માર્ગો પરના ખાડા પૂરવા ત્રણેય ઝોનમાં કામગીરી, જેટપેચર મશીનનો પણ ઉપયોગ કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગો પર પડેલા ખાડાઓને કારણે નાગરિકોને પડતી અગવડતા દૂર કરવા ત્રણેય ઝોનના વિવિધ સ્થળોએ યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળની સ્થિતિ અને જરૂરિયાત મુજબ અલગ-અલગ પ્રકારના પેચવર્કની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જેથી અને વાહનચાલકોને સરળ સુરક્ષિત અવરજવર મળી રહે. આ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે આગામી દિવસોમાં ઉંયકિભિવર્યા મશીન મારફતે પણ પેચવર્ક શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા સમગ્ર ઝોનમાં માર્ગોની સતત સમીક્ષા કરી જ્યાં પણ જરૂર જણાય ત્યાં તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ઘરવા આયોજન કરાયું છે.




