સુરત શહેરમાં કોરોના સંક્રમણના કેસો રોજેરોજ ઘટી રહ્યાં હોવાથી, આગામી જૂનથી કાપડ માર્કેટ સંપૂર્ણ દિવસ ધમધમતી થઇ જશે, એવી અપેક્ષાઓ હતી. પરંતુ રાજ્ય સરકારે તા.3જી જુન સુધી સમય યથાવત રાખ્યો છે.
કાપડ માર્કેટ ગઈ તા. 20મીથી પુનઃ શરૂ કરવામાં આવી છે. માર્કેટમાં દુકાન ખોલવાનો સમય સવારે 9:00 થી બપોરના 3:00 સુધીનો છે. માર્કેટની દુકાન સાંજના 06:00 સુધી ખોલવા દેવામાં આવે એવી, રજૂઆત ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસો. (ફોસ્ટા) તરફથી રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી.
રિપોર્ટર
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત


