By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    15 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    16 hours ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    2 days ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    2 days ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    18 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    7 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:11 PM
Khaskhabar Editor 2 months ago
Share
9 Min Read
SHARE

આ ફિલ્મ 7 મે 2026માં રિલીઝ થઈ છે. હાર્દિક ગજ્જરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા કૃષ્ણ, સુષ્મિતા ભટ્ટ રાધા, સંસ્કૃતિ જયના સત્યભામા અને નિવાશિની કૃષ્ણન રુક્મિણીની ભૂમિકામાં છે. ફિલ્મ ભગવાન કૃષ્ણના જીવનને પ્રેમ અને ભક્તિના દૃષ્ટિકોણથી રજૂ કરે છે. વૃંદાવનથી દ્વારકા અને કુરુક્ષેત્ર સુધીની યાત્રા દર્શાવવામાં આવી છે. વાર્તા પરંપરાગત છે અને તેને સત્યભામાના પરિપ્રેક્ષ્યથી પણ જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરીલાઈન લેખક રામ મોરીની સત્યભામા કૃતિ પરથી પ્રેરિત છે.

સિદ્ધાર્થ ગુપ્તા કૃષ્ણના પાત્રમાં પ્રેમાળ અને શાંત સ્વભાવ સારી રીતે ઉપસાવે છે. તેમની તુલના સ્વાભાવિક રીતે નિતીશ ભારદ્વાજ સાથે થઈ જાય છે. નિતીશ ભારદ્વાજમાં આધ્યાત્મિક ઊંડાણ, આંખોમાં દિવ્યતા અને વાણીમાં વિશેષ વજન હતું. સિદ્ધાર્થ પણ ઘણે અંશે ગમી જાય છે, પરંતુ તેમની રજૂઆતમાં પરંપરાગત દિવ્યતા અને ગૌરવનો અભાવ અનુભવાય છે.

- Advertisement -

ફિલ્મના વિઝ્યુઅલ્સ અને સિનેમેટોગ્રાફી ઘણા દ્રશ્યોમાં સુંદર છે. જો કે ગ્રાફિક્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કેટલાક સીન્સમાં અસરકારક લાગે છે, પરંતુ ઘણા સ્થળે નબળા અને અસ્પષ્ટ જણાય છે. ખાસ કરીને રાધાના પ્રસંગોમાં સતત ગીતોની ભરમાર દ્રશ્યોને વધુ ઘોંઘાટભર્યા બનાવી દે છે અને અકળામણ અનુભવાય છે.

પહેલો હાફ ખૂબ જ સ્લો છે અને વાર્તામાં ઊંડાણની અછત છે. આખી વાર્તા ક્યારેક અવ્યવસ્થિત અને છૂટી-છવાઈ લાગે છે. ફિલ્મ ધાર્મિક અને ફેમિલી વોચ માટે યોગ્ય છે, પરંતુ મજબૂત સ્ટોરીટેલિંગ અને ઝડપી પેસિંગ ઇચ્છતા દર્શકોને નિરાશ કરી શકે છે. અપેક્ષાઓ ઓછી રાખીને જોવી વધુ યોગ્ય રહેશે.

આ ઉપરાંત કેટલીક ખાસ વાતો:
કૃષ્ણાવતાર જેવી પિરિયડ ફિલ્મમાં સૌથી મહત્વની બાબતોમાં એક ભાષા છે. જો ફિલ્મ મહાભારતકાળ કે કૃષ્ણયુગને એ જ દેશકાળમાં રજૂ કરવાની દાવેદારી કરતી હોય, તો તેના સંવાદો પણ તે સમયની ભાષિક સંસ્કૃતિને અનુરૂપ હોવા જોઈએ.

- Advertisement -

પરંતુ ફિલ્મમાં વપરાયેલા ઘણા શબ્દો અને વાક્યપ્રયોગો આજની હિન્દી-ઉર્દૂ બોલચાલ સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે તે દર્શકને પ્રાચીન યુગમાંથી બહાર ખેંચી લે છે.

ફિલ્મમાં વપરાયેલા આવા શબ્દો અને પ્રયોગોમાં – રુકાવટ, સહારા, હશર, છુપ જાયેગી, પતા ન ચલે, નીંદ, ચાચી, ઠીક સે, અધૂરા, દોહરાયે, પતંગા, ગહેરાઈ, પાગલ, બસ મેં નહિ, ડર નહિ લગતે, ચીલાઉંગી, આપ કે બારે મેં, સમજ સે પરે, જાન બુઝકર, શગુન, શાદી, ડરપોક, આસમાન, અંજાન, મેરા બસ ચલે તો, ધડકન, અરજી, ઇસ તરહ, બારીશ, ફિસલન, આંસુ, ઉપરવાલા, ભૈયા, સિંદૂર, સવાલ, બાદ મેં, વાપસ, અલગ હું, ભરોસા, બદલાવ, સ્વીકાર નહિ કરેંગે, જુગનુ, બચપના છોડો જેવા અનેક પ્રયોગોનો સમાવેશ થાય છે.
આમાંના ઘણા શબ્દો પાછળની ફારસી-અરબી અથવા લોકહિન્દી પરંપરામાં વિશેષ લોકપ્રિય બનેલા છે. આસમાન, શાદી, અરજી, હશર જેવા શબ્દો સ્પષ્ટપણે ફારસી-અરબી પ્રભાવ ધરાવે છે, જ્યારે ઉપરવાલા, ભૈયા, ઠીક સે, આપકો પતા હૈ, એક બાર ભી નહિ સોચા, મેં બાદ મેં આતી હું જેવા વાક્યો આજની ઉત્તર ભારતીય ઘરેલું બોલચાલ જેવા લાગે છે.

પ્રશ્ન ફક્ત બે-ચાર શબ્દોનો નથી, પરંતુ આખી ભાષાના સ્વભાવનો છે. અહીં ભાષા ઘણી જગ્યાએ એવી લાગે છે જાણે કોઈ આધુનિક ટીવી-સીરિયલના સંવાદોને પૌરાણિક વસ્ત્રો પહેરાવી દેવામાં આવ્યા હોય.

મહાભારતકાળની ચોક્કસ લોકભાષા શું હતી તે વિશે સંપૂર્ણ નિશ્ચિતતા શક્ય નથી. સંસ્કૃત મુખ્યત્વે ઊંચી પરંપરાની ભાષા હતી અને સામાન્ય લોકો વિવિધ પ્રાકૃત આધારિત બોલીઓ બોલતા હશે. છતાં, પિરિયડ સિનેમામાં ભાષાનો એક સમયાતીત સ્વભાવ હોવો જરૂરી બને છે. વળી ડાયલોગ્સ આજનાં ગુજરાતી નાટક જેવાં લાગે છે – ઊંડાણ ઓછું અને શબ્દોની તુકબંધી દ્વારા ચમત્કૃતિ ઊભી કરવાનો પ્રયાસ વધુ!

સ્ત્રી પાત્રોના લુક, હેરસ્ટાઈલ અને વસ્ત્રપરિધાનમાં દેખાતી કચાશ પિરિયડ સિનેમાની વિશ્વસનીયતાને અસર કરે છે. શુદ્ધ પિરિયડ ફિલ્મ તરીકે રજૂ થતી કૃતિમાં પાત્રો પણ તે જ યુગના જીવંત અંશ જેવા લાગવા જોઈએ, પરંતુ અહીં આધુનિક એચડી મેકઅપ, પરફેક્ટ આઈબ્રો લાઇન, અતિશય શાર્પ આઈલાઈનર અને મેટ લિપસ્ટિકના શેડ્સ સ્પષ્ટપણે આધુનિકતા દર્શાવે છે.

પૌરાણિક કથાને ટીવી સિરિયલ જેવા આધુનિક સંવાદો પહેરાવાયા

લેખક રામ મોરીની ‘સત્યભામા’ કૃતિ પરથી પ્રેરિત ફિલ્મમાં આધુનિક હિન્દી-ઉર્દૂ શબ્દોની ભરમાર

દ્વાપર યુગની સાદગી ગાયબ: એચડી મેકઅપ, બ્લો-ડ્રાય હેરસ્ટાઇલ અને દરબારી સંગીત પરંપરા જેવી ઠુમરી-દાદરા શૈલીના કારણે ફિલ્મની વિશ્ર્વસનીયતા નબળી પડી

દ્વાપર યુગની સ્વાભાવિક સાદગી અને ઓર્ગેનિક મધુરતાની જગ્યાએ ગ્લેમરસ અને સલૂન-પર્ફેક્ટ લુકને વધુ પ્રાધાન્ય અપાયું છે.

ભારતીય પરંપરાગત શ્રુંગારશૈલી પ્રાકૃતિક આભા અને સૌમ્યતાને ઉજાગર કરતી હતી. હળદર, ચંદન, કાજળ, અત્તર અને ફૂલો આધારિત શ્રુંગાર પ્રચલિત હતો. અજંતા-ઇલોરાનાં ભીતિચિત્રો તથા પ્રાચીન શિલ્પોમાં પણ સ્ત્રીઓનો લુક વધુ મૃદુ અને સ્વાભાવિક દેખાય છે, જ્યારે અહીંનો મેકઅપ સોશિયલ મીડિયા અને આધુનિક ફેશન ફોટોશૂટથી પ્રેરિત વધુ લાગે છે.

સૌથી વધુ આંખે વળગે તેવી કચાશ પાત્રોની હેરસ્ટાઈલમાં દેખાય છે. ટ્રેલરમાં રાધાજી અને ગોપીઓના વાળ જે રીતે બ્લો-ડ્રાય કરેલા, સેટ કરેલા અને આધુનિક પદ્ધતિથી કર્લ કરીને છુટ્ટા મૂકેલા બતાવવામાં આવ્યા છે, તે બ્રજભૂમિની ગ્રામીણ વાસ્તવિકતા સાથે બિલકુલ મેળ ખાતા નથી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ જે ગરિમાપૂર્ણ અંબોડો કે ગૂંથેલી ચોટલી વાળતી અને તેને કુદરતી ફૂલોથી સજાવતી, તેની જગ્યાએ અહીં આધુનિક હેર-સ્ટાઇલિંગના ટ્રેન્ડ્સ વધુ દેખાય છે. જે પાત્રો ગાયો દોહતા, માખણ વલોવતા અને વન-વગડામાં વિહરતા હોય, તેમના વાળ આટલા આધુનિક રીતે વ્યવસ્થિત અને હેર-સ્પ્રેથી ફિક્સ કરેલા હોય તે દ્રશ્યની વિશ્વસનીયતા નબળી પાડે છે.

વસ્ત્રો અને દાગીનાની પસંદગીમાં પણ ઐતિહાસિક સંશોધનના સ્થાને વ્યવસાયિક ભવ્યતા વધુ દેખાય છે. કાપડ પરનું ચમકતું જરીકામ, સિક્વન્સ વર્ક અને લહેંગા-ચોલીનું આધુનિક ફિટિંગ ક્યાંયથી પણ હજારો વર્ષ જૂના કાપડના વણાટ કે સાદગીનો અહેસાસ કરાવતું નથી. તેમજ, પાત્રોએ પહેરેલા ઘરેણાં પ્રાચીન ભારતીય શિલ્પો કે ગ્રંથોના વર્ણન આધારિત લાગતા નથી, પરંતુ હિન્દી ટીવી સિરિયલોમાં વારંવાર જોવા મળતી ભારે કુંદન અને આધુનિક બ્રાઈડલ જ્વેલરી જેવા વધુ લાગે છે. આમ, મેકર્સ દ્વારા ઇતિહાસ પ્રત્યે વફાદાર રહેવાને બદલે માત્ર એક ગ્લેમરસ ફેન્ટસી વર્લ્ડ ઊભી કરવાની ઉતાવળ વધુ જણાય છે.

‘કૃષ્ણાવતારમ’ના ગીતો શ્રવણપ્રિય હોવા છતાં, તેમાં બેએક ગીતમાં પ્રયોજાયેલી શૈલી પૌરાણિક અનુભૂતિ કરતાં મધ્યકાલીન અને આધુનિક સંગીતપ્રભાવ તરફ વધુ નમેલી જણાય છે. આ એલ્બમમાં શાસ્ત્રીય રાગો, ખાસ કરીને કાફી કે ખમાજ રાગની છાયા ધરાવતું શ્યામલ સાંવરે, મેં પરૂં બાવરે ગીત રાધાજીના વિરહ અને પ્રેમભાવને ગંભીર સૂરો સાથે રજૂ કરે છે. આ ગીત શુદ્ધ શાસ્ત્રીય બંધિશ, ઠુમરી અને દાદરા શૈલી તેમજ સુગમ સંગીતના મિશ્રણ પર આધારિત લાગે છે. આ જ પ્રકારની છાયા મુખડા દિખા જા કાન્હામાં પણ અનુભવાય છે, જ્યાં રાધાજીની આકુળતા અને કૃષ્ણના દર્શનની આજીજીને અર્ધ-શાસ્ત્રીય ઠુમરી અંદાજમાં રજૂ કરવામાં આવી છે.

પ્રશ્ન એ છે કે શું એક કૃષ્ણકાલીન ફિલ્મમાં આવી સંગીતશૈલી યોગ્ય ગણાય? સંગીત ભલે મધુર હોય, છતાં ઐતિહાસિક દૃષ્ટિએ આ શૈલીઓનો વિકાસ ઘણો પાછળનો છે. ઠુમરી અને દાદરા પરંપરા મુખ્યત્વે 18મી-19મી સદીમાં લખનૌ અને બનારસના દરબારી સંસ્કારમાં વિકસી હતી. કૃષ્ણભક્તિ સાથે તેનો સંબંધ પછીથી ગાઢ બન્યો, પરંતુ તેનો અર્થ એ નથી કે તે કૃષ્ણયુગની મૂળ સંગીત પરંપરા હતી.

કૃષ્ણકાલીન સંગીત વિશે સંપૂર્ણ નિશ્ચિતતા શક્ય નથી, પરંતુ વૈદિક સામગાન, પ્રાચીન પ્રબંધગાન અને પછી વિકસેલી ધ્રુવપદ પરંપરા તે સમયના આધ્યાત્મિક અને ધાર્મિક સ્વભાવને વધુ નજીક લાગતી શૈલીઓ માનવામાં આવે છે. જો સર્જકો વ્રજભૂમિનો વધુ પ્રામાણિક માહોલ ઊભો કરવા માંગતા, તો તેમની પાસે ઠુમરી સિવાય પણ ઘણા રસપ્રદ વિકલ્પો ઉપલબ્ધ હતા.

આવા વિકલ્પોમાં હવેલી સંગીત અને કીર્તન પરંપરા સૌથી મહત્વપૂર્ણ ગણાય. ધ્રુવપદ આધારિત હવેલી કીર્તનોમાં જે ગંભીરતા, સમર્પણ અને દૈવીભાવ અનુભવાય છે, તે આવી પિરિયડ ફિલ્મોના માહોલ સાથે વધુ સુસંગત બની શકે. પખવાજ, ઝાંઝ અને મર્યાદિત વાદ્યોના સાથ સાથેનું સંગીત દ્રશ્યોમાં એક અલૌકિક ગાંભીર્ય ઊભું કરી શક્યું હોત. તેના મુકાબલે અહીં ઘણી જગ્યાએ સંગીત ભાવવિશ્વ રચવાને બદલે ભાવનાત્મક સૂચના આપતું વધુ લાગે છે – જાણે દર્શકને શું અનુભવવું તે સતત કહી રહ્યું હોય.

બીજો રસપ્રદ વિકલ્પ ભાવગીત અથવા વધુ સંયમિત સુગમ સંગીતનો હતો, જ્યાં ગાયકીની નાટકીય હરકતો કરતાં શબ્દોના ભાવને પ્રાધાન્ય મળે. તેની મદદથી રાધાજીની વિરહવેદના વધુ સરળ છતાં હૃદયસ્પર્શી રીતે રજૂ થઈ શકી હોત.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમય વર્તે સાવધાન
Next Article ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો
રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?