સર્વેશ્ર્વર ચોક દુર્ઘટના અંગેનો રિપોર્ટ રજુ થયો, સ્ટ્રપકચર સ્ટ્ેબીલીટી રીપોર્ટ આવ્યા બાદ જ શિવમ કોમ્પ્લેક્સની દુકાનો ખોલી શકાશે: આનંદ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટતા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે વોંકળાના અન્ય ભાગોમાંથી સેમ્પલ લઈને મનપાએ લેબમાં મોકલ્યા હતા અને ત્યારે જ જાહેરાત કરાઈ હતી કે સ્લેબ નવી ડિઝાઈન સાથે બનાવાશે. લેબમાંથી રિપોર્ટ આવ્યો છે અને તેમાં એમ20 ગ્રેડ સિમેન્ટ અને સ્લેબની જાડાઈ 2 ફૂટ જેટલી આવી છે. બીજી તરફ જે ભાગ તૂટ્યો તે ભાગ વોંકળામાં પાછળથી બાંધકામ થયાની પણ ખાતરી થઈ છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, એજન્સીના રિપોર્ટમાં વોંકળા પરનો રોડ સુરક્ષિત છે પણ બાંધકામને 30 વર્ષ થઈ ગયા હોવાથી વોંકળા પરનો રોડ અને સ્લેબ તોડી પડાશે અને તેને સ્થાને નવી ડિઝાઈન સાથે વોંકળા પર સ્લેબ ભરવામાં આવશે.શિવમ કોમ્પ્લેક્સના વેપારીઓની ઓફિસ અને દુકાનોનો ઉપયોગ કરવા પર મનપાએ પ્રતિબંધ લગાવ્યો છે. મ્યુનિ. કમિશનર જણાવે છે કે જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોમ્પ્લેક્સનો ઉપયોગ કરી શકાશે નહિ. બીજી તરફ વેપારીઓ રજૂઆત કરી ચૂક્યા છે.



