ટુર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ખાસ ખબર, ઉમિયા મોબાઇલ, ટગજ પરફ્યુમ, આઇ.કે.સિલેકશન, એપ્ટસ ફાર્મા અને જાફર ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા
ટુર્નામેન્ટમાં રાજકીય આગેવાનો અને સમાજના શ્રેષ્ઠી ઉપસ્થિત રહ્યા
- Advertisement -
ખાસ ખબર કપ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટમાં પુષ્કરભાઇ પટેલ, જૈમીન ઠાકર, રાજકોટના વોર્ડ નં.7ના ભાજપના ઉમેદવાર દર્શનભાઇ પેંગ્યાતર, અજયભાઇ પરમાર, જયેશભાઇ પરમાર, ડો.મીહીર તન્ના, હિતેષભાઇ ડાંગર, આઇ.બી.ના પી.આઇ. પુનિતસિંહ રાઠોડ, લાંબાસાહેબ અને યોગીન છનિયારા હાજર રહ્યા હતા. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોનૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
16મા દિવસના બે મેચના પરિણામ
RAR રિબડા Vs મહાવીર LK (સેમીફાઇનલ-1)
- Advertisement -
પ્રથમ સેમીફાઇનલ જંગમાં મહાવીર કઊંએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. આર.આર. રિબડાએ લડાયક સ્કોર બનાવ્યા બાદ તેમના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરી વિરોધી ટીમને રન બનાવવા દીધા ન હતા. મહાવીર કઊંની ટીમ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી અને રિબડાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુમિત સોલંકીને તેમના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ ’મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયા હતા.
એકતા ઇલેવન Vs બાલાજી ક્લબ (સેમીફાઇનલ-2)
બીજા સેમીફાઇનલ મુકાબલામાં એકતા ઇલેવને પ્રથમ બેટિંગ કરતા મજબૂત સ્કોર બનાવ્યો હતો. બાલાજી ક્લબ તરફથી ભરત રામ અને અશફાક રબાડાએ આક્રમક બેટિંગ કરી જીતની આશા જગાડી હતી, પરંતુ એકતા ઇલેવનના સ્ટાર બોલર સચિન પરમારે 3 મહત્વની વિકેટો ઝડપીને બાલાજી ક્લબને લક્ષ્યાંક સુધી પહોંચવા દીધી ન હતી. સચિન પરમારને ’મેન ઓફ ધ મેચ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.



