By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    4 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    4 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ RTOમાંથી ભૂતિયા વાહનોનું પાસિંગ થયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ RTOમાંથી ભૂતિયા વાહનોનું પાસિંગ થયું
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ RTOમાંથી ભૂતિયા વાહનોનું પાસિંગ થયું

Khaskhabar Editor
Last updated: 2022/01/10 at 1:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આંતરરાજ્ય ભૂતિયા વાહન કૌભાંડમાં રાજકોટ RTOની પણ ભૂંડી ભૂમિકા

આરટીઓના સૌથી મોટા આંતરરાજ્ય ભૂતિયા વાહન કૌભાંડમાં રાજકોટ આરટીઓની પણ ભૂંડી ભૂમિકા હોવાનું માલૂમ પડ્યું છે. કારણ કે, અરુણાચલપ્રદેશના બસ-ખટારા રાજકોટ આરટીઓમાં પાર્સીંગ કરવામાં આવ્યા છે. જે બસ-ખટારાનું અસ્તિત્વ જ નથી તે બસ-ખટારાને સરકારી ચોપડે ચઢાવવામાં રાજકોટ આરટીઓના કેટલાંક અધિકારીઓનો હાથ છે. રાજકોટ આરટીઓના અધિકારીઓએ ભૂતિયા વાહનોને સરકારી ચોપડે ચઢાવવા સુરતના ઈર્શાદ પઠાણ અને રાજકોટના ભોલુગીરી ગોસ્વામી પાસેથી પૈસા લઈ આખો પ્લાન ઘડ્યાનું જણાય રહ્યું છે, જો રાજકોટ આરટીઓના અધિકારી ભૂતિયા વાહનોને કાયદેસર કરવાના ષડ્યંત્રમાં સાથ ન આપતા તો બેંકોને કરોડોને ચૂનો લાગતા બચી જતો એટલું જ નહીં વાહનનું વેલ્યુએશન કાઢનારા પણ ખોટી રીતે ફસાતા નહીં. ઉલ્લેખનીય છે કે, અરુણાચલપ્રદેશના આરટીઓ અધિકારી અગાઉથી જ સુરતના ક્રિમિનલ માસ્ટરમાઈન્ડ ઈર્શાદ પઠાણ સાથે ભૂતિયા વાહનના કૌભાંડમાં સંકળાયેલા હતા. રાજકોટમાં પણ આ કૌભાંડ કરવામાં રાજકોટ આરટીઓ અધિકારીઓનો સાથ-સહકાર લેવામાં આવ્યો છે. રાજકોટ આરટીઓ અધિકારીની ગેરરીતિ વગર ભૂતિયા વાહનોનું રાજકોટ આરટીઓમાંથી પાર્સીંગ જ શક્ય નથી. રાજકોટ આરટીઓ અધિકારીઓએ બહુ જ ચતુરાઈપૂર્વક પડદા પાછળ રહી રાક્ષસી ભૂમિકા ભજવી છે અને એટલે જ તેઓ આજ સુધી પોલીસની પકડથી દૂર છે પણ હવે ટૂંકસમયમાં આ સમગ્ર કૌભાંડમાં તેમણે કરેલા કારનામાઓ પણ સામે આવશે એ સ્પષ્ટ છે.


ભૂતિયા વાહનોને સરકારી ચોપડે ચઢાવવા રાજકોટ RTOના અધિકારીઓએ ભોલુગીરી પાસેથી પૈસા લઈ આખો પ્લાન ઘડ્યો હતો?

- Advertisement -

GJ03BV8520 રાજકોટ RTOમાં પાર્સીંગ થયેલા આ વાહનના કાગળો રાજકોટ RTO પાસેથી જ ગાયબ છે!

સુરતના ઈર્શાદ પઠાણે આચરેલા કરોડોના ભૂતિયા વાહન કૌભાંડ અંગે રાજકોટ આરટીઓ પાસે માહિતી માંગવામાં આવી, રાજકોટ આરટીઓ કહ્યું, કાગળોની શોધખોળ ચાલુ છે, રાજકોટ આરટીઓને છેલ્લા દસ મહિનાથી પાર્સીંગ કરેલા વાહનોના કાગળ મળતા નથી!? આરટીઓમાં વાહન રજીસ્ટ્રેશન કરવાના સમયે જે-તે કંપનીના વાહનનું ઓરિજિનલ ઈન્વોઈસ અથવા બિલ તેમજ ચેસીસ નંબરવાળું વાહન આરટીઓ ઈન્સ્પેક્ટર પાસે વેરીફાઈ કરાવવું ફરજીયાત છે. આરટીઓએ જાણીજોઈને વાહન વેરીફાઈ કરવામાં ગોટાળા કર્યા છે, તો પછી આરટીઓ અધિકારીઓ ઉપર એફઆરઆઈ કેમ નથી નોંધાઈ!? ફાઈનાન્સ કંપની કે બેંક જે લોન આપે છે તે લોન કસ્ટમરના આઈટી રીટર્ન અને બેંક સ્ટેટમેન્ટ તથા સિબિલ રિપોર્ટના આધારે અપાતી હોય છે, વેલ્યુઅરના વેલ્યુએશનને આધારે નહીં, તો પછી જ્યારે ફાઈનાન્સ કંપની કે બેંકે લોન લઈ ભરપાઈ ન કરનારને ગુનેગાર ગણાવવા જોઈએ કે પછી વાહનનું વેલ્યુએશન કાઢનાર વેલ્યુઅરને!? જે વાહનનું વેલ્યુએશન કાઢવામાં આવ્યું હતું તે વાહન પ્રત્યક્ષ દર્શાવવામાં આવ્યું હતું અને તેની ખરાઈ પણ કરવામાં આવી હતી. લોન થયા બાદ વાહનની ઓળખ એટલે કે નંબર પ્લેટ તથા ચેસીસ નંબર બદલવામાં આવતા લોન થયેલા વાહન ભૂતિયા થઈ ગયા અને સમગ્ર દોષનો ટોપલો વેલ્યુઅરો પર ઢોળી દેવામાં આવ્યો, શું કૌભાંડીઓ સાથે ફાઈનાન્સ કંપની – બેંકની પણ મિલીભગત છે!?

ભોલુગીરી ગોસ્વામીની ગઠિયાગીરીથી ફસાયેલા વેલ્યુઅરોએ કૌભાંડીને કડક સજા થાય તેવી માંગણી કરી
રાજકોટ અને અમદાવાદમાં બોગસ આરસી બૂક અને બોગસ વીમા પોલીસીના આધારે બેંક અને ફાઈનાન્સ કંપનીમાંથી ર8 લકઝરી બસ માટે ચાર કરોડ છ લાખની લોન લઈ તેને ઓળવી જનાર રાજકોટની ખોડીયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીને રાજકોટ આરટીઓના અધિકારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ભૂતિયા વાહનોને કાયદેસર કરાવવામાં ભોલુગીરીએ આરટીઓ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હોવાનું રાજકોટના એક વાહન વેલ્યુએશન કરનાર પાસેથી જાણવા મળ્યું છે. કરોડો રૂપિયાના ભૂતિયા વાહન કૌભાંડમાં વાહનોનું વેલ્યુએશન કરનાર વેલ્યુઅરોને ખોટી રીતે ફસાવી દેવા બાબતે ઉપરાંત બેંક – ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર ભોલુગીરી ગોસ્વામી સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાહનોનું વેલ્યુએશન કરનારા વેલ્યુઅરોની માંગણી છે. ભોલુગીરી ગોસ્વામી ચાલાક, ચતુર અને એક નંબરનો ચાલબાજ છે જેણે ભૂતિયા વાહનોનું કૌભાંડ કરી નિર્દોષ વ્યક્તિને ફસાવી દીધા છે.

- Advertisement -

RTO ભૂતિયા વાહન કૌભાંડમાં સામેલ ન હોય તો આ સવાલના જવાબ આપે..
1 ભૂતિયા વાહનનું રેજીસ્ટ્રેશન ગાડી વગર આરટીઓમાં કઈ રીતે થાય?
2 વાહન વગર ગાડીની પરમિટ કઈ રીતે આવી?
3 વાહન વગર ગાડીની ફિટનેસ કઈ રીતે નીકળી?
4 વાહન વગર ગાડીનો ટેક્સ કઈ રીતે ભરાયો?
5 વાહન વગર પી.યુ.સી. કઈ રીતે આવ્યુ?
6 વાહન તથા પી.યુ.સી વગર નામ કઈ રીતે ટ્રાન્સફર થયા?
7 વાહન વગર તથા વાહનના ફોટા વગર ગાડીનો વીમો કઈ રીતે ઉતારવામાં આવ્યો?
8 વાહન વગર આરટીઓમાં હાયપો એટલે કે બોજો કઈ રીતે ચઢ્યો?
9 અરુણાચલપ્રદેશના પાર્સીંગવાળી ગાડી ગુજરાત પાર્સીંગ થયા વિના રાજકોટમાં લોન કઈ રીતે શક્ય બની?
10 શું લોન લેનાર વ્યક્તિ ગુજરાતના વતની હોવા છતાં ભાડાકરારથી અરુણાચલ પ્રદેશના છે તેવું સાબિત કરી ગેરકાયદે લોન આપવામાં આવી?

ભૂતિયા વાહન પાર્સીંગ અંગે રાજકોટ આરટીઓમાં આજથી દસ મહિના અગાઉ એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આઠ મહિના અગાઉ રાજકોટ આરટીઆઈ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, જે વાહનના કાગળોની માહિતી માંગવામાં આવી છે તે કાગળોની શોધખોળ ચાલુ છે. ૠઉં03ઇટ8520 રાજકોટ આરટીઓમાં પાર્સીંગ થયેલા આ વાહનના કાગળો રાજકોટ આરટીઓ પાસેથી જ ગાયબ છે! આ પરથી સમજી શકાય છે કે, આરટીઓના ભૂતિયા વાહનોના કૌભાંડોમાં રાજકોટ આરટીઓ પણ ભૂંડી રીતે સંકળાયેલું છે. ખાસ-ખબરમાં છેલ્લા ત્રણ દિવસથી આરટીઓના ઈતિહાસનું આજ સુધીનું સૌથી મોટી અને વિચિત્ર ભૂતિયા વાહનોના કૌભાંડનો પ્રકરણવાર પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. આજ સુધીમાં આપણે જોયું કે કે, અરૂણાચલપ્રદેશના આરટીઓ અધિકારી નાહર લૂંગણની મદદથી ત્યાનાં પાટનગર ઈટાનગરના ડિસ્ટ્રીકટ ટ્રાન્સપોર્ટ ઓફિસર રેમર ગેબએ 500 જેટલા હેવી વ્હીકલ કે જેનું અસ્તિત્વ જ ન હતું, તેની પોતાની જ કચેરીમાંથી આરસી બૂક બનાવી, બનાવટી આરસી બૂક સુરતના ઈર્શાદ પઠાણને વેંચી દીધી હતી અને ત્યારબાદ આ આરસી બૂક પરથી ઈર્શાદ પઠાણે બિનહયાતી વાહનોના ડોક્યુમેન્ટથી માંડી વીમા સહિતના કાગળો બોગસ બનાવી નાખ્યા હતા અને લોનધારકના નામે બેંકોમાંથી વ્હીકલ લોન પાસ કરાવી આપી હતી. આ કૌભાંડનો એક મુખ્ય સૂત્રધાર રાજકોટનો ભોલુગીરી ગોસ્વામી પણ છે. સુરતના ઈર્શાદ પઠાણ અને રાજકોટના ભોલુગીરી ગોસ્વામીએ રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા, સુરતમાં લકઝરી બસો કે ખટારા જેવા મોટા હેવી વ્હીકલ્સની નકલી આરસી બૂક્સ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાઓ બેંકો, ફાઈનાન્સ કંપનીઓમાં મૂકી અલગ અલગ લોન મેળવી કરોડોનું કૌભાંડ આચર્યું અને આ આ સમગ્ર કૌભાંડમાં વાહનોની લોન પ્રક્રિયામાં વાહનનું વેલ્યુએશન કાઢનાર વેલ્યુઅરોનો ભોગ લેવાઈ ગયો હતો. હકીકતમાં આ કૌભાંડના મૂળિયા આરટીઓ કચેરીમાં આરટીઓ અધિકારી સાથે જોડાયેલા છે.

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાઈબ્રન્ટ મોકૂફનું પગલું આવકાર્ય: સ્કૂલ બંધ કરવાનો સદ્વિચાર ક્યારે આવશે?
Next Article ટેલિવિઝન કપલ આમિર અલી અને સંજીદા શેખ સત્તાવાર રીતે અલગ થઈ ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?