By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    6 minutes ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    25 minutes ago
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    4 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    5 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
    15 minutes ago
    પ્રદૂષણ રોકવા 5 વર્ષનો પ્લાન માંગતી સુપ્રીમ કોર્ટ
    57 minutes ago
    160 કરોડનું SSC પરીક્ષા કૌભાંડ!
    23 hours ago
    બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!
    23 hours ago
    જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    24 hours ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    3 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    6 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે ‘ફોરેવર કેમિકલ્સ’નું ઝેર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે ‘ફોરેવર કેમિકલ્સ’નું ઝેર!
ગુજરાત

ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે ‘ફોરેવર કેમિકલ્સ’નું ઝેર!

Khaskhabar Editor
Last updated: 2026/11/24 at 1:19 PM
Khaskhabar Editor 12 minutes ago
Share
5 Min Read
SHARE

ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતા કચરાથી જળસ્ત્રોતો પ્રદૂષિત થવાની આશંકા

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે માંગ્યો જવાબ

- Advertisement -

ફોરેવર કેમિકલ્સના સંપર્કમાં રહેવાથી હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડ, લીવરને નુકસાન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને કેન્સર જેવા રોગોનું જોખમ

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની હરણફાળ વચ્ચે હવે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હોવાનો ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યની નદીઓ અને ભૂગર્ભજળમાં PFAS એટલે કે ‘ફોરેવર કેમિકલ્સ’ નામના જોખમી રસાયણો ભળી રહ્યા હોવાની આશંકાએ ચિંતા જગાવી છે. આ રસાયણો કુદરતી રીતે સરળતાથી નાશ પામતા નથી અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહેતા હોવાથી તેમને ‘ફોરેવર કેમિકલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગંભીર નોંધ લઈ ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે જવાબ માગ્યો છે.

*Hazardous Materials Advances* જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ સહિતના વિવિધ ઉદ્યોગોમાંથી નીકળતા ઔદ્યોગિક પ્રવાહી કચરાને કારણે જળસ્ત્રોતોમાં આવા રસાયણો ભળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા ઔદ્યોગિક તથા ટેક્સટાઇલ હબમાં કાપડને વોટરપ્રૂફ અને ડાઘ પ્રતિરોધક બનાવવા માટે વપરાતા ફ્લોરિનેટેડ કોટિંગ્સના સંભવિત સ્ત્રોત બની શકે છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ ક્લીનર્સ, મેટલ પ્લેટિંગ અને અન્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં પણ આવા સંયોજનોનો ઉપયોગ થતો હોવાની બાબત સામે આવી છે.

- Advertisement -

ચિંતાજનક બાબત એ છે કે ફ્લોરિનેટેડ કોટિંગ્સનો ઉપયોગ માત્ર ઉદ્યોગો પૂરતો મર્યાદિત નથી. રોજિંદા જીવનમાં વપરાતા ફાસ્ટ ફૂડના પેકેજિંગ, નોન-સ્ટીક વાસણો, કોસ્મેટિક ઉત્પાદનો અને રિફાઇનરીઓમાં આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતા ખાસ પ્રકારના ફીણમાં પણ આ રસાયણો મળી શકે છે. પરિણામે ઔદ્યોગિક કચરા ઉપરાંત અન્ય માધ્યમોથી પણ પર્યાવરણમાં ફ્લોરિનેટેડ કોટિંગ્સ પહોંચવાની સંભાવના રહે છે.

સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યની સાબરમતી, મહી, નર્મદા અને તાપી જેવી મુખ્ય નદીઓ તેમજ વિવિધ શહેરોના ભૂગર્ભજળમાં PFASનું પ્રમાણ કેટલું છે? ઉપલબ્ધ માહિતી અનુસાર, આ રસાયણોની હાજરી અને પ્રમાણ જાણવા માટેનો પૂરતો સત્તાવાર ડેટાબેઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઉપલબ્ધ નથી. બીજી તરફ ઔદ્યોગિક કચરામાં PFASની મહત્તમ સ્વીકાર્ય મર્યાદા નક્કી કરતાં સ્પષ્ટ કાયદેસર ધોરણોનો અભાવ પણ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાતોના મતે, PFASના લાંબા ગાળાના સંપર્કથી માનવ શરીરમાં હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડની સમસ્યાઓ, લીવરને નુકસાન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને ચોક્કસ પ્રકારના કેન્સરનું જોખમ વધી શકે છે. આથી પીવાના પાણીની ગુણવત્તા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે આ રસાયણોની તપાસ અત્યંત જરૂરી બની છે.

હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની દરમિયાનગીરી બાદ ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. રાજ્યની મુખ્ય નદીઓ, ઔદ્યોગિક વિસ્તારો અને ભૂગર્ભજળના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ, પ્રદૂષણના સ્ત્રોતોની ઓળખ અને ઉદ્યોગો માટે કડક નિયંત્રણો નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું રક્ષણ પણ એટલું જ અનિવાર્ય છે, કારણ કે પાણી જ જો પ્રદૂષિત બનશે તો તેની કિંમત આવનારી પેઢીઓએ ચૂકવવી પડી શકે છે.

ફોરેવર કેમિકલ્સ એટલે શું?
આ રસાયણોને ફોરેવર કેમિકલ્સ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેના કાર્બન-ફ્લોરિન બોન્ડ અત્યંત મજબૂત હોય છે, હજારો માનવસર્જિત રસાયણોનો એક સમૂહ હોવાથી પર્યાવરણ કે માનવ શરીરમાં વર્ષો સુધી નાશ પામ્યા વિના ટકી રહે છે. ચોંકાવનારી હકીકત એ છે કે રાજ્યના સામાન્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ પાણીમાંથી આ ઝેરી રસાયણોને સંપૂર્ણપણે દૂર કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આ રસાયણ સરળતાથી તૂટતા ન હોવાથી માટી, હવા, જળસ્ત્રોત અને ભૂગર્ભજળમાં ભળી જાય છે. આ કારણોસર જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતના જળસ્ત્રોતમાં ફોરેવર કેમિકલ્સને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં હવે પાણીમાં ફોરેવર કેમિકલ્સની મર્યાદા નક્કી થાય તેવી શક્યતા
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પીવાના પાણી અને ઔદ્યોગિક કચરામાં ફોરેવર કેમિકલ્સના નિયંત્રણને લઈને નવા નિયમો લાગુ થાય તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પાણીમાં ફોરેવર કેમિકલ્સની હાજરીને લઈને ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય પર્યાવરણ અને સીપીસીબી પાસે ખુલાસો માંગ્યો છે. આ જોતાં હવે પીવાના પાણીના ફોરેવર કેમિકલ્સની મહત્તમ મર્યાદા નક્કી થઈ શકે છે.

You Might Also Like

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો

દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી માટે હવે રૂ.2500 ફી ચૂકવવી પડશે

રાજકોટમાં પુરાતત્ત્વ વિભાગની રેઢિયાળ કામગીરી: ‘રાષ્ટ્રીય વારસા સપ્તાહ’ની ઉજવણી વચ્ચે ૧૯૬ રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ

હરિદ્વારમાં રાધા મોહન કુંજ આશ્રમે ખાંડેખા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
Next Article 24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 24 seconds ago
24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો
શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
રાજકોટમાં 19 લાખની આંગડિયા પેઢી લૂંટમાં સૂત્રધાર બેલડી 116 દિવસે આગ્રાથી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ત્રંબામાં સરકારી જમીન પર 15 વર્ષથી દબાણ કરનાર ડી.જે.ના ધંધાર્થીને 3.88 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 24 seconds ago
રાજકોટ

પેટ્રોલ પમ્પ ઉપર નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ગુજરાત

દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી માટે હવે રૂ.2500 ફી ચૂકવવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?