મેયર ડો. નેહલ શુકલે લોકોને પોતાનો કચરો આડેધડ નહીં ફેકવાનાં શપથ લેવડાવ્યા
1 કિલોમીટરના રૂટ પર 9 જેટલા વિશેષ સ્ટેજ, સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા
- Advertisement -
કલાકારોએ ગુજરાતની લોકસંસ્કૃતિ, ક્લાસિકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ, ડાંગી નૃત્ય, કઠપૂતળી અને રાજસ્થાની નૃત્ય રજૂ કર્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે 09:00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે “તિરંગા યાત્રા ભવ્ય પ્રારંભ થયો હતો. આ તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન
કરી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ હતી. જેમાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, JCP ચૈતન્ય માંડલિક,
કલેક્ટર ઓમ પ્રકાશ, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્તપલ જોશી ઉપસ્થિત રહ્યા હતા.રાજકીય અગ્રણીઓમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, ગોવિંદ પટેલ અને
રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા જ હાજર રહ્યા હતા. તેમજ પાંચ પૂર્વ મેયર એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ તકે સ્ટેજ પરથી મેયર ડો. નેહલ શુકલે લોકોને પોતાનો કચરો આડેધડ નહીં ફેકવાનાં શપથ
લેવડાવ્યા હતા. આ તિરંગા યાત્રામાં શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, NSSના વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાજિક સંસ્થાઓ જોડાતાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. 1 કિલોમીટરના રૂટ પર 9 જેટલા વિશેષ સ્ટેજ
તૈયાર કરવામાં આવ્યા હતા, તિરંગા યાત્રામાં કલાકારો દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, ક્લાસિકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ, ડાંગી નૃત્ય, કઠપૂતળી અને રાજસ્થાની નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત
સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.




