રાજકોટમાં વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય તૈયારીઓનો ધમધમાટ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તાવા પ્રસાદ અને શીલ્ડ વિતરણ કાર્યક્રમ પણ યોજાશે : જાહેર આમંત્રણ
- Advertisement -
રાજકોટ શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય, જાજરમાન અને દિવ્ય સ્વરૂપે ઉજવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ‘રાજકોટને ગોકુળીયું બનાવવાના’ સંકલ્પ સાથે
મહોત્સવના વિવિધ આયોજનોને સુવ્યવસ્થિત બનાવવા માટે અલગ-અલગ સમિતિઓની રચના અને જવાબદારીઓની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે હવે મહોત્સવના નાણાકીય સંકલન અને
સહયોગ માટે નિધિ સમિતિની રચના કરવામાં આવી છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ
રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા ઉપરાંત સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ
તથા સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાની ઉપસ્થિતિમાં નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. નિધિ સમિતિમાં સર્વસંમતિથી ડો. મનીષ ગોસાઈ, અજયભાઈ વાડોલીયા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ
પાટીલ, કમલેશભાઈ ગમારા, મનીષભાઈ વડેરીયા, લાખાભાઈ કનારા, રવિભાઈ ત્રાપજીયા, અશોકસિંહ ડોડીયા, દિલીપભાઈ સોલંકી, કિરીટસિંહ ડોડીયા, વિપુલભાઈ ગજ્જર, કુલદીપભાઈ વિસાણી, સંજયભાઈ ગોસ્વામી,
ચેતનભાઈ આસોદરીયા અને રાકેશભાઈ ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે.
જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા રાજકોટ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી વિવિધ સમાજોના આગેવાનો, કાર્યકર્તાઓ અને ધર્મપ્રેમી નાગરિકોનો સહયોગ મળી રહ્યો છે. મહોત્સવ દરમિયાન યોજાનારા વિવિધ
ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો માટે જરૂરી નાણાકીય સંકલન, સહયોગ અને વ્યવસ્થાના આયોજનમાં નિધિ સમિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નિધિ સમિતિમાં પસંદ થયેલા તમામ સભ્યોને સંતો-મહંતો, સામાજિક
અગ્રણીઓ તથા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં મહોત્સવને વધુ ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના તેમજ જવાબદારીઓની
ફાળવણીની કામગીરી સતત આગળ વધારવામાં આવશે તેમ સમિતિના સહ-ઇન્ચાર્જ કૌશિકભાઈ સરધારાએ જણાવ્યું હતું.
જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે શનિવાર, તા. 22 ઓગસ્ટના રોજ સાંજે 6:30 કલાકે કાલાવાડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય તાવા પ્રસાદ તથા શીલ્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું છે. સમિતિના ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ નડીયાપરાએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં જન્માષ્ટમી મહોત્સવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, વિવિધ મંડળો-સંસ્થાઓ તથા ધર્મપ્રેમી નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ
રહેશે. ગત વર્ષના જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન યોજાયેલી લતા સુશોભન અને ફ્લોટ સુશોભન સ્પર્ધા તેમજ તાજેતરમાં યોજાયેલી સૂત્ર સ્પર્ધાના વિજેતાઓને આ પ્રસંગે શીલ્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે.
વિજેતાઓને પ્રોત્સાહિત કરી આગામી મહોત્સવમાં વધુ સર્જનાત્મક, સંદેશાત્મક અને આકર્ષક ફ્લોટ તથા લતા સુશોભન સાથે ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવશે.
- Advertisement -
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ આ વર્ષના જન્માષ્ટમી મહોત્સવની થીમનું સંતોના પાવન હસ્તે થનાર અનાવરણ રહેશે. સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાના જણાવ્યા મુજબ, જન્માષ્ટમી મહોત્સવના સમગ્ર આયોજનને નવી
દિશા અને આધ્યાત્મિક ઊર્જા આપતી આ થીમનું અનાવરણ ઉપસ્થિત સૌ માટે વિશેષ આધ્યાત્મિક ક્ષણ બની રહેશે. સમિતિના માર્ગદર્શક શાંતુભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે અપૂર્વમુની સ્વામી ઉપસ્થિત રહી
ધર્મપ્રેમી ભક્તજનોને આશીર્વચન પાઠવશે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પાવન સંદેશ અને ધર્મમય જીવનના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપશે. ખાસ કરીને યુવાનોને પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી ભગવાન
શ્રીકૃષ્ણના કર્મયોગના ઉપદેશને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કરવામાં આવશે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શહેરના તમામ રાસ મંડળો, ગોપી મંડળો, સનાતન સંસ્થાઓ, જ્ઞાતિના આગેવાનો, મંદિર મંડળો, વેપારી મંડળો, મીડિયા પ્રતિનિધિઓ તથા મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
સેવા આપતા તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત મહોત્સવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને ‘કૃષ્ણઘેલા’ કાર્યકર્તાઓ સહિત રાજકોટની ધર્મપ્રેમી
જનતાને પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધાના વિજેતાઓનો ઉત્સાહ વધારવા તથા તાવા પ્રસાદનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડીએ રાજકોટવાસીઓને પરિવાર અને સ્વજનો
સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ પ્રસંગને ભક્તિ, એકતા અને ઉત્સાહના પર્વ તરીકે ઉજવવા અનુરોધ કર્યો છે. જ્યારે ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળાએ શહેરના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન્માષ્ટમી મહોત્સવમાં
સહભાગી થવા આહવાન કર્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ દ્વારા પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રાંશુભાઈ હઠી, નારાયણ ઓમ તાવ્યા, પ્રિન્સ જોબનપુત્રા, શિવમ રાઠોડ, સંજયભાઈ ગઢવી,
ધ્વનિતભાઈ સરવૈયા, હર્ષભાઈ મુત્રેજા, ધનરાજભાઈ રાઘાણી, કલ્પેશભાઈ લોધા, રાજુભાઈ ઉમરાણીયા, દિલીપભાઈ દવે, પંકજભાઈ તાવ્યા, આનંદભાઈ નેનોજી, યોગેશભાઈ ચોટલીયા, પૂર્વીશભાઈ વડગામા, યોગીભાઈ ત્રિવેદી,
જીતુભાઈ કેસુર, પ્રદીપભાઈ ચૌહાણ, મેહુલભાઈ ચૌહાણ અને સમીરભાઈ માનસેતા સહિતના કાર્યકર્તાઓ આયોજનને સફળ બનાવવા સક્રિય બન્યા છે.




