By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    2 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    3 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
CRIME

પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2026/07/30 at 2:29 PM
Khaskhabar Editor 1 month ago
Share
21 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

સિમરન ભારદ્વાજની રાહબરીમાં ઇન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજાની ટીમની કામગીરી

- Advertisement -

રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા એસપીની સૂચના અન્વયે ભાયાવદર પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે પડવલા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી 16 શખ્સોની ધરપકડ કરી 1,25,130ની રોકડ, 1,36,000ના 11 મોબાઈલ અને અઢી લાખના 4 બાઈક સહીત 5,11,130 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ – જુગારના કેસો કરવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે ડીવાયએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ અવિંદસિંહ જાડેજાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ શક્તિસિંહ જાડેજા, સત્યપાલસિંહ જાડેજા અને અજયભાઇ સોરઠીયાને મળેલી બાતમી આધારે પડવલા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ઉપલેટાના ખારચીયા ગામના પ્રતિકનાથ ધીરૂનાથ મુરીયાણા, બગસરાના પ્રકાશનાથ હીરાનાથ ધાંધલ, ધોરાજીના કાંન્તીભાઇ બાબુભાઇ ખરેડ, ખારચીયાના બાલાનાથ સીદીનાથ મુરીયાણા, પડવલા ગામના વિજયનાથ શાંતુનાથ પરમાર, ચુનીનાથ શાંતુનાથ પરમાર, વિપુલભાઇ ચંદુનાથ ખરેડ, ખારચીયાના બચુનાથ ચતુરનાથ મુરીયાણા, પડવલા ગામના વિનુભાઇ ચતુરનાથ પરમાર, ખારચીયા ગામના મનોજનાથ દેવનાથ મુરીયાણા, ભરતનાથ ઉર્ફે રૂપેશ કેશુનાથ મુરીયાણા, ચંદુનાથ દેવનાથ મુરીયાણા, રસીકનાથ બચુનાથ મુરીયાણા, ધીરૂનાથ બાબુનાથ મુરીયાણા, દલપતનાથ બચુનાથ ખરેડ અને મુકેશનાથ દેવનાથ મુરીયાણાની ધરપકડ કરી પોલીસે 1,25,130ની રોકડ, 1,36,000ના 11 મોબાઈલ અને અઢી લાખના 4 બાઈક સહીત 5,11,130 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે આ કામગીરીમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા સાથે એ.એસ.આઇ ધરમચંદ કટોચ, શક્તિસિંહ જાડેજા, અરૂણભાઇ ખટાણા, સુરેશભાઈ ભરવાડ તથા પો.કોન્સ સત્યપાલસિંહ જાડેજા, અજયભાઇ સોરઠીયા, મહેશભાઇ ગમારા સહિતના જોડાયા હતા.

રાજકોટમાં પ્રસાદી આપવાના બહાને ઘરમાં ઘુસી મહિલા પાસે નંબર માંગ્યા : પરિણીતાનો પીછો કરી, ગિફ્ટ આપવાની કોશિષ કરી પજવણી કરતા શખ્સ સામે પોલીસ ફરિયાદ

રાજકોટના નવા રિંગ રોડ ઉપર એક ટાઉનશીપમાં રહેતા 40 વર્ષીય પરિણીતાએ તેમની જ ટાઉનશીપમાં રહેતા જતીનભાઈ પારેખ સામે પીછો કરી નંબર માંગી ગિફ્ટ આપવાની કોશિષ કરી હેરાનગતિ કરવા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ડીએસમ્બર 2025માં જતીનભાઈ પારેખ મારા ઘરે આવી મને પ્રસાદ આપ્યો હતો અને બાદ મારા ઘરમાં આવી મને જણાવેલ કે મારે તમારુ ઘર જોવુ છે તેમ કહીને અચાનક ઘરની અંદર આવી મને જણાવેલ કે તમારા મોબાઇલ નંબર આપો જેથી મે તેમને પુછેલ કે કેમ મોબાઇલ નંબર માંગો છો તો જણાવેલ કે આપણે કોઇ પર્સનલ વાત કરવી હોય તો કામ આવે જેથી મે તેમને ઉંચા અવાજે જણાવેલ કે હાલતીનો થા બાદ તે જતો રહેલ ત્યારથી તે મારો અવારનવાર મારો પીછો કરે છે અને મારા દીકરાને સ્કુલેથી તેડીને ઘરે આવતી હતી ત્યારે મને ઉભી રાખી મને કહેલ કે આલ્યો ગીફટ તેમ કહીને મને ગીફટ આપતો હતો ત્યારે મે તેમને કહેલ કે તારામાં કાંઇ શરમ જેવુ છે કે નહી તેમ કહીને હુ તેમને ખીજાયેલ જેથી તે ગીફટ લઇને જતો રહેલ બાદ હુ મારા દીકરાને રમાડવા માટે નીચે લઇને ગયેલ ત્યારે હુ અને અમારી સોસાયટીના કંચનબેન સાથે હતા ત્યારે આ જતીનભાઈ મારી પાસે આવેલ અને ફરીવાર મારા મોબાઇલ નંબર માંગેલ ત્યારે મે તેમની સાથે માથાકુટ કરેલ અને કહેલ કે આયાથી વયો જા તને કાંઇ શરમ જેવુ છે કે નહી તેમ જણાવેલ બાદ તે જતો રહેલ આમ આ જતીનભાઈ અવાર-નવાર મારી સામે આવીને ઉભા રહી જાય છે અને હુ જયા બેઠી હોય ત્યા મારી આજુબાજુમા આંટા માર્યા કરે છે અને હુ મારા દીકરાને સ્કુલે મુકવા જાવ છુ ત્યારે પણ તે મારી પાછળ આવે છે અને મારી પાસેથી અવાર-નવાર મારા ફોન નંબર માગ્યા કરે છે તેમજ મને ગીફટો આપવાની કોશીશ કરે છે. અને ગઇ તા .22ના રોજ મારા પતી કામે જતા હતા ત્યારે મારા પતીને ઉભા રાખીને કહેલ કે મારી વાત સાંભળો મારે બઘા મોટા મોટા વ્યકિતઓ સાથે ઓળખાણ છે તમને બધી હકિકત ખબર ન હોય તમારી વાઇફ તો મારી છે અને અમે ત્રણ વર્ષથી રીલેશનશીપમાં છે જેથી મારા પતી અને તેમના વચ્ચે ઝપાઝપી થયેલ બાદ મારા પતી નોકરીએ ન ગયેલ અને ઘરે પરત આવી ગયેલ બાદ હુ મારા પતી તથા અમારા માસીનો દીકરો અને તેના પત્ની નીચે ઉભા હતા ત્યારે આ જતીનભાઈ ત્યાં આવેલ જેથી અમે આ બાબતે ઠપકો આપેલ ત્યારે તે અમારી સાથે માથાકુટ કરવા લાગેલ આ દરમીયાન જતીનભાઇના પત્ની કલાબેન પણ આવી ગયેલ તેમને જોઇને ફરી માથાકુટ કરવા લાગેલ અને મારામારી કરતા મે 112માં ફોન કરી પોલીસ બોલાવતા જતીનભાઈ ત્યાથી ભાગી ગયો હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

શાપર પોલીસે બાઇકમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને 80 હજારના ગાંજા સાથે પકડ્યો : સુરતથી સપ્તાહ પૂર્વે લાવ્યો હતો : જૂનાગઢમાં દેણું થઇ જતા શાપર રહેવા આવ્યો હોવાની કબૂલાત

રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે શાપર પોલીસે બાઇકમાં ગાંજાનું વેચાણ કરતા મૂળ જૂનાગઢના શખ્સને 1 કિલો 594 ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ 79,700નો ગાંજો, બાઈક અને મોબાઈલ સહીત 1.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે પ્રાથમિક તપાસમાં સુરતથી એક સપ્તાહ પૂર્વે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી જૂનાગઢમાં દેણું થઇ જતા શાપર આવી ગાંજો વેચવાનું શરુ કર્યું હતું. રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી કરતા ખેપિયાઓ ઉપર નજર રાખવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે શાપર પોલીસ મથકના આર.બી.રાણાની રાહબરીમાં પીએસઆઈ આર ડી સોલંકીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે વેરાવળથી પડવલા જતા રોડ ઉપર વોચ ગોઠવી બાઈક લઈને નીકળેલા શખ્સને અટકાવી જડતી લેતા તેની પાસેથી 79,700નો 1 કિલો 594 ગ્રામ ગાંજો મળી આવતા તેને અટકાયતમાં લઇ નામઠામ પૂછતાં પોતે મૂળ જૂનાગઢનો અને હાલ વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતો સલીમ ઉર્ફે હનીફ હમીરભાઇ હિંગોરા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી ગાંજો, 30 હજારનું બાઈક અને 2 હજારનો મોબાઈલ કબ્જે કર્યા હતા પ્રાથમિક પૂછતાછમાં પોતે એક સપ્તાહ પૂર્વે સુરતથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી જૂનાગઢમાં દેણું વધી જતા પોતે શાપરમાં સ્થાયી થઇ બાઇકમાં છૂટક ગાંજો વેચતો હોવાનું જાણવા મળ્યું છે.

શેઠના જ મોબાઈલ નંબર અને ડીપીમાં ફોટો રાખેલા નંબર પરથી ફ્રોડ આચર્યું : રાજકોટની જગ મિન્ટ કંપનીના એમડીનો મોબાઈલ હેક કરી, 29 લાખ પડાવી લીધા

રાજકોટના વાવડી 80 ફૂટ રોડ પર રહેતા અને જગ મીન્ટ પ્રા.લી ગોલ્ડન/સિલ્વરની રીફાઇનરીની કમ્પનીમા એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા ચારેક મહીનાથી નોકરી કરતા કવીતાબેન તેજસભાઇ શાહ ઉ.43એ મોબાઈલ નંબર ધારક અને બે બેન્ક ખાતા ધારક સામે 29 લાખના ફ્રોડ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 16 તારીખે હું ઓફીસમાં હતી ત્યારે બપોરે મારા કમ્પનીના મોબાઇલ નંબર ઉપર એક અજાણ્યા વ્યક્તી દ્રારા વોટ્સ એપ મેસેઝ કરેલ હતો જે મોબાઇલ નં. 7409413497 અમોની કંપનીના મોબાઇલ ફોનમા અમારા એમ.ડી. ધર્મેદ્ર પારેખના નામથી સેવ હતો તથા તે મોબાઇલ નંબરના વોટ્સએપ ડીપીમા એમ.ડી. ધર્મે ન્દ્ર પારેખનો ફોટો રાખ્યો હતો તેમાં બેલેન્સ ચેક કરી જણાવવા લખ્યું હતું જે બાદ મે ઓકે લખીને મોકલેલ અને બાદ મે બેંક બેલેન્સ ના સ્ક્રીનશોટ મોકલાવ્યા હતા બાદ તા.20ના રોજ ઉપરોક્ત મોબાઇલ નંબર પરથી 29 લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ આવતા મેં ઓપરેશન હેડ સમીરભાઇ વિનોદભાઈ પાટડીયાને પેમેન્ટ કરવા બાબતે પુછતા તેમણે મને હા પાડેલ હતી જે બાદ મે અમારી આજીડેમ રાજકોટના AXIS બેંકમાંથી 29 લાખ ટ્રાન્સફર કર્યા હતા બાદ ઉપરોક્ત મોબાઇલ નંબર ધારક અજાણ્યા વ્યક્તિએ ફરી વોટ્સ એપ મેસેઝમા પુછેલ કે હમારી કંપની એક એકાઉન્ટ મે કીતના બેલેન્સ બચા હૈ તેવો મેસેઝ આવેલ જેથી મે અમોની કંપનીના તમામ બેન્ક એકાઉન્ટના બેલેન્સ અંગેનો મેસેઝ કરેલ ફરી 48 લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ આવતા મે અમારા એમ.ડી. ધર્મેદ્ર પારેખને કોલ કરીને પુછેલ કે અડતાલીસ લાખ પછી ૫૦ હજાર છે કે ૫ હજાર ? તેમ પુછતા એમ.ડી.એ મને જણાવેલ કે શેનુ પેમેન્ટ કરવાનુ છે મે કોઇ પેમે ન્ટ કરવા જણાવેલ નથી તેમ વાત કરતા મે તેમને જણાવેલ કે આપના મોબાઇલ નંબર પરથી પેમેન્ટ અંગેનો મેસેઝ આવેલ હતો તો મને જણાવેલ કે મે કોઈ વોટ્સએપ મેસેઝ કરેલ નથી જેથી મે કંપનીના ફોનમા આવેલ મેસેઝનો સ્ક્રિનશોટ લઇ અમોના શેઠના મોબાઇલ ફોનમા મોકલાવેલ તે જોયા બાદ શેઠ ધર્મેન્દ્ર પારેખએ જણાવેલ કે આ ફ્રોડ મેસેઝ છે આપણી સાથે ફ્રોડ થઈ રહેલ છે. તેમ મને વાત કરતા મે તુરંતજ સા યબર ક્રાઇમ હેલ્પલાઇ નંબર 1930 પર કોલ કરી અરજી કરી ફરિયાદ નોંધાવી હતી.

હડમતિયા (ગોલીડા) ગામમાં લવમેરેજ કરનાર યુવતીને પૂજારી ફુવા, ફઈ અને તેની પુત્રવધૂની ધમકી : મંદિરે આવવાની ના પાડી યુવતી અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી : ત્રણ સામે ગુનો

રાજકોટ નજીકના હડમતીયા (ગોલીડા) ગામે રહેતી લીપ્સાબેન હિતેષભાઈ હુંબલ (ઉ.વ.૧૯)એ પ્રેમલગ્ન કરતાં તેનો ખાર રાખી ગામમાં રહેતાં ફુવા વિનુગીરી ગોસ્વામી, ફઈ દક્ષાબેન અને બંનેની પુત્રવધૂ કશીશે ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં લિપ્સાબેને જણાવ્યું છે કે ગત એપ્રિલ મહિનામાં તેણે પ્રેમલગ્ન કર્યા હતા. ગઈ તા.૧૬ના રોજ અષાઢી બીજે ઘરે પ્રસાદી બનાવી હોવાથી તે ધરાવવા ગામમાં આવેલા શંકરભગવાનના મંદિરેસાસુ ભાવનાબેન અને અન્ય મહિલાઓ સાથે ગઈ હતી. મંદિરના પુજારી તેના ફુવા છે. તે વખતે ફઈપણ મંદિરે હાજર હતા. બંનેએ તેને કહ્યું કે તારે અહીં મંદિરે આવવાનું નહીં. આ પછી ફઈએ ગડદાપાટુનો માર માર્યો હતો.સાસુએ વચ્ચે પડી છોડાવી કહ્યું કે આ મંદિર ગામનું છે તો, મારા વહુને આવવાની કેમ ના પાડો છો. જેથી બંનેએ વધુ ઉશ્કેરાઈ ગાળો ભાંડી કહ્યું કે જો અહીં આવીશ તો તને અને તારા પતિને મારી નાખીશું, તારા ટાંટિયા ભાંગી નાખિશું. જેને કારણે ડર લાગતાં પતિને બોલાવ્યો હતો. પતિસમજાવવા જતાંતેનેફઈઅને ફુવા ઉપરાંત તેની પુત્રવધૂએ ગાળો ભાંડી હતી. ફુવાએ તેના પતિનો કાંઠલો પકડી કહ્યું કે તું હવે કેમ ગામમાં રહે છે, તે હું જોવું છું. કશીશે કહ્યું કે તમે લવ મેરેજ કર્યા છે અને હવે તમને જીવતા નહીં રહેવા દઈએ. ગ્રામજનોએ વચ્ચે પડી મામલો થાળે પાડયા બાદ આજીડેમ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી.

બામણબોર પાસે  દરોડો : બસમાં સીટ નીચે બનાવેલા ચોરખાનામાં સંતાડી લવાતા 1 લાખના દારૂ સાથે 5 ઝડપાયા : બસ સહીત 16 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટમાં દારૂ-જુગારની પ્રવૃતિઓ નેસ્‍તનાબૂદ કરવા માટે આપેલા સૂચના અન્‍વયે એલસીબી ઝોન-૧ની ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટ નજીક વોચ ગોઠવી શ્રી બાલાજી નામની ટ્રાવેલ્‍સ નામની સ્‍લીપર કોચ બસ અટકાવી બસમાં સીટ નીચે છુપાવેલા દારૂના જથ્‍થા સાથે પાંચ શખ્‍સોને પકડી લઇ દારૂ, બસ મળી 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે આ બસ મધ્‍યપ્રદેશના જાંબવાથી રાજકોટ આવી રહી હતી. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી હેતલ પટેલની સૂચના અન્વયે એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ.કે. મોવલીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મનરૂપગીરી ગૌસ્‍વામી, હેડકોન્‍સ. જગદીશસિંહ પરમાર અને કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમી આધારે હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટથી થોડે આગળ શ્રી બાલાજી ટ્રાવેલ્‍સની બસ એમપી૦૯એએફ-૩૧૬૭ને રોકીને તપાસ કરતા બસમાં સીટ નીચે બનાવેલા ચોરખાનાઓમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો પોલીસે બસના ડ્રાઇવર એમપીના લેંજુ અદીયા ડામોર, ક્‍લીનર સંજય અનિલભાઇ નીનામા, વિજય વિક્રમસિંહ હટીલા, સંજય કાનજુ મેડા અને રાજકોટની માલધારી સોસાયટીના વિજય હરજીભાઇ બાવળીયાની ધરપકડ કરી દારૂના 432 ચપલા તથા 750 એમએલની દારૂની 12 બોટલ તથા 15 લાખની બસ મળી 15,99,600નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે બસ ચાલક, ક્‍લીનર અગાઉ પણ આ રીતે એક ખેપ મારી ચુક્‍યા હોવાનું ખુલતાં વધુ તપાસ હાથ ધરાઇ છે આ કામગીરીમાં એલસીબીના હરેશભાઇ પરમાર, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા, નરેન્‍દ્રભાઇ ગઢવી, કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, નીખીલભાઇ પીરોજીયા સહિતના જોડાયા હતા.

રાજકોટની આજી જીઆઇડીસીમાં ધાડ પાડવા આવતી વાંકાનેરની ગેંગને થોરાળા પોલીસે ઝડપી પાડી

રાજકોટમાં ગુનેગારો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે થોરાળા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી આજી જીઆઇડીસીમાં ધાડ પાડવાના ઇરાદે આવેલા વાંકાનેરના છ શખ્સોને ઝડપી લઇ મોટો ગુનો બનતા અટકાવ્યો છે. રાજકોટમાં ગુનાખોરી ઉપર અંકુશ મેળવવાની સૂચના અન્વયે થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ પી સોઢાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ટી ડી જાડેજા, એએસઆઈ જયેશભાઇ નિમાવત, જયદીપસિંહ જાડેજા, હિતેષભાઇ પરમાર મુકેશભાઈ પાલ, જયેશભાઇ રાઠોડ, નિલેશભાઈ જમોડ, અને નિલેશભાઈ જાગાણી સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે આજી જી.આઈ.ડી.સી. ખાતે એક શં કાસ્પદ રીક્ષા ઉભી છે અને આ રીક્ષામાં છ શંકાસ્પદ વ્યક્તિઓ કોઈ ગુનો આચરવાના ઇરાદે ઉભા છે જેથી તુરંત ટીમે દોડી જઈ રીક્ષા કોર્ડન કરી છ શખ્સોને સકંજામાં લઇ નામઠામ પૂછત મોરબી જિલ્લાના વાંકાનેરના જાવીદભાઈ ઉર્ફે જાવલો સલીમભાઈ આમદભાઈ બુખારી ઉ.22 હોવાનું જણાવતા તેની જડતી લેતા તેની પાસેથી એક તીક્ષણ છરી મળી આવી હતી બીજો સાહિલભાઇ ઉર્ફે કુકો દિનેશભાઇ ગેલાભાઈ ચારોલીયા ઉ.19, અખતર ઉર્ફે ભુરો આમદભાઇ હુસૈનભાઈ મકરાણી ઉ.25, સાહિલભાઇ મુસાભાઈ સજીવણભાઈ માજોઠી ઉ.23, સુનીલભાઈ ઉર્ફે કટ્ટિ ઉર્ફે કટીયો કાળુભાઈ માધુભાઇ બાબરીયા ઉ.31, સાહિલભાઈ ઉર્ફે ટકો શબીરહુસૈન રફાઈ ઉ.19 હોવાનું જણાવતા તેની જડતી લેતા તેની પૅથી છરી મળી આવતા કબ્જે કરી તમામની ધરપકડ કરી હતી ઓટોરીક્ષાની જડતી લેતા તેમાંથી એક પ્લાસ્ટીકનો પાઈપ તથા એક મોટુ કટર તથા બે લોખંડની કોસ તેમજ એક થેલીમાં પાના ૫કડ તથા દોરી મળી આવેલ હોય કબ્જે કર્યા હતા તમામને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ઇસમોએ જણાવેલ કે, અમો વાંકાનેર ખાતેથી ઓટો રીક્ષા લઇ રાજકોટ આવેલ હતા અને આજે બુધવાર હોય અને કારખાના બંધ હોય જેથી ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં ઘાતક હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારી સાથે આવ્યા હતા અને ધાડ પાડીયે તે પહેલા પોલીસે પકડી લીધા હતા આ અંગે નિલેશભાઈ જાગાણીએ ફરિયાદી બની વધુ તપાસ હાથ ધરી છે.

લોઠડામાં બાંધકામ સાઈટ પર શ્રમિકનું એક્ઝેન મશીનની ઠોકરે ચડી જતા મોત : પરપ્રાંતીય શ્રમિકના મૃત્યુથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટના શાપર વેરાવળમાં રહેતો મુળ મધ્‍યપ્રદેશનો યુવાન લોઠડા ગામે બાંધકામ સાઇટ પર મજુરી કરતો હતો ત્‍યારે સિમેન્‍ટની લારીનો ફેરો કરતી વખતે બાંધકામ સાઇટ પર વપરાતાં એક્‍ઝેન મશીનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. શાપર ભૂમિ ગેઇટમાં રહેતો મુકેશભાઇ ઇશનભાઇ અજનાર ઉ.31 ગઇકાલે સાંજે લોઠડા ગામમાં મારૂતિ એન્‍ટરપ્રાઇઝ નજીક નવા ડેલા-શેડનું બાંધકામ ચાલુ હોઇ ત્‍યાં કડીયા કામની મજુરી કરવા ગયો હોઇ સિમેન્‍ટની લારી હંકારીને જતો હતો ત્‍યારે એક્‍ઝેન મશીનની ઠોકરે આવી જતાં માથા-શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મુકેશભાઇ મુળ મધ્‍યપ્રદશેનો વતની હતો. તે ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

રાજકોટ પુત્રના જન્મનો દાખલો લેવા આવતા બોડીઘોડીના યુવકનું રિક્ષાની ઠોકરે મોત : ન્યારાના પાટિયા પાસે સર્જાયેલો જીવલેણ અકસ્માત

રાજકોટ જામનગર હાઇવે પર ન્‍યારાના પાટીયા પાસે ટુવ્‍હીલરને રિક્ષાએ ઠોકરે ચડાવતાં બોડીઘોડીના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું છે બે મહિના પહેલા જન્‍મેલા દિકરાનો જન્‍મ તારીખનો દાખલો કઢાવવા રાજકોટ આવી રહ્યો હતો ત્‍યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના પડધરીના બોડીઘોડી ગામે વિશાલભાઇની વાડીમાં પરિવાર સાથે રહી મજુરી કરતો મુળ મધ્‍યપ્રદેશ જાંબુવાના રાણાપુરનો વતની સુકરામ માનસિંગભાઇ ડામોર ઉ.26 ગઇકાલે સવારે હોન્‍ડા લઇ રાજકોટ મહાનગર પાલિકા કચેરી ખાતે આવી રહ્યો હતો ત્‍યારે ન્યારાના પાટીયા પાસે રિક્ષાની ઠોકરે ચડી જતાં હોન્‍ડા સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સુકરામને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો તેનું અહિ મોડી રાત્રે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. એમ. જી. જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા નંબરનો હતો સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે જેમાં દિકરો બે મહિનાનો જ છે. તેનો જન્‍મ તારીખનો દાખલો રાજકોટ મનપા કચેરીમાંથી લેવાનો હોઇ તે લેવા રાજકોટ આવી રહ્યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

વિંછીયાના ભોયરા ગામમાં દીપડાનો આતંક : એક જ રાતમાં 6 ઘેટાં અને 1 વાછરડીનું મારણ

વિંછીયાના ભોયરા ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો છે આ ભયાનક હુમલામાં 6 ઘેટાં અને 1 વાછરડીનું મારણ થયું છે સવારે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો અને ગ્રામજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. વિંછીયા તાલુકાના ભોયરા ગામે મોડી રાત્રે દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને અચાનક ત્રાટકેલા દીપડાએ માલધારીના પશુઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં દીપડાએ 6 ઘેટાં અને 1 વાછરડીનું કરૂણ મારણ કર્યું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો અને ગ્રામજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અગાઉ પણ દીપડો અવારનવાર દેખાઈ ચૂક્યો હતો, પરંતુ યોગ્ય પગલાં ન લેવાતાં આખરે મોટી હોનારત સર્જાઈ છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વનકર્મીઓએ મૃત પશુઓનું પંચનામું કરી દીપડાના પગમાર્ક આધારે તેની હિલચાલ ટ્રેક કરવાની તજવીજ હાથ ધરી છે. એક જ રાતમાં 7 પશુઓનો શિકાર થતાં માલધારી પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને પગલે પશુપાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ આક્રોશ વ્યક્ત કરીને માંગ કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું ગોઠવીને આતંક મચાવતા દીપડાને વહેલી તકે પૂરી દેવામાં આવે, જેથી માનવ અને અન્ય પશુધનના જીવનું રક્ષણ થઈ શકે.

ભાડલાના વીરપર ગામે વાડીમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : રેલનગરના સંચાલક, દ્વારકા, જામનગર, રાજકોટના 8 પત્તાપ્રેમીની ધરપકડ

રાજકોટ સહીત રાજ્યભરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે જસદણ તાલુકાના વીરપર ગામે વાડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી રાજકોટના રેલનગરમાં રહેતા જુગારધામના સંચાલક, દ્વારકા, જામનગર અને રાજકોટના 8 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે જયારે 3 મહિલાને રાત્રિનો સમય હોવાથી નોટિસ આપી હાજર થવા જણાવ્યું છે પોલીસે જુગારધામમાંથી 5,13,600ની રોકડ, કાર, બાઈક સહીત 20,80,100 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી તમામ 11 સામે ભાડલા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે. રાજ્યભરમાં દારૂ-જુગારનું દુષણ ડામી દેવા રાજ્ય પોલીસવડા જી.એસ.મલિકની સૂચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ આર.કે.કરમટાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરપર ગામે દલસુખભાઈ રત્નાભાઇ પરમારની વાડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો પોલીસે અહીં જુગાર રમાડતા સંચાલક રાજકોટના રેલનગરમાં રહેતા વિક્રમ મોતીભાઈ આલ, જુગાર રમતા રાજકોટના ગંજીવાડામાં રહેતા વાડીમાલિક દલસુખ રત્નાભાઇ પરમાર, રાજકોટના રોજીયા ગામના દેશુર મનુભાઈ બસિયા, રાજકોટના ઢાંઢીયા ગામના મુનેશ ઉર્ફે મુન્નો જીણાભાઇ સાસકીયા, રાજકોટના સ્વાતિ પાર્કના ધર્મેન્દ્રપરી અશ્વિનપરી ગોસ્વામી, દ્વારકાના નથુ નારણભાઇ કાબરિયા, ધના અજાભાઇ લાંબરીયા અને જામનગરના મોટા વડાળાના સંદીપ સામંતભાઈ નાગેશની ધરપકડ કરી 5,13,600ની રોકડ, કાર, બાઈક સહીત 20,80,100 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે જુગાર રમતા પકડાયેલી ત્રણ મહિલાઓને નોટિસ આપી ભાડલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જણાવવામાં આવ્યું છે.

You Might Also Like

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
Next Article જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?