શ્રાવણ મહિનામાં ફરાળી ખાદ્યચીજોના વેચાણ પર મનપાના આરોગ્ય વિભાગની તવાઈ
શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખાદ્યચીજોની માંગમાં વધારો થતાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ફરાળી પેટીસ, ફરાળી લોટ સહિતની ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમો સામે સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું
છે. ફરાળી ખાદ્યચીજોમાં યોગ્ય સ્ટાર્ચ, ફરાળી રો-મટિરિયલનો ઉપયોગ થાય છે કે નહીં, તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહની સ્થિતિ જળવાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમે વિવિધ વિસ્તારોમાં કુલ 47 પેઢીની તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાસી અને અખાદ્ય ખાદ્યચીજોનો કુલ અંદાજે 50 કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટોરેજ, લાઇસન્સ અને
હાઇજેનિક કન્ડિશન અંગે ખામીઓ જણાતાં 5 પેઢીને નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ.17,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરાળી પેટીસ અને ફરાળી લોટ સહિતના 4 નમૂના લેવામાં આવ્યા
હતા. તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવતા કુલ 4 પેઢીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પટેલ ડેરી ફાર્મ, લક્ષ્મીનગર કોર્નર, નાના મવા રોડ ખાતે લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી
હતી અને રૂ.1,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ફરાળી ખાદ્યચીજોનું સેવન વધતું હોવાથી આવી ચીજોના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. આવા સંજોગોમાં અખાદ્ય પદાર્થો, પ્રતિબંધિત ફૂડ કલર, વાસી ખોરાક અને અયોગ્ય સ્ટોરેજ
જેવી બાબતો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લઈ ગુણવત્તાની ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી છે.
ફૂડ વિભાગની ટીમે એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ, પંચવટી મેઇન રોડ, અતિથિ ચોક, 66 ફૂટ રોડ, કોઠારીયા રોડ, દોશી હોસ્પિટલ રોડ, માલવિયા નગર અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ખાદ્ય એકમોની તપાસ કરી હતી.
તપાસ કરાયેલી પેઢીઓમાં બાલાજી ઘુઘરા, પતિરા બ્રધર્સ, અતુલ બેકરી (મલ્ટી ગ્રેન ફૂડ પ્રા. લી.), પાયલ ડેરી ફાર્મ, પાયલ પંજાબી ફૂડ, શક્તિ ચેવડો વેફર, ભવાની ગાંઠિયા, બજરંગ ફરસાણ, સિયારામ સ્વીટ, રામ કૃપા ડેરી
ફાર્મ, અંબિકા ફરસાણ, ખાના ખજાના, શ્રી જલારામ પ્રોવિઝન સ્ટોર અને બિકાનેર સ્વીટ માર્ટનો સમાવેશ થાય છે. 66 ફૂટ રોડ વિસ્તારમાં સૂર્યા ઢોસા, સ્વાદની મહેક, સીતારામ રેસ્ટોરન્ટ, રામદેવ રાજસ્થાની સ્પેશિયલ રેસ્ટોરન્ટ
અને ફેમિલી ઢોસા પોઇન્ટની પણ તપાસ કરવામાં આવી હતી. કોઠારીયા રોડ પર ખોડીયાર રેસ્ટોરન્ટ, દોશી હોસ્પિટલ રોડ પર બાલાજી રેસ્ટોરન્ટ અને ભરાડ કેન્ટીન તથા માલવિયા નગરમાં ખોડીયાર ફૂડ ઝોનની તપાસ કરાઈ
હતી. આકાશવાણી ચોક અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં પણ ફૂડ વિભાગે વ્યાપક તપાસ હાથ ધરી હતી. જલારામ અલ્પાહાર, ટ્વિલાઇટ સોડા, હરિકૃષ્ણ દાળપકવાન, રાકેશ સેલ્સ એજન્સી, જય બાલાજી પાઉંભાજી, શ્રી ગુરુકૃપા
જમણવાર, જયઅંબે ગાંઠિયા, શ્રી ગણેશ ખમણ એન્ડ ખીરું, મહાદેવ દેશી વઘાર, નાસ્તા ઘર, સોમનાથ પાઉંભાજી, અક્ષર દાળ પકવાન, ભાગ્યોદય ગાંઠિયા રથ, ભારત ડાઇનિંગ હોલ અને શ્રી રામવિજય ડેરીફાર્મ સહિતના
એકમોમાં તપાસ કરવામાં આવી હતી.
- Advertisement -
આ ચાર પેઢીને સીલ કરાઇ
માનવઆશ્રમ સામે નાયરા પેટ્રોલપંપ પાસે, કોઠારીયા રોડ ખાતે આવેલી જય રામનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી એકમમાં તપાસ કરતાં વાસી તથા અખાદ્ય મંચૂરિયન અને અન્ય પ્રિપેર્ડ ફૂડનો આશરે 13 કિલો જથ્થો મળી આવ્યો
હતો. આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો. પેઢીને હાઇજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ પેઢીને સીલ પણ કરવામાં આવી હતી.
કવિ નાનાલાલ માર્ગ શિરોમણી કોમ્પલેક્ષ ખાતે આવેલી હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ એકમમાં તપાસ દરમિયાન અમાન્ય ફૂડ કલર મળી આવ્યો હતો. સાથે જ આશરે 8 કિલો વાસી ખાદ્યચીજો મળી આવતા તેનો સ્થળ પર
જ નાશ કરવામાં આવ્યો હતો. યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો અને પેઢીને સીલ કરવામાં આવી હતી.
યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન સામે આવેલી ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન પ્રતિબંધિત ફૂડ કલર મળી આવ્યો હતો. ફ્રિજમાં સંગ્રહેલી વાસી ગ્રેવી, પાઉંભાજી તથા બાફેલા સલાડનો આશરે 11
કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. હાઇજેનિક કન્ડિશન અને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. પેઢીને સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી.
યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન સામે આવેલી એન્જલ ચાઇનીઝ પંજાબીમાં પણ પ્રતિબંધિત ફૂડ કલર મળી આવ્યો હતો. વાસી પ્રિપેર્ડ ફૂડ અને સડેલા શાકભાજીનો આશરે 18 કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો
હતો. પેઢીને હાઇજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો અને પેઢીને સીલ કરવામાં આવી હતી.
ફરાળી પેટીસ અને પનીરના નમૂના લેવાયા
પંચવટી મેઇન રોડ વર્ષા કોમ્પલેક્ષમાં આવેલી સમૃદ્ધ ડેરી ફાર્મમાંથી લૂઝ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો
એસ્ટ્રોન ચોક ખાતે આવેલા કૈલાશ ફરસાણમાંથી ફરાળી પેટીસનો નમૂનો લેવાયો હતો.
એસ્ટ્રોન ચોક ખાતે આવેલા મહેશ વિજય ડેરી ફાર્મમાંથી લૂઝ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો
અમીન માર્ગ ખાતે આવેલા શ્રી હરી ફરાળમાંથી લૂઝ ફરાળી પેટીસનો નમૂનો લેવામાં આવ્યો હતો.




