વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાના આદેશ અપાયા, ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી
દેશનું ભવિષ્ય રસ્તાઓ પર ઉતર્યું : રાહુલ ગાંધી : રાહુલના નિવેદનોથી સંસદ સ્થગિત
- Advertisement -
વિપક્ષના નેતા રાહુલ ગાંધી પેપર લીક સંબંધિત “પબ્લિક એકઝામિનેશન સંશોધન બિલ, ૨૦૨૬ પર લોકસભામાં રાહુલ ગાંધી સંબોધન કર્યું. રાહુલે કહ્યું, દેશનું ભવિષ્ય રસ્તાઓ પર ઉતર્યું. ભાજપમાં પણ જે લોકો છે, અમારા તે મિત્રોએ જઈને પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું. પ્રદર્શનમાં ગુસ્સો, નફરત નહોતી. તેઓ ફક્ત પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા.’ રાહુલે પોતાની સ્પીચમાં ઈડિયટ શબ્દનો ઉપયોગ કર્યો. આના પર સત્તા પક્ષે હોબાળો કર્યો. કહ્યું- માફી માંગો. કિરણ રિજિજુ અને રાજનાથે ટોક્યા તો કહ્યું- ‘જો તમે ઇચ્છો છો કે દેશમાં ફક્ત ભાજપ બોલે તો હું ચૂપ થઈને બેસી જાઉં છું.
રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થી સજાગ છે, સત્ય જાણે છે. એક પરીક્ષા પર શિક્ષણના બજેટ કરતાં વધુ ખર્ચ થાય છે. અંધભકતો મૂર્ખને ભગવાન માને છે. રાહુલ ગાંધીએ કહ્યું- ગૃહમંત્રી કક્યાં છે? તેમનામાં ગૃહમાં બેસવાની હિંમત નથી. સ્પીકરે કહ્યું કે જે બિલ પર ચર્ચા થઈ રહી છે, તેના મંત્રી અહીં બેઠા છે. આજે ગૃહ મંત્રાલય પર ચર્ચા નથી. જે બિલ પર ચર્ચા છે, તેના મંત્રી બેઠા છે. ગૃહની અંદર આ જ વ્યવસ્થા રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે વિદ્યાર્થીઓને ગોળી મારો છો, ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી. આના પર લોકસભામાં જોરદાર હોબાળો શરૂ થઈ ગયો.
જે લોકસભામાં વિપક્ષના નેતારાહુલ ગાંધીએ કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તાઓ પર ઉતર્યું. ભાજપમાં પણ લોકો છે, અમારા તે મિત્રોએ જઈને પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું. આંદોલનથી ભાજપના નેતાઓના બાળકો પણ સહમત થશે. પ્રદર્શનમાં ગુસ્સો, નફરત નહોતી. દેશના યુવાનોનું સન્માન થવું જોઈએ. રાહુલે અંધભક્ત શબ્દનો ઉપયોગ કરતા હોબાળો મચ્યો હતો.
- Advertisement -
વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે. તેઓ આપણા દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓની ભાવનાઓને દેશે સમજ્યો. યુવાનોનો ગુસ્સો વાજબી છે. યુવાનોને તમે ઈડિયટ કહો છો. વિદ્યાર્થીઓ પર દરેક ભારતીયને ગર્વ છે. વિદ્યાર્થીઓ સમજી રહ્યા છે કે દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે.યુવા સત્યની પાછળ દોડતો રહે છે. તેના માટે સત્ય મીઠું હોય છે.યુવા ખુલ્લા દિલ, ખુલ્લા વિચારોના છે. જેને શીખવાની ધગશ છે, તે જ વિદ્યાર્થી છે.રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થી સજાગ છે, સત્ય જાણે છે. એક પરીક્ષા પર શિક્ષણના બજેટ કરતાં વધુ ખર્ચ થાય છે. અંધભક્તો મૂર્ખને ભગવાન માને છે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જન્મ અને મૃત્યુ નોંધણી (સંશોધન) બિલ, ૨૦૨૬ લોકસભામાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા સંબંધિત સુધારા બિલ રજૂ કરશે. ગૃહમાં વિવિધ મંત્રાલયો સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવશે. રાહુલના નિવેદન પર હોબાળો વધતા સ્પીકરે કાર્યવાહી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ ખોટી વાત કહી : રિજિજુ
સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ આ ખૂબ જ ખોટી વાત કહી છે. આવું ન બોલી શકાય. કયા આધારે આ વાત કહી છે? તમને ફાયરિંગના આદેશની વાત કોણે કહી? ટ્રેઝરી બેન્ચમાંથી રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ ઉઠી, તો વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. વિપક્ષી સભ્યો ગૃહમંત્રીની માફી માંગવાની માંગને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અખિલેશ યાદવ- જો વિરોધ પક્ષના નેતાએ ગંભીર આરોપો લગાવ્યા છે તો સરકારની જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓ પર આવું વર્તન કોણે કર્યું તેની તપાસ કરે. રિજિજુ- તમે તપાસની માંગણી કરો, પરંતુ રાહુલ ગાંધી સીધા ગૃહમંત્રી પર આરોપ લગાવી રહ્યા છે. તમારે માફી માંગવી પડશે. ખોટો આરોપ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સીધો આક્ષેપ કર્યો હતો કે, ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાની મંજુરી આપી. પેલેટ ગન ચલાવવાનો આદેશ આપ્યો. વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો.




