By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    2 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    2 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    2 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    2 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    2 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એઈમ્સ-રાજકોટની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એઈમ્સ-રાજકોટની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી
ખાસ-ખબરગુજરાતરાજકોટ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એઈમ્સ-રાજકોટની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

Khaskhabar Editor
Last updated: 2023/09/04 at 2:53 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE
– એઇમ્સ ખાતે ઉપલબ્ધ ઉત્કૃષ્ટ સારવાર સુવિધાઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ એઇમ્સની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા હાથ ધરી હતી. એઇમ્સ પરિસર ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી એઇમ્સના તમામ ઘટકો સંદર્ભે થયેલ કામગીરીની ઝીણવટભરી બાબતોથી માહિતગાર થયા હતા અને નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થા હોવાથી શહેરમાંથી વિવિધ રસ્તે એઇમ્સ સુધી પહોંચવા માટે નાગરિકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ કરવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી અને આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો તેના નિવારણ અર્થે અંગત રીતે પોતાનું ધ્યાન દોરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. એઇમ્સ ખાતે અત્યાર સુધી કરાયેલા આરોગ્ય કેમ્પની માહિતી મેળવી જાહેર જનતાના લાભાર્થે આવા વધુ ને વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવા તેમણે બેઠકમાં ભાર મુકયો હતો. મુખ્યમંત્રીશ્રીએ દર 15 દિવસે એઇમ્સની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા સૂચન કર્યું હતું.
સમીક્ષા બેઠકના પ્રારંભે એઇમ્સના એકઝીકયુટીવ ડાઇરેકટર કર્નલ સી.ડી.એસ. કટોચે મુખ્યમંત્રીને સ્મૃતિ ચિન્હ આપી આવકાર્યા હતા.  એડમિનિસ્ટ્રેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ પુનિતકુમાર અરોરાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મુખ્યમંત્રી સમક્ષ એઇમ્સ હેઠળ કાર્યરત કરાયેલા તમામ પ્રોજેક્ટ, પ્રગતિ હેઠળના પ્રકલ્પો તથા ભવિષ્યના પ્રોજેક્ટ વિશેની સમગ્રતયા જાણકારી રજૂ કરી હતી. એઇમ્સની નિર્ધારિત કામગીરી પૈકી 73 ટકા કામગીરી સંપન્ન થઇ હોવાનું પણ તેમણે આ તકે જણાવ્યું હતું.
આ તકે કલેકટર પ્રભવ જોષીએ મુખ્યમંત્રીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એઇમ્સ માટેની અંદાજે 200 એકરથી વધુ પૈકીની 90 ટકા જમીન સરકારી હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન મહદ અંશે નિવારી શકાયો છે.
આ બેઠકમાં એઇમ્સની તાજેતરની પ્રગતિ હેઠળની કામગીરી જેમકે ઇમારતો, ફર્નિચર, તબીબી ઉપકરણો, ઇ-સંજીવની સેવા, વિવિધ  ફેકલ્ટી, ગુજરાત ગેસ, સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી પરિસરમાં થયેલ વૃક્ષારોપણ, કેન્ટીન, એ.ટી.એમ., જનૌષધિ સ્ટોર, હોસ્પિટલ બ્લોક, રેસિડેન્સીયલ બ્લોક, ગેસ્ટ હાઉસ, ડાયરેક્ટર બંગલોઝ, નર્સિંગ બિલ્ડીંગ, આયુષ બિલ્ડિંગ, ડાઇનિંગ હોલ, એર કન્ડિશનિંગ-ગ્રીડ-પાવર સબ સ્ટેશન્સ,એમ્બ્યુલન્સની સવલત વગેરે વિષે આ બેઠકમાં સવિસ્તર ચર્ચા કરાઇ હતી.
સમીક્ષા બેઠક અગાઉ મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ કાન-નાક-ગળા (ENT), નેત્ર વિભાગ, દંત ચિકિત્સા વિભાગ અને આપાતકાલીન વિભાગની મુલાકાત લઇ દર્દીઓને ઉચ્ચસ્તરીય તકનીક અને તબીબી સાધનો તેમજ ડિજિટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ જેમ કે ‘ઇ-સંજીવની’ દ્વારા આપવામાં આવતી સારવાર અને આયુષમાન ભારત ડિજિટલ મિશન હેઠળ બનાવવામાં આવતા ABHA(Ayushman Bharat Health Account)ની સવલતોનું  પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઓ.પી.ડી. વિભાગની મુલાકાતની સાથેસાથે ઇન  પેશન્ટ વિભાગ (આઈ.પી.ડી)ની પણ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રોજેક્ટની માહિતી મેળવી અહીં સારવાર અર્થે દાખલ થનાર દર્દીઓ માટે કરવામાં આવેલી બેડ તેમજ ઓપરેશન થિયેટરની વ્યવસ્થાપનની વિગતો રસપૂર્વક જાણી હતી.
આ બેઠકમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સર્વ મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્યો દર્શિતાબેન શાહ અને દુર્લભજીભાઇ દેથરીયા, મેયર પ્રદિપ ડવ, પોલિસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા એઇમ્સના તબીબો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

TAGGED: aiims, bhupendrapatel, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ મુદે સરકારની સંતો સાથે બેઠક: મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત
Next Article જૂનાગઢ SPની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી તહેવાર સબબ આગેવાનો સાથે બેઠક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?