અભિષેક, પૂજન-અર્ચન, શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ સહિતના અનુષ્ઠાનોનો પ્રારંભ
આજથી ભગવાન શિવને પ્રિય એવા એટલે કે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. મહાદેવજીને શ્રાવણ માસ અતિ પ્રિય હોવાથી આ મહિનામાં કરેલી શિવજીની પૂજા, અર્ચના તથા આરાધના ઉત્તમ ફળ આપે છે. શ્રાવણ માસ
હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તો શિવજીની પૂજા, ઉપવાસ અને ભક્તિ કરીને આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ મેળવે છે. શ્રાવણ માસ ભક્તોને
આધ્યાત્મિક રીતે શિવજી સાથે જોડાવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક પૂરી પાડે છે. આ મહિનો ધાર્મિક ઉત્સાહ, ભક્તિ અને પવિત્રતાનો પ્રતીક છે.
- Advertisement -
શહેરના આશરે 600 જેટલા શિવજીના મંદિરોમાં ભક્તો મહાદેવની આરાધનામાં લીન થયા છે. ભાવિકો શિવલિંગ અભિષેક, પૂજન અર્ચન, મહામૃત્યુંજય જાપ, મહાઆરતી સહિતના અનુષ્ઠાનો કરીને જીવને શિવમાં પરોવવાનો
પુરૂષાર્થ કરશે. શિવાલયોને કલાત્મક સુશોભનો તથા પંચનાથ મહાદેવ મંદિરને રોશનીના શણગાર કરાયા છે. આજે સવારથી જ ભકતોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળી રહી છે. રાજકોટના સુપ્રસિધ્ધ ગ્રામ્ય દેવતા રામનાથ
મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્ર્વર મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ સહિતના શિવાલયોમાં ભકતોની ભીડ જોવા મળી રહી છે.




