દૂર-દૂર સુધી ધૂમાડા દેખાયા : કાપડ-મંડપ સહિતનો સામાન બળીને ખાખ
રાજકોટમાં જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી પાસે માર્વેલના શોરૂમની પાછલ Z ઇવેન્ટના મંડપ સર્વિસ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં લાકડા, કાપડ અને ફર્નિચર સહિતનો જ્વલનશીલ સામગ્રીનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ દારણ કર્યું હતું. ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
- Advertisement -
બનાવની જાણ થતાં જ રામાપીર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. લિડિંગ ફાયરમેન અમલિયાર મેહુલકુમાર રાજુભાઈએ વિગતો આપતા જણાવ્યું કે, તેમને અંદાજે અડધો કલાક પહેલા જામનગર રોડ માધાપર ચોકડી પાસે મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને જોયું તો આગ ખૂબ જ વિકરાળ હતી, જેથી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરીને અન્ય ફાયર ફાઇટરોની મદદ મંગાવવામાં આવી હતી.ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો ત્રણ ફાયર ફાઈટર સાથે સ્થળપર પહોંચી બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જાણ થતાં ગોડાઉનના માલીક દોડી આવ્યાં હતા આગ ગોડાઉનના ગ્રાઉન્ડમાં લાગી હતી જેમાં ડેકોરેશનનાં ફાયબરનાં મંદિર, ઈમીટેશન થીમ જેમાં ગેઈટ, એન્ટ્રી લોન્જ, મેઈન સ્ટેજ અને ગમળો વગેરે સામાન બળી ગયો હતો. આગ પીજીવીસીએલની લાઇનમાં શોટ સર્કિટ થતાં તણખો પડતા આગ લાગી હોવાનું અનુમાન છે. બાજુમાં પડેલો અન્ય સામાન બચાવી લેવાયો હતો. જો કે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી આ અંગે જયેશભાઇ સુભાષભાઈ મકાતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરાવી હતી.




