ભક્તિ, શ્રદ્ધા, પરિવારની એકતા અને સમાજની સહભાગિતાનો સુંદર સમન્વય
શાસ્ત્રી ભાવેશદાસ બાપુના સ્વમુખે શ્રદ્ધાળુઓને ભાગવત કથાનું રસપાન
- Advertisement -
ધર્મનગરી હરિદ્વાર ખાતે રાધા મોહન કુંજ આશ્રમમાં સ્વ. વિક્રમભાઈ છગનભાઈ ખાંડેખાની મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં શાસ્ત્રી ભાવેશદાસ બાપુના સ્વમુખે શ્રદ્ધાળુઓને ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ ધાર્મિક આયોજનમાં પરિવારજનો, સ્નેહીજનો તથા આહીર સમાજના આગેવાનો દ્વારા ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવવામાં આવી રહી છે. હરિદ્વારની પવિત્ર ભૂમિ પર શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ અત્યંત ભવ્ય અને અદભુત વ્યવસ્થા સાથે કરવામાં આવી હતી. સતત ચોથા દિવસે પણ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કથાના નિમંત્રક તરીકે છગનભાઈ જુગાભાઈ ખાંડેખા (સરપંચ, ખીરસરા), વિજય છગનભાઈ ખાંડેખા (ઉપપ્રમુખ, આહીર સેના, રાજકોટ શહેર) તથા સંજય છગનભાઈ ખાંડેખા (નાગબાઈ મોબાઈલ) સેવા આપી રહ્યા છે.
આ પ્રસંગે ખાડેખા પરિવારના આમંત્રણને ખાસ માન આપી બ્રહ્મચારી હરિ ચેતનાનંદ સ્વામી, ખાસ ઉપસ્થિત રહ્યા છે. તેમજ ખાડેખા પરિવારના વડીલ નાથાભાઈ જુગાભાઈ ખાંડેખા (આહીર સમાજના અગ્રણી), બાબુભાઈ જુગાભાઈ ખાંડેખા, યદુનંદન આહીર કેળવણી મંડળ, કણકોટના મંત્રી, સવાભાઈ કાનાભાઈ ખાંડેખા (આહીર અગ્રણી, ભગવતીપરા), મેહુલ નાથાભાઈ ખાંડેખા (બોરીચા), જે માડી ગ્રૂપ, ભાજપ અગ્રણી સંજય બોરીચા તેમજ જય બોરીચા (શહેર યુવા ભાજપ મંત્રી), વિનય બોરીચા (એડવોકેટ) તથા મયુર બાબુભાઈ ખાંડેખા સહિતના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનને સફળ બનાવી રહ્યા છે. સમગ્ર આયોજનમાં ભક્તિ, શ્રદ્ધા, પરિવારની એકતા અને સમાજની સહભાગિતાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. હરિદ્વારની પાવન ભૂમિ પર યોજાતી ખાંડેખા પરિવાર દ્વારા આ ભાગવત કથા સૌ માટે આધ્યાત્મિક આનંદ અને ધર્મલાભનું માધ્યમ બની રહી છે.



