CISS અંતર્ગત નોંધાયેલા બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા કલેક્ટરનો વાલીઓને અનુરોધ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને શેરીમાં રહેતા 30 બાળકોના 14 પરિવારોને રોજગાર અર્થે વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 14 વાલીઓને તેમની પસંદ મૂજબ રોજગાર લક્ષી સાધનો મોરબી સીરામીક એસોસિએશનના સહયોગથી વિતરણ કરવામાં આવ્યા છે. તમામ સાધનો સાથે ચાની લારી, સિલાઈ મશીન, કડીયાકામના તમામ સાધનો, બકેટ અને ઇલેક્ટ્રોનિક ત્રાજવા સાથે શાકભાજીની લારી, બકેટ અને કંડીયા સાથે ફૂલની લારી, કટલેરીની લારી, માલ સામાન હેરફેર માટેની લારી, ઘાસ વેચવાની લારી વગેરે સાધનો આપવામાં આવ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં કલેકટર સાથે અધિક નિવાસી કલેકટર, જિલ્લા કાનૂની સત્તા મંડળના સેક્રેટરી, હળવદ પ્રાંત અધિકારી અને મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર, મોરબી પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થી પરિવારો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.