સુરત વર્ષ 2017 પછી જ્યારે મનપાની તિજોરીમાં થતી આવક સતત ઘટી રહી છે ત્યારે મનપા લગડી જેવા મૂલ્યવાન પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે, કારણ કે મનપા તંત્ર ચલાવવા માટે રૂપિયાની તિજોરી ખાલી છે. ત્યારે આવી સ્થિતિમાં મેયર માટે તૈયાર કરવામાં આવેલા બંગ્લામાં કુંભ સ્થપના કરી રહેવા જતા ત્યારથી વિવાદ સર્જાયો છે. ગદલ્લા રોડ પર ભટાર નજીક બનાવાયેલ બંગલો 5983.મી.માં રૂ. 5 કરોડના ખર્ચે બનાવાયો છે.
આ બંગલામાં ગાંધીનગરમાં મંત્રી નિવાસ કરતાં વધુ સુવિધાઓવાળા બંગલા બનાવામાં આવ્યો છે ત્યારે મેયર બોઘાવાલાના બંગલાના ઇન્ટિયર માટે 1.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક સુરક્ષા કેબીન, સર્વન્ટ ક્વાર્ટરપ્રાઇવેટ ઝોનમાં એક ખંડ અને ડાઇનિંગ રૂમ છે. બંગલામાં એક ધ્યાન રૂમ પણ છે.પહેલા માળે 3 શયનખંડ, 1 માસ્ટર બેડરૂમ સિક્યુરિટી ગાર્ડ છે અને એક નહીં પણ પાંચ.આવી વૈભવી જાજરમાન જગ્યામાં રહેવા જઈ રહ્યા છે, તો પણ મેયર આ પૈસા પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરશે નહીં, તે ફક્ત લોકો અને પાલિકાના ખિસ્સાને અસર કરશે. તેમ છતાં મનપાનું સૂત્ર લોકોની ખુશીઓ અને લોકોના હિત માટે કાર્ય કરવાનું છે, મેયર ફક્ત પોતાની ખુશી અને પોતાના હિતની વાતો કરે છે.
રીપોટ
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત


