રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રાલયે જારી કર્યા ચોંકાવનારા આંકડા
કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળ્યો દોષનો ટોપલો : ભરતી અને ખાલી જગ્યાઓ રાજ્યો હસ્તક
- Advertisement -
કર્ણાટકમાં 8042, ઉતરપ્રદેશમાં 7874 શાળામાં એક જ શિક્ષક, કેરળમાં આ આંકડો માત્ર 67, આંદામાનમાં સૌથી ઓછી 1 સ્કૂલ
સરકારી શિક્ષણની કથળતી હાલતનો પુરાવો હોય તેમ દેશમાં એક લાખથી વધુ સ્કૂલો માત્ર એક જ શિક્ષકના આધારે ચાલતી હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. માત્ર આંધ્ર પ્રદેશમાં જ આવી 16000 શાળાઓ છે. નીટ પેપરલીક મુદ્દે થયેલા વિદ્યાર્થી આંદોલનથી શિક્ષણ ક્ષેત્ર તરફ ફોક્સ વધી ગયું છે તેવા સમયે ચોંકાવનારા આંકડા જારી થયા છે. રસપ્રદ બાબત એ છે કે શિક્ષક-વિદ્યાર્થી રેશિયો નિયમાનુસાર હોવા છતાં વાસ્તવિક ચિત્ર મોટુ અંતર સુચવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે પ્રાથમિક સ્તરે 17 વિદ્યાર્થીએ એક શિક્ષક, માધ્યમિક સ્તરે 15 : 1 તથા ઉચ્ચસ્તર માધ્યમિક સ્તરે 23 : 1નો નિયમ છે. નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકોની સંખ્યા નિયમ મુજબ જ છે.
શિક્ષકોની સંખ્યા નિયમાનુસાર હોવા છતાં સ્થાનિક અસમતુલાને કારણે આ તફાવત છે. 2025-26ના ડેટા પ્રમાણે ભારતમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની સંખ્યા 1,00,843 છે. આંધ્ર પ્રદેશમાં આવી સ્કૂલો 16357 છે, કર્ણાટકમાં 8042, ઉતરપ્રદેશમાં 7874, રાજસ્થાનમાં 7200 તથા પશ્ચિમ બંગાળમાં 6769 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલતી 65 ટકા સ્કૂલોને બદલે તમામ ક્ષેત્રોમાં સમાન હાલત છે. તેલંગાણામાં 4793, તામીલનાડુમાં 3957, આસામમાં 3159, હિમાચલ પ્રદેશમાં 3128, ઉત્તરાખંડમાં 2655 તથા છતીસગઢમાં 2461 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. બીજી તરફ કેરળમાં 67 સ્કૂલોમાં એક જ શિક્ષક છે. નાગાલેન્ડમાં 35, સિક્કીમમાં 31, લડાખમાં 28, દિલ્હીમાં સાત તથા આંદામાન-નિકોબારમાં એક સ્કૂલ એક શિક્ષકથી ચાલે છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જ શિક્ષકોની ખાલી જગ્યાના મામલામાં આ આંકડા રજુ કર્યા હતા. સરકારી સ્કૂલો તથા એક શિક્ષણ ધરાવતી શાખા વિશે જવાબ માંગવામાં આવ્યો હતો. મંત્રાલય દ્વારા શિક્ષકોની મંજુર જગ્યા કે ખાલી જગ્યા વિશે રાજ્યવાર માહિતી આપવામાં આવી નહતી. આ પ્રક્રિયા રાજ્યો હસ્તક હોવાનું કહેવામાં આવ્યું હતું.
- Advertisement -
કેન્દ્ર સરકારે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યોને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને શિક્ષકોની ભરતી કરવા ઉપરાંત પારદર્શક અને મેરીટના ધોરણે કાર્યવાહી કરવા વખતોવખત સલાહ આપવામાં આવે છે. સમગ્ર શિક્ષા સ્કીમ હેઠળ નાણાંકીય સહાય પણ આપવામાં આવે છે.




