ગુજરાત સહિત દેશની પર્ફોમન્સ એપરેઝલ રિપોર્ટ જમા ન કરનારી ટીચર એજ્યુકેશન કોલેજોની બેઠકો ઝીરો કરવા નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશની બી.એડ,એમ.એડ અને ડાયેટ -પીટીસી કોલેજો સહિતની ટીચર એજ્યુકેશન આપતી કોલેજોનું નિયમન કરનારી કેન્દ્ર સરકારની નેશનલ કાઉન્સિ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ) દ્વારા હવેના નવા શૈક્ષણિક વર્ષ 2022-23માં ગુજરાત સહિત દેશની પર્ફોમન્સ એપરેઝલ રિપોર્ટ જમા ન કરનારી ટીચર એજ્યુકેશન કોલેજોની બેઠકો ઝીરો કરવા નિર્ણય લેવાયો છે.ગુજરાત સહિત દેશમાં અંદાજે આવી 7 હજાર જેટલી ટીચર એજ્યુકેશન સંસ્થાઓ છે કે જેઓ દ્વારા રિપોર્ટ જમા કરાયો નથી અને આ કોલેજોમાં આ વર્ષે પ્રવેશ નહી થઈ શકે.વર્ષ 2021માં એટલેકે ગત વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા અપાયેલા જજમેન્ટના આધારે એનસીટીઈ દ્વારા ટીચર એજ્યુકેશન ઈન્સ્ટિટયુટસના ક્વોલિટી કંટ્રોલનું મોનિટરિંગ કરવા માટે 2020-21ના શૈક્ષણિક વર્ષથી પર્ફોમન્સ એપરેઝલ રિપોર્ટ મિકેનિઝમ તૈયાર કરાઈ છે.
આ વાર્ષિક ઓનલાઈન સેલ્ફ ડિકલેરશન મિકેનિઝમમાં દરેક બી.એડ, એમ.એડ,પીટીસી-ડાયેટ સહિતની શિક્ષક તાલીમી કોલેજોએં પોતાના અધ્યાપકો સહિતના સ્ટાફની સંખ્યા,શૈક્ષણિક પદ્ધતિઓ ,વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓના પરિણામો ,વગેરે સહિતની તમામ વિગતો સાથેનો વિગતવાર પર્ફોમન્સ રિપોર્ટ ટીચર એજ્યુકેશન કાઉન્સિલ (એનસીટીઈ)માં જમા કરવાનો હોય છે.અગાઉ 15મી માર્ચ સુધીમાં રિપોર્ટ જમા કરવાની મુદત નક્કી કરાઈ હતી પરંતુ ત્યારબાદ કોર્ટની ડિવિઝન બેંચ દ્વારા મુદત 31મી માર્ચ સુધી વધારવાનો ઓર્ડર કરાયો હતો.
ત્યાબાદ 1લી એપ્રિલ 2022ના રોજ સુપ્રીમકોર્ટે વધુ મુદત વધારતા બીજી એપ્રિલ સુધીમાં તમામ ટીચર એજ્યુકેશન સંસ્થાઓએ રિપોર્ટ જમા કરવાનો આદેશ કર્યો હતો.



