FSSAIના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, ભેળસેળ સામે ગુજરાત સહિતના રાજ્યોમાં ઝુંબેશ
ખાદ્યચીજોમાં ભેળસેળ-નબળી ગુણવતા સાથે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા મામલે ગુજરાત-રાજસ્થાન સહિતના કેટલાંક રાજયોમાં જોરદાર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે દેશમાં વેચાતી દર પાંચમી ખાદ્યચીજ હલ્કી ગુણવતાની કે ગુણવતા નિયમ મુજબની નહીં હોવાનો ચોંકાવનારો રિપોર્ટ જારી થયો છે. દેશભરમાં ખાદ્યચીજોમાં મિલાવટ કે હલ્કી ગુણવતા માટે વેપારી-કંપનીઓની નફાખોરી કે બેદરકારીને જવાબદાર ગણવામાં આવતી હોય છે. સમગ્ર દેશમાં હલ્કી ગુણવતાની ખાદ્યચીજોના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે.
- Advertisement -
ખાદ્ય નિયામક એફએસએસએઆઈના સંસ્થાકીય રિપોર્ટ પ્રમાણે ખાદ્ય સુરક્ષાના નિયમો-માપદંડનુ પાલન થતુ ન હોય તેવી સબ સ્ટાંડર્ડ ચીજોની સંખ્યા સૌથી વધુ છે. તપાસ-લેબ ચકાસણી હેઠળના દર પાંચમાંથી એક નમુનો સબ સ્ટાંડર્ડ રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે મિલાવટ તથા હલ્કી ગુણવતા ધરાવતી ખાદ્યચીજોનુ પ્રમાણ વર્ષોવર્ષ વધી જ રહ્યું છે. ૨૦૨૦માં હળવી ચીજોની માત્રા ૫૩.૭ ટકા હતી તે ૨૦૨૫માં ૬૫.૫ ટકાએ પહોંચી હતી. જો કે, તંત્રની અસરકારક કામગીરીથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. ૨૦૨૦-૨૧માં ૨૮૩૪૭ ખરાબ નમુનામાંથી હલ્કી ગુણવતાના ૨૬.૧ ટકા હતી. ૨૦૨૪-૨૫માં ૩૪૩૮૮ નમુનામાંથી ૨૦.૨ ટકા સબસ્ટાંડર્ડ હતા.
બીજી તરફ આરોગ્ય માટે હાનિકારક ખાદ્યચીજોની માત્રા સતત વધી રહી છે. ૨૦૧૯-૨૦માં નિષ્ફળ ગયેલા ૧૫.૫ ટકા નમુના લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા. ૨૦૨૦-૨૧માં આ પ્રમાણ ૧૮.૪ ટકા, ૨૦૨૧-૨૨માં ૧૪.૮ ટકા, ૨૦૨૨-૨૩માં ૨૦.૨૧ ટકા તથા ૨૦૨૪-૨૫માં ૨૩.૧ ટકા નમુના આરોગ્ય માટે હાનિકારક હતા. ક્રુડ વિભાગ મિલાવટ-હલ્કી ગુણવતા મામલે દંડ તથા ફોજદારી કાર્યવાહી પણ કરી જ રહ્યું છે અને તેમાં પણ સતત વધારો થયો છે. ૨૦૧૯-૨૦માં ૩૨૦૯૩ કંપનીઓ-તૈયારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા જયારે ૨૦૨૪-૨૫માં ૩૮૮૩૪ કંપનીઓ પર ગુના નોંધવામાં આવ્યા હતા અને તેમાંથી ૮૦.૯ ટકાને સજા થઈ હતી.




