પૃથ્વીથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર મંગળના અલ્બા મોન્સ જવાળામુખી આસપાસ 738 ક્રેટર્સની તપાસમાં 3 કિલોમીટર સુધી ફેલાયેલા અને 209 મીટર ઊંચા ગ્લેશીયર મળ્યા
ભવિષ્યના માનવ મિશન માટે બરફની સ્થિતિ અને કાટમાળનું પ્રમાણ જાણવું અત્યંત જરૂરી
- Advertisement -
ધરતીથી લગભગ ૨૨.૫ કરોડ કિલોમીટર દુર આવેલ મંગળ ગ્રહ પર કંઈ અજબ દેખાયું છે. ઈન્ટરનેશનલ રિસર્ચની એક ટીમે લાલ ગ્રહની સપાટી પર આવેલા ખડકો પર ૨૯ અજબ રચનાઓની ઓળખ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ખડકોની નીચે પ્રાચીન બરફના વિશાળ ગ્લેશીયર છુપાયેલા છે.આ શોધ મંગળના ઉતરી ગોળાર્ધમાં આવેલા અલ્બા મોન્સ જવાલામુખી આસપાસ કરાઈ છે. અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટસ જર્નલમાં છપાયેલ સ્ટડી અનુસાર ટીમે કુલ ૭૩૮ ક્રેટર્સની તપાસ કરી હતી. તેમાંથી ૨૯ જગ્યાઓ પર ૩ કિલોમીટર સુધી ફેલાયેલા અને ૨૦૯ મીટર ઉંચા ગ્લેશીયર મળ્યા છે. જો આ બરફ સુરક્ષીત સાબિત થાય તો ભવિષ્યમાં મંગળ પર જનારા એસ્ટ્રોનોટસ માટે તે પાણીનો સોર્સ બની શકે છે. મંગળ ગ્રહનો પાણી અને બરફ સાથે હંમેશા જટીલ સબંધ રહ્યો છે.આજે મંગળનું વાયુમંડળ એટલુ પાતળુ અને ઠંડુ છે કે ત્યાં પ્રવાહી પાણીનું ટકવુ અશક્ય છે.આમ છતાં ગ્રહના ધ્રુવીય વિસ્તારોમાં સપાટી પર ઘણો બરફ મોજુદ છે. ધ્રુવો ઉપરાંત ગ્રહનાં ઉપરના પડના નીચે પણ ભારે માત્રામાં બરફ છવાયેલો હોવાનું અનુમાન હતું. આની તલાશ માટે સંશોધકોએ નાસાના માર્સ રિકોનિસેન્સ ઓવિંટર અને યુરોપીય અંતરીક્ષ એજન્સીનાં એકસોમાર્સ ગેસ ઓર્બીટરની તસ્વીરોનો ઉપયોગ કર્યો છે. ટીમ અલ્બા મોન્સ વિસ્તારમાં કુલ ૭૩૮ કેટર્સ ફંફોળ્યા સેટેલાઈટ તસ્વીરોની મદદથી આ ખાડાનાં ચોકકસ ૩ થી મેપ બનાવાયા બાદમાં કોમ્પ્યુટર મોડલીંગથી સમજવામાં આવ્યું કે આ ગ્લેશીયર કેવી રીતે બન્યા હશે. તુલના કરવા માટે ટીમે પૃથ્વી પર આઈસલેન્ડમાં મોજુદ આવી જ બર્ફીલી રચનાઓનું પણ અધ્યયન કર્યુ.આ શોધ મંગળ ગ્રહનાં જુના જલવાયુને સમજવામાં એક મહત્વની કડી બની શકે છે. પોતાની ધુરી પર મંગળનો ઝુકાવ બદલવાથી ત્યાનાં તાપમાન અને બરફના ખસવાની પેટર્ન પણ બદલતી રહી છે.કોમ્પ્યુટર મોડેલ બતાવે છ કે આ ગ્લેશીયર મંગળ પર આવેલા હાલના ઠંડા સમયગાળાનો બચેલો ભાગ છે.



