડની માત્રા જાણીને, ગણિતજ્ઞો પણ તેમાં કેટલા ઝીરો આવશે તે જાણવા માટે કેલ્ક્યુલેટર સાથે બેસતા હતા. મોદી સરકારમાં પ્રજાને પણ સમજાઈ ગયું છે કે અમારા ટેક્સના પૈસાનો સદુપયોગ થઈ રહ્યો છે, અને કોંગ્રેસીઓના કુશાસનમાં કૌભાંડોની કતાર જોવા મળતી હતી.


