By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    47 minutes ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 hour ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    1 hour ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    2 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > 7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા
CRIME

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

Khaskhabar Editor
Last updated: 2026/08/21 at 2:33 PM
Khaskhabar Editor 2 hours ago
Share
13 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

‘સાહેબોને દેવા પડે, ઉપરથી લઈ PI સુધી ત્રણેયને દેવાના થશે’ : આજી ડેમ પોલીસે કરી ધરપકડ

- Advertisement -

રાજકોટના પુનિતનગર પાછળ માધવ વાટિકામાં રહેતા પટેલ કોન્ટ્રાક્ટર દિનેશ વલ્લભભાઈ ઠુમ્મર અને અન્ય સાત લોકોને ફસાવી મોટો તોડ કરવાનો મનસૂબો ઘડનાર કથિત પત્રકાર પરાગ પ્રજાપતિ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપી પરાગે CP બ્રજેશકુમાર ઝા, નિર્લિપ્ત રાય તથા સ્થાનિક PI સુધી તમામ અધિકારીઓ સાથે પોતાનું ‘સેટિંગ’ હોવાનો રોફ જમાવી 7 કરોડનું કામ ઉતારવાનો છે તેવા સીનસપાટા કરી ગર્ભિત ધાકધમકી આપી હતી આજી ડેમ પોલીસે હાલ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ કોટડાસાંગાણીનો પરાગ પ્રજાપતિ ફરિયાદીના વિસ્તારમાં ભાડે રહેવા આવ્યો હતો અને પત્રકાર તરીકેની ઓળખ આપી મિત્રતા કેળવી હતી. સાતેક મહિના પૂર્વે પરાગે યુ.પી.ના વિરેન્દ્ર ચૌહાણ સાથે પરિચય કરાવી તેને 5 લાખ આપવા ભલામણ કરી હતી. ફરિયાદીએ બેંક ટ્રાન્સફરથી 5 લાખ અને બાદમાં વધુ 2 લાખ મળી કુલ 7 લાખ આપ્યા હતા. મુદત પૂરી થતાં નાણાં પરત માગતા ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું કે, વિરેન્દ્રએ તેમની તથા અન્ય સાત લોકો સામે નાણાંની ઉઘરાણીની પોલીસમાં અરજી કરી છે. બાદમાં સ્પષ્ટ થયું કે, આ અરજી પરાગે જ કરાવી હતી. ફરિયાદીએ પરાગનો સંપર્ક કરતાં તેણે 15 મિનિટ 54 સેકન્ડની વાતચીતમાં સીપી, નિર્લિપ્ત રાય અને પીઆઈના નામે ધમકાવતા કહ્યું કે, “મેં ઉપર સીપી અને ડીસીપી બંને સાથે સેટિંગ કરેલું છે ત્યાં કોઈનું ન ચાલે. તમારો ઘરનો પીઆઈ હોય તોય ન ચાલે, આપણે ગોઠવ્યું છે એ રીતે સાહેબોને દેવા પડે. ત્રણ જગ્યાએ પીઆઈ સાહેબ સુધી દેવાના થશે. સીપી અને નિર્લિપ્ત રાય કોન્ટેક્ટમાં છે.આરોપી પરાગે પત્રકારની ઓળખ આપી વિસ્તારના લોકો સાથે સંબંધ બનાવી નાણાકીય જરૂરિયાતવાળા વચેટિયા વિરેન્દ્ર ચૌહાણને ટેકો કરવાના બહાને પૈસા કઢાવ્યા હતા. ત્યારબાદ પૈસા પરત આપવાના સમયે સામસામે ખોટી પોલીસ અરજીઓ કરાવી નાણાં આપનારાઓ પર કાનૂની દબાણ ઊભું કર્યું હતું અને ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓના નામે ‘સેટિંગ’ કરવાનો દાવો સમાધાન માટે મોટી રકમ પડાવવા ખેલ નાખ્યો હતો. આ ઓડિયો ક્લિપના આધારે પીએસઆઈ વરૂએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં 25 ગ્રામ એમડી અને 1.340 કિલોગ્રામ ગાંજા સાથે સગીર સહીત બે ઝડપાયા : સગીર માત્ર 500 રૂપિયા ખેપની લાલચમાં કારમાં ગાંજો લઇ જૂનાગઢ ડિલિવરી દેવા નીકળ્યો હતો

રાજકોટ એસઓજીની ટીમે બે દિવસ પહેલા 200 કિલોથી વધુનો ગાંજો જપ્ત કર્યા બાદ ફરી એસઓજીની ટીમે 24.940 ગ્રામ એમડીના જથ્થા સાથે નામચીન શખ્સને ઝડપી લઇ 7,89,720નો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં તે હત્યા, એટ્રોસિટી, ઠગાઈ સહીત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જયારે પ્રનગર પોલીસે 1.364 કિલોગ્રામ ગાંજા સાથે સગીરની ધરપકડ કરી કાર સહીત 5.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે સગીરને જૂનાગઢ ડિલિવરી દેવા જવાના એક ખેપના 500 રૂપિયા મળવાના હતા. મારુતિ કાર સહિત કુલ રૂ.5.70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે સઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ વી જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે શહેરના કુવાડવા-વાંકાનેર ચોકડી પાસે ભગીરથ એસોસિએટ પ્રાઈવેટ લિમિટેડ બેસ કેમ્પની સામે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળો શખ્સ કાર લઈને પસાર થતા કાર અટકાવી કારચાલકનું નામઠામ પૂછતાં કોઠારીયા રોડ ઉપર આવેલી સૂર્યોદય સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર જોરૂભા વાળા હોવાનું જણાવતા જડતી લેતા તેની પાસેથી રૂ.74,820ની કિંમતનો 24.940 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત બે મોબાઇલ, કાર સહિત કુલ 7,89,720નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે હત્યા સહિત 3 ગુના અત્યાર સુધીમાં નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે. જયારે પ્રનગર પીઆઇ એમ ડી મકવાણાની રાહબરીમાં પીએસઆઇ એસ ડી કોઠીવાર અને ટીમે બાતમી આધારે જૂની કલેક્ટર કચેરી પાસે વોચ ગોઠવી મોચી બજાર કોર્ટ પાસે રહેતા શખ્સની કાર અટકાવી જડતી લેતા 1.364 કિલોગ્રામ ગાંજો મળી આવતા આરોપીની ઉમર સગીર હોય ગુનો નોંધી ધરપકડ કડી ગાંજો, કાર, મોબાઈલ સહીત 5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ કરતા કાર હડાળાના શખ્સ પાસેથી 2800 રૂપિયાના ભાડેથી લાવ્યો હોવાનું અન્યુ ઉપલેટાના શખ્સને ગાંજો પહોંચાડવાનો હોવાની તેમજ ટ્રિપના તેને 500 રૂપિયા મળવાના હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

રાજકોટના નમર્દા પાર્ક ફ્લેટમાંથી દેશી પિસ્ટલ સાથે શખ્સને એસઓજીએ પકડી પાડ્યો : પાંચ મહિના પૂર્વે શોખ ખાતર 30 હજારમાં હથિયાર ખરીદ્યું હોવાની આપી કબૂલાત

રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે શહેર એસઓજીની ટીમે બાતમી આધારે રાજનગર ચોક નજીક પંડિત દિનદયાળ રોડ પર આવેલા નમર્દા પાર્ક એપાર્ટમેન્ટનામાં દરોડો પાડી દેશી પિસ્ટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો પાંચ મહિના પૂર્વે શોખ ખાતર 30 હજારમાં હથિયાર ખરીદ કર્યું હોવાની કબૂલાત આપી છે. રાજકોટમાં ગેરકાયદે હથિયારો રાખીને સીન સપાટા કરતા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી વી ચુડાસમાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને સ્નેહભાઈ ભાદરકાને મળેલી બાતમી આધારે નમર્દા પાર્ક એપાર્ટમેન્ટનામાં દરોડો પાડી સાધુ વાસવાણી રોડ ઉપર ગુરુજીનગર ક્વાર્ટરમાં રહેતા પારસ ઉર્ફે પારલેજી લક્ષ્મણભાઈ પરમાર ઉ.29ને એક દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો પોલીસે હથિયાર તથા એક મોબાઈલ ફોન મળી 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક પૂછપરછમાં પારસ નમર્દા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મિત્રો સાથે રહેતો હતો. આ હથિયાર પાંચ મહિના પહેલા 30 હજારમાં લઈ આવ્યો હતો અને શોખ ખાતર હથિયાર રાખ્યુ હોવાનું રટણ કરી રહ્યો છે તે અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઈ ચૂકયો છે. આ હથિયાર કયાંથી અને કોની પાસેથી લાવ્યો જે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

અગાસી પર કપડાં સૂકવતી મહિલાના ઘરમાં ઘુસી શખ્સે આચર્યું બળજબરીથી દુષ્કર્મ : સંતાન-પતિને મારી નાખીશ કહી ધમકી આપી : પ્રનગર પોલીસે કરી અટકાયત

રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા શખસે મકાનની છત ઉપર કપડા સુકવતી મહિલાના ઘરમાં ઘુસી પાછળથી બળજબરીથી પકડી રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો તારા સંતાન અને પતિને જાનથી મારી નાખીશ કહી ધમકી આપી નાસી જતા મહિલાએ ફરીયાદ કરતા પ્રનગર પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. રાજકોટમાં માઉન્ટેડ પોલીસ લાઈન પાછળ આવેલા વિસ્તારમાં રહેતા પીયુષ ભુપતભાઈ દંડેયા નામના શખ્સે મહિલાના ઘરમાં ઘૂસીને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરી નાસી છુટયો હતો. બનાવને પગલે મહિલાએ તેના પતિને વાત કરી હતી કે પોતાના ઘરની અગાસી પર કપડાં સુકવવા ગયા હતા, ત્યારે આરોપી પીયુષ દંડેયા પાછળથી આવી પહોંચ્યો હતો. તેણે મહિલાનું મોં દબાવીને ઓરડીમાં ખેંચી લીધા હતા અને બૂમાબૂમ કરશે તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ બહાર ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીએ તેમને પકડીને પલંગ પર પછાડી દીધા હતા, જેમાં પીડિતાને શરીરે છોલછાલની ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ પીડિતાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.બાદમાં આરોપીએ મહિલાને ધમકી આપતા જણાવ્યું હતું કે, “આ વાતની જાણ જો કોઈને કરીશતો હું તારા પતિ અને દીકરાને જાનથી મારી નાખીશ”. આ ધમકી આપીને આરોપી અગાસી પરથી કૂદકો મારીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવના મામલે પીઆઈ મકવાણાએ ગુનો નોધી આરોપીને સકંજામાં લઈ વિશેષ પુછતાછ કરી વિશેષ કાર્યવાહી કરી છે.

રાજકોટમાં પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ : પોલીસમાં અરજી કરવા ગઈ તો પતિ ઘરને તાળું મારીને ભાગી ગયો

રાજકોટના કોઠારીયાની રિયલ હોમ સોસાયટીમાં રહેતા માલતી ઉર્ફે માનસી દામોદરભાઈ સાંગાણી ઉ.43એ તેના પતિ દામોદરભાઈ વીરજીભાઈ સાંગાણી સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી પરિસ્થિતિ નબળી હોય જેથી મારા પિતાના ઓળખિતા મારફતે મારા લગ્ન 2012માં દામોદર સાંગાણી સાથે થયા હતા મારા પતિ મૂળ ભાડેર ગામના છે મારા સાસુ-સસરા ગામડે રહે છે મારા પતિ દામોદર ફર્નિચરનો ધંધો કરે છે તે લગ્નના થોડા સમય બાદથી મારી સાથે નાની-મોટી બાબતે જઘડા કરતા આવે છે અને અમારા દિકરાની ફી તથા ઘરખર્ચ પણ પૂરૂ પાડતા ન હોય આ બાબતે હુ કહુ તો તે મને તથા મારા દિકરાને ઘરેથી નીકળી જવા કહે છે અને મને આવી રીતે માનસિક ત્રાસ આપે છે અને અવાર-નવાર મારી સાથે મારકૂટ કરે છે અને હાલ મારા માતા મોટી ઉમરના હોય અને તેઓ મારી વિધવા બહેન સાથે અમદાવાદ રહેતા હોય અને તેમનુ ગુજરાન પણ માંડ-માંડ ચલાવતા હોય આથી તેઓ પણ મને કોઈ મદદ કરી શકે તેમ ન હોય તેમજ હાલ સુધી મે મારા આ દિકરાની હિસાબે કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ નથી પરંતુ આશરે પાંચેક મહિના પહેલા મારા પતિ ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ હતા ત્યાર બાદ આશરે બે મહિના પહેલા પરત આવેલ અને મે તેઓને કારણ પુછતા તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ મને ઢીકા-પાટુનો માર મારેલ હતો અને બાદ મારા દિકરાની ફી ભરવાની હોય અને દૂધવાળાના પૈસા આપવા માટે મે પૈસાની માંગણી કરતા મને ગંદી ગાળો આપવા લાગેલ અને અચાનક ઉશ્કેરાઈ જઈ મને ઢીકા-પાટુનો માર મારવા લાગેલ અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હું ડરીને પોલીસ સ્ટેશન ખાતે આ અરજી કરવા ગઈ હતી અને પછી પરત ઘરે જતા મારા પતિ ઘરને તાળુ મારીને જતા રહેલ હતા અને તે આખો દિવસ અમે ઘરની બહાર બેઠા હતા જેથી અમારી સો.સાના પાડોસીઓએ અમને જમવાનુ આપેલ અને બાદ મે મારા ઘરનુ તાળુ તોડી નાખેલ હતુ જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટના 80 ફૂટ રોડ આંબેડકરનગરમાંથી 7.83 લાખનો દારૂ ઝડપાયો : ક્રાઇમ બ્રાન્ચે 8 લાખના મુદામાલ સાથે એકની કરી ધરપકડ : ત્રણની શોધખોળ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે 80 ફૂટ રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં દરોડો પાડી એક બુટલેન્ગરને 7.83 લાખની કિંમતની 2832 બોટલ દારૂ સહીત 8,03,320 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર, સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઈ વી ડી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના જયરાજ્ભાઇ કોટીલા, ધારાભાઈ વનારીયા, રાજેશભાઈ જળું અને પ્રદિપસિંહ જાડેજા સહિતને મળેલી બાતમી આધારે 80 ફૂટ રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડતા ઘરમાંથી 7,83,360 રૂપિયાનો 2832 બોટલ દારૂ મળી આવતા પોલીસે સાહિલ બળવંતભાઈ વોરાની ધરપકડ કરી મોબાઈલ, દારૂ સહીત 8,03,320 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો સાહિલની પૂછતાછમાં હિતેશ કનાભાઇ ગોહેલ, દિપક ઉર્ફે ધોનો વિનોદભાઈ ચૌહાણ અને અજય ભુપતભાઇ રાઠોડના નામ ખુલતા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે દિપક ઉર્ફે ધોનો અગાઉ દારૂના ગુનામાં અમદાવાદમાં પકડાઈ ચુક્યો છે.

સ્વાતિ પાર્કમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે સ્વાતિ પાર્ક મેઈન રોડ પર આવેલ પેટ્રોલ પમ્પવાળી શેરીમાં દરોડો પાડી જુગાર રમતા જતીન દિનેશભાઇ પરમાર, સંજય રામાભાઇ ચીરોટીયા, મયૂરરાજ ભુરૂભા ઝાલા, રાજેશ નવઘણભાઇ સિંધવ, ગોપાલ સરજુભાઈ ટીલાવત અને રમેશ સામતભાઇ મકવાણાની ધરપકડ કરી રોકડા 13,800 કબ્જે કર્યા છે.

You Might Also Like

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના એએસઆઈ નિલેશભાઈ મકવાણાનું ગોંડલ ખાતે સન્માન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ
Next Article કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIMEરાજકોટ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?