By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    3 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    4 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    4 days ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    5 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!
    19 minutes ago
    જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર
    34 minutes ago
    ગોલ્ડમાં ગોલમાલ ! : રેનિયમ પાઉડરથી ગ્રાહકો સાથે છેતરપિંડીનો ખેલ
    1 hour ago
    નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
    ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    40 minutes ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    2 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    5 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 160 કરોડનું SSC પરીક્ષા કૌભાંડ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 160 કરોડનું SSC પરીક્ષા કૌભાંડ!
રાષ્ટ્રીય

160 કરોડનું SSC પરીક્ષા કૌભાંડ!

Khaskhabar Editor
Last updated: 2026/11/23 at 2:16 PM
Khaskhabar Editor 14 minutes ago
Share
3 Min Read
SHARE

હાઈટેક સ્કેમઃ 4 લાખમાં સરકારી પરીક્ષા પાસ, ઉમેદવાર ફક્ત માઉસ હલાવે અને હેકર પ્રશ્નોના જવાબ આપે

દેશના લાખો યુવાનો સરકારી નોકરીના સપના સાથે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ કોચિંગ અને પુસ્તકો પાછળ ખર્ચ કરે છે. પરંતુ કલ્પના કરો કે પરીક્ષા ખંડમાં તમારી બાજુમાં બેઠેલો ઉમેદવાર માત્ર CCTV કેમેરાને છેતરવા માટે કમ્પ્યુટરનું માઉસ આમ-તેમ ફેરવતો હોય, અને તેના પ્રશ્નોના જવાબ ક્યાંક દૂર બેઠેલો કોઈ હેકર આપી રહ્યો હોય તો! ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF)ની તપાસમાં સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ની ઓનલાઈન ભરતી પરીક્ષાઓમાં આવું જ એક ₹૧૬૦ કરોડનું હાઈ-ટેક કૌભાંડ સામે આવ્યું છે. મે ૨૦૨૬ માં એક સામાન્ય દરોડાથી શરૂ થયેલી આ તપાસ નવેમ્બર ૨૦૨૬ માં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દેશના સૌથી મોટા ડિજિટલ પરીક્ષા કૌભાંડ તરીકે બહાર આવી છે. મે મહિનામાં આ મામલો માત્ર એક કેન્દ્ર અને ૭ આરોપીઓ પૂરતો મર્યાદિત લાગતો હતો. પરંતુ જપ્ત કરાયેલા લેપટોપ અને સર્વર ડેટાની ફોરેન્સિક તપાસ પૂર્ણ થતાં ૨૧-૨૨ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ ચોંકાવનારા ખુલાસા થયા. તપાસમાં ૭ રાજ્યોના ૩૦ કેન્દ્રોની સિસ્ટમ હેક થઈ હોવાના નક્કર પુરાવા મળ્યા બાદ ગાઝિયાબાદના વેવ સિટી પોલીસ સ્ટેશનમાં આ તમામ ૩૦ પરીક્ષા કેન્દ્રો અને અંદાજે ૩૦ મુખ્ય આરોપીઓ સામે નવી FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ૧૫ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

- Advertisement -

ક્યારે, ક્યાં અને કેવી રીતે થયો પર્દાફાશ?
આ સમગ્ર કૌભાંડના પર્દાફાશની શરૂઆત ૨૨ અને ૨૩ મે, ૨૦૨૬ ના રોજ થઈ હતી. UP STFના નોઈડા યુનિટે ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં આવેલા ‘બાલાજી ડિજિટલ ઝોન’ પરીક્ષા કેન્દ્ર, બોધી તારુ ઇન્ટરનેશનલ સ્કૂલ અને અન્ય એક કેન્દ્ર પર ચાલુ પરીક્ષાએ દરોડા પાડયા હતા. તે સમયે CAPF, SSF કોન્સ્ટેબલ (GD), SSC CPO અને આસામ રાઈફલ્સની ઓનલાઈન ભરતી પરીક્ષાઓ ચાલી રહી હતી. દરોડામાં STF એ બે ઉમેદવારો સહિત ૭ લોકોની ધરપકડ કરી હતી, જેમાં કેન્દ્રના સંચાલક પ્રદીપ ચૌહાણ અને ટેકનિકલ માસ્ટરમાઈન્ડ અમિત રાણાનો સમાવેશ થતો હતો. તેમની પાસેથી ₹૫૦ લાખ રોકડા, ૧૦ મોબાઈલ ફોન, ૫ લેપટોપ, રાઉટર, ઉમેદવારોની યાદી, એડમિટ કાર્ડ અને નકલી ઓળખપત્રો (ID કાર્ડ) જપ્ત કરવામાં આવ્યા હતા.

કૌભાંડનો વ્યાપ : 7 રાજ્ય, 30 કેન્દ્રો અને 3,777 ઉમેદવાર
STFની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ નેટવર્ક ૨૦૨૫ થી સક્રિય હતું અને અત્યાર સુધીમાં યોજાયેલી લગભગ ૧૬ જેટલી પરીક્ષાઓમાં (જેમાં ૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થયેલી SSC MTS પરીક્ષાનો પણ સમાવેશ થાય છે) ગેરરીતિ આચરાઈ હતી.
પ્રભાવિત રાજ્યોઃ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અણાચલ પ્રદેશ અને ઝારખંડ.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અસરઃ માત્ર UP ના આગ્રા, ઝાંસી, કાનપુર, મેરઠ, પ્રયાગરાજ અને ગ્રેટર નોઈડાના કેન્દ્રો પર જ ૧,૨૪૮ કમ્પ્યુટર સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી હતી.
ઉમેદવારોની સંખ્યાઃ અમિત રાણાના લેપટોપ અને સર્વર ડેટા મુજબ, ગેંગે કુલ ૩,૭૭૭ ઉમેદવારોના પેપર બહારથી સોલ્વ કરાવ્યા હતા.

You Might Also Like

બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!

જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર

ગોલ્ડમાં ગોલમાલ ! : રેનિયમ પાઉડરથી ગ્રાહકો સાથે છેતરપિંડીનો ખેલ

નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં પુરાતત્ત્વ વિભાગની રેઢિયાળ કામગીરી: ‘રાષ્ટ્રીય વારસા સપ્તાહ’ની ઉજવણી વચ્ચે ૧૯૬ રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ
Next Article દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી માટે હવે રૂ.2500 ફી ચૂકવવી પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી માટે હવે રૂ.2500 ફી ચૂકવવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટમાં પુરાતત્ત્વ વિભાગની રેઢિયાળ કામગીરી: ‘રાષ્ટ્રીય વારસા સપ્તાહ’ની ઉજવણી વચ્ચે ૧૯૬ રક્ષિત સ્મારકોની માહિતીનો જ અભાવ
બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!
હરિદ્વારમાં રાધા મોહન કુંજ આશ્રમે ખાંડેખા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
રાજકોટમાં રોગચાળાનો ઉપદ્રવ: સપ્તાહમાં ડેન્ગ્યુના 5 અને શરદી-ઉધરસના 874 કેસ નોંધાયા
રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન અપાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતાં તત્ત્વો!

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

જીજાજીની બંને સાળાને અનોખીની ભેટ! : મથુરામાં બે સગા ભાઈની ઘોડેચઢી દરમિયાન જીજાજીએ પહેરાવ્યા રૂ.1-1 કરોડના હાર

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાષ્ટ્રીય

ગોલ્ડમાં ગોલમાલ ! : રેનિયમ પાઉડરથી ગ્રાહકો સાથે છેતરપિંડીનો ખેલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?