By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    2 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    2 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    2 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    2 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    2 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
Author

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:12 PM
Khaskhabar Editor 3 months ago
Share
7 Min Read
SHARE

માતાપિતા હંમેશા બાળકોના પ્રથમ હિતેચ્છુ રહ્યા છે. છતાં આજનાં પેરેન્ટ્સ બાળકો સાથે મિત્ર બની તેમણે યોગ્ય માર્ગ બતાવે છે તે ખૂબ જરૂરી છે.
ટીનેજ માત્ર શરીરના બદલાવની અવસ્થા નથી, પરંતુ વ્યક્તિત્વ, વિચારશક્તિ અને જીવનમૂલ્યો ઘડતી મહત્વપૂર્ણ માનસિક અવસ્થા છે. જેમાં માત્ર શરીરમાં જ નહીં પરંતુ મન, વિચારો અને વર્તનમાં પણ મોટા ફેરફારો આવે છે. આ માનસિક અને ભાવનાત્મક પરિવર્તનની અવસ્થા છે.

આજના આધુનિક સમયમાં ટીનેજર બાળકો અનેક પ્રકારના પ્રલોભનો અને આકર્ષણોથી ઘેરાયેલા છે.
મોબાઇલ, સોશિયલ મીડિયા, વેબસિરીઝ, ખોટી મિત્રોની સોબત, નશાની આદતો અને દેખાદેખીની સ્પર્ધા જેવી અનેક બાબતો યુવાનોને સહેલાઈથી પ્રભાવિત કરી શકે છે.
પહેલાં જે વસ્તુઓ જોવા જાણવા સુધી પહોંચવું મુશ્કેલ હતું, તે બધું એક ક્લિકમાં થાળીમાં પીરસાઈને તેમની સામે આવી જાય છે. આવી પરિસ્થિતિમાં ટીનેજર બાળકોને સાચું માર્ગદર્શન આપનાર વ્યક્તિની ખૂબ જરૂર રહે છે, જેથી ખરા ખોટા વચ્ચેનો ભેદ સમજી શકે અને ગેરમાર્ગે જતા અટકી શકે.

- Advertisement -

આ સમય દરમિયાન કિશોરોમાં પોતાની ઓળખ બનાવવાની ઇચ્છા સાથે ગમે અણગમો, હું કોણ છું? જીવનમાં શું કરવું છે? જેવા પ્રશ્નો વિશે વિચારવા લાગે છે. સ્વતંત્ર નિર્ણય લેવાની ભાવના વિકસે છે.
ટીનેજમાં મિત્રો અને સમાજનો પ્રભાવ પણ વધુ જોવા મળે છે,મિત્રોના વર્તન, વિચારો અને પસંદગીઓથી ઝડપથી પ્રભાવિત થાય છે. પોતાના દેખાવ, અભ્યાસ અને ભવિષ્ય વિશે ચિંતા પણ વધે છે, જેના કારણે આત્મવિશ્વાસ અને સંકોચ બંને અનુભવાય છે.

આ અવસ્થામાં માતા-પિતા અને શિક્ષકોનું માર્ગદર્શન ખૂબ જરૂરી બને છેમ સમજણ, પ્રેમ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા કિશોરોને સકારાત્મક દિશામાં આગળ વધવામાં મદદ મળી શકે છે.

યુવાનીમાં પગ માંડતા બાળકોના સ્વભાવની એક ખાસ વિશેષતા એ છે કે તેમને વધારે રોકટોક પસંદ નથી આવતી. તેઓ પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવાની કોશિશ કરતા હોય છે. આ ઉંમરે તેઓને લાગે છે કે હવે તેઓ મોટા થઈ ગયા છે અને પોતે નિર્ણય લેવા સક્ષમ છે. તેથી જો માતા-પિતા દરેક વાતમાં ના કહે, સતત રોકે ટોકે કે નિયંત્રણ રાખે, તો બાળકોમાં વિરોધભાવ જન્મે છે. ઘણીવાર જે કામ માટે મનાઈ હોય તે જ કામ કરવાની તેમની ઉત્સુકતા અને ઝૂનૂન વધુ વધી જાય છે.

- Advertisement -

ટીનેજર બાળકોને સમજવું ખૂબ જરૂરી છે. બાળકોની યોગ્ય માંગણીઓ પૂરી કરવામાં આવે તો તેઓમાં વિશ્વાસ અને સંતોષની લાગણી જન્મે છે. પરંતુ સાથે તેમને અપાતી છૂટ અને સ્વતંત્રતા પર માતા-પિતાનું નિયંત્રણ પણ જરૂરી છે. અતિશય છૂટ બાળકોને બેદરકાર અને સ્વચ્છંદી બનાવી શકે છે, જ્યારે વધુ કડકાઈ તેમને બળવાખોર બનાવી શકે છે. તેથી બંને વચ્ચેનું સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે.

માતા-પિતા અથવા વડીલો ઘણીવાર ફરિયાદ કરે છે કે બાળક હવે પહેલું જેવું રહ્યું નથી અથવા તેની સાથે વાત કરવી મુશ્કેલ બની ગઈ છે. પરંતુ હકીકતમાં ટીનેજર બાળકોને સૌથી વધારે જરૂર સમજણ, વિશ્વાસ અને મિત્રતાભર્યા સંબંધોની હોય છે.

ખાસ કરીને દીકરી સાથે માતાની ભૂમિકા અહીં ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. એક મા દીકરીની માનસિક અવસ્થા અને જીવનના આ મહત્વના પડાવને ઉભરતી લાગણીઓને વધુ સમજી શકે છે. માતા જો બાળકની નજીક રહે, તેના વર્તન, મિત્રવર્તુળ અને દૈનિક હિલચાલને ઝીણવટથી સમજે, તો ઘણી સમસ્યાઓ શરૂઆતમાં જ ઓળખી શકાય છે. બાળકના સ્વભાવમાં આવતા નાના ફેરફારોને, જેમ કે અચાનક ગુસ્સો વધવો, એકાંતમાં રહેવું, અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા વગેરેને માતા સરળતાથી સમજી શકે છે.

મીતા એક સમજુ માતા હતી. અમેરિકામાં આવી ત્યારથી એ જોતી આવી હતી કે અહી બાળકોને બહુ છુટ છે. તેમાય આજની જનરેશન ભારે જીદ્દી છે. તેના બે બાળકો મોટો રોકી અને નાની રીના ટીનેજર થયા ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ રોકી 16 વર્ષનો થયો અને રીના 14 વર્ષની થઇ પછી બધું બદલાઈ ગયું. રોકીને તેના પિતાની હુંફ મળતી હતી આથી તે તેમની સાથે સ્પોર્ટ્સ અને બીજા શોખની વાતો કરતો, મીતાને હવે તેની ખાસ ચિંતા નહોતી.

પરંતુ રીનાને સંભાળવી મુશ્કેલી ભર્યું લાગતું હતું. આખો દિવસ ફોન અને લેપટોપની સાથે રૂમમાં ભરાઈ રહે ઘરમાં જરૂરીયાત વિના ખાસ વાતો કરતી નહોતી આથી મિતાને તેની ચિંતા વધવા લાગી. બહુ વિચારી તેણે રીના ના મ્યુઝિક ક્લાસ દૂર નક્કી કરાવ્યા. આના કારણે અઠવાડિયામાં બે વખત તેણે રીના સાથે ડ્રાઈવ કરી જવા આવવાનું રહેવા લાગ્યું. ,આ તેમની માટે વરદાન બની ગયું.

આ કલાક તે રીનાને તેના ફ્રેન્ડસ વિષે તેની સ્કુલ લાઈફ વિષે વિગતવાર પૂછતી અને જરૂર વિના કદીયે ટોકતી નહોતી. માત્ર સાંભળતી અને રસ બતાવતી રહેતી. આમ માત્ર થોડાજ વખતમાં મા દીકરી વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. રીના હવે તેના ફ્રેન્ડના સિક્રેટ્સ પણ કહેવા લાગી. બદલામાં વાતો વાતોમાં મીતા તેણે ઉદાહરણો ટાંકી આમ ના કરતાં આમ કર્યું હોત તો શું ફાયદો કે નુકશાન થાય એ સમજાવતી. આમ ઝાઝા પ્રયત્નો કે મનમોટાવ વિના દીકરીને પડખામાં રાખી મિતાએ ખૂબ સમજદારી પૂર્વક સંભાળી લીધી.

ટીીનેજર બાળકો બહારથી કઠોર, આત્મવિશ્વાસી અથવા ઉદ્દંડ દેખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંદરથી ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે. તેઓ પોતાના વિચારો અને લાગણીઓને સહેલાઈથી વ્યક્ત કરી શકતા નથી. ઘણીવાર ડરતા હોય છે કે કોઈ તેમને સમજી નહીં શકે અથવા તેમની મજાક ઉડાવશે.

બાળકોની નજીક જવાનું એક ઉત્તમ સાધન છે – તેમના રસ અને શોખમાં રસ લેવું. આજના ટીનેજરોને સંગીત, રમતગમત, મોબાઇલ ગેમ્સ, ફિલ્મો, સોશિયલ મીડિયા, ટેકનોલોજી અથવા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ હોય છે. મોટા લોકો જો તેમના ગમતા વિષયો વિશે થોડું જ્ઞાન મેળવે અને તેમની સાથે તે અંગે ચર્ચા કરે, તો બાળકોને લાગે છે કે મને સમજવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ લાગણી તેમને નજીક લાવે છે.

બાળકો ખૂબ સમજદાર અને હોંશિયાર હોય છે. જો તેઓને એમ બતાવવામાં આવે કે મોટાઓ કરતાં તેમને વધુ જાણ છે, આવડત ધરાવે છે ત્યારે તેઓ વધુ આત્મવિશ્વાસ અનુભવે છે. ટીનેજર બાળકો સાથે નજીકનો સંબંધ બનાવવો મુશ્કેલ તો છે, પરંતુ અશક્ય નથી. પ્રેમ, ધીરજ, સમજણ અને મિત્રતાભર્યા વ્યવહારથી તેઓના મન સુધી સરળતાથી પહોંચી શકાય છે. અહીં વિશ્વાસ સૌથી મોટો આધારસ્તંભ છે.

આજના અતિ વ્યસ્તતા ભર્યા જીવનમાં એક મા અને પિતાનું બાળકોની નજદીક રહેવું ખાસ જરૂરી છે. બાળકનાં યોગ્ય ઉછેરની અસરથી તેમની આવતી કાલ ઉજ્જવળ બનવાની છે.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
Next Article શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?