રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર ખાસ ખબર કપ ટુર્નામેન્ટમાં ફાઇનલ
રોમાંચક જંગમાં રિબડાએ મહાવીર કઊંને અને એકતા ઇલેવને બાલાજી ક્લબને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આંગણે ખાસ ખબર ન્યૂઝ પેપર દ્વારા આયોજીત ’ખાસ ખબર કપ 2026’ ટુર્નામેન્ટનો આજે છેલ્લો દિવસ છે. માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા 16મા દિવસે રમત પ્રેમીઓને હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ચોગ્ગા-છગ્ગાની હેલી જોવા મળી હતી. પ્રથમ સેમીફાઇનલમાં આર.આર. રિબડાએ શાનદાર રમત બતાવી મહાવીર કઊં જેવી દિગ્ગજ ટીમને પરાસ્ત કરી ફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી હતી. બીજા સેમીફાઇનલમાં એકતા ઇલેવને બાલાજી ક્લબ સામે રોમાંચક વિજય મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટુર્નામેન્ટ દરમિયાન અનેક ઐતિહાસિક પળો સર્જાઈ હતી, આજે રમાનાર નિર્ણાયક અને સૌથી રોમાંચક મેચમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા મેદાનમાં ક્રિકેટપ્રેમીઓનો મેળાવડો જામશે. આ ઉપરાંત અનેક મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠીઓ તથા રાજકીય આગેવાનો હાજર રહેશે. ખાસ ખબર ટીમ દ્વારા હવે આજે રાત્રે 8:00 વાગ્યે રમાનારા 12 ઓવરના મેગા ફાઇનલ જંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.



