ડાંગર પરિવાર દ્વારા વિખ્યાત કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતાનું ભવ્ય સ્વાગત કરાયુ
ડાંગર પરિવારના ઘર આંગણે અને જનસંપર્ક કાર્યાલયે સર્જાયો આધ્યાત્મિક માહોલ
- Advertisement -
દિવ્ય વિચારો-પ્રેરણાદાયી પ્રવચનથી ઉપસ્થિતોમાં સંસ્કાર, સત્સંગ અને અધ્યાત્મ પ્રત્યે નવી ઊર્જા જાગી
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વિખ્યાત કથાકાર અને શ્રીમદ ભાગવત પારાયણ દ્વારા સમગ્ર વિશ્વને આધ્યાત્મિક રસપાન કરાવનાર પૂજ્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતાના પાવન આગમનનો અનેરો અવસર સર્જાયો હતો. મહાનગરપાલિકાની રોશની સમિતિના પૂર્વ ચેરમેન તેમજ પૂર્વ કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર અને પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરના જનસંપર્ક કાર્યાલય ખાતે તેમના પાવન પગલાં પડતાં સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ભાવના અને સત્સંગના રંગે રંગાઈ ગયો હતો. ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ પોતાના દિવ્ય વિચારો, આધ્યાત્મિક સંદેશ અને જીવનમૂલ્યો પર આધારિત પ્રેરણાદાયી પ્રવચન દ્વારા ઉપસ્થિતોને જીવનમાં સદાચાર, સંસ્કાર અને માનવસેવાના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. તેમના વચનામૃત સમાન પ્રવચનથી ઉપસ્થિત શ્રોતાઓને આધ્યાત્મિક શાંતિ અને સત્સંગનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ડાંગર પરિવાર દ્વારા પૂજ્ય મહેમાનનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉપસ્થિત લોકોએ ડો. મહાદેવ પ્રસાદ મહેતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, મેઘાભાઈ ડાંગર, હિતેશભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર, મનીષભાઈ મહેતા, સરોજબેન મહેતા, આકાશભાઈ દાવડા, મુન્નાભાઈ લાવડીયા, મહેતાભાઈ, ગીતાબેન ડાંગર, દેવિકાબેન ડાંગર, સોસાયટીના પ્રમુખ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતાના આગમનથી સમગ્ર વિસ્તાર ભક્તિ, સત્સંગ અને આધ્યાત્મિક ઊર્જાના માહોલથી ગુંજી ઉઠ્યો હતો અને ઉપસ્થિતોએ આ પ્રસંગને જીવનની યાદગાર ક્ષણ તરીકે વર્ણવ્યો હતો.




