દિલ્હી ખાતે યોજાયેલી 74મી સ્પર્ધામાં ઝળહળતી સિદ્ધિ; સ્વિમિંગ ફેડરેશન અને અગ્રણીઓએ પાઠવી શુભેચ્છા
દિલ્હી ખાતે યોજાયેલી ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ મીટ-૨૦૨૬ માં કેયુર રાજ્યગુરુએ શાનદાર પ્રદર્શન દાખવી હાઈબોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ (રજત ચંદ્રક) હાંસલ કરીને ગૌરવ અપાવ્યું છે. આ ઝળહળતી રાષ્ટ્રીય સિદ્ધિ બદલ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાણાવટી, ઓલિમ્પિક ડાઇવિંગ જજ મયુર વ્યાસ તેમજ સીઆઈએસએફ (CISF)ના કોચ ગોપી, સાગર અને બંકિમે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના પ્રમુખ ઉમેશ રાજ્યગુરુ, દિનેશ હપાણી, નીરજ દોશી, પ્રકાશ કલોલા તેમજ ડાઇવિંગના નેશનલ મેડાલિસ્ટ અરુણ ભટ્ટ, લવજી મોલીયા અને ભાર્ગવ વાઢેર સહિતના રમતગમત જગતના અગ્રણીઓએ કેયુર રાજ્યગુરુને આ સિદ્ધિ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.




