ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ: ડૉ. માધવ દવે
ત્રિકોણબાગથી ઘી કાંટા, કંસારા, સોનીબજાર, દિવાનપરા સહિત બાલાજી મંદિર સુધીની મુખ્ય બજારોમાં વેપારીઓ સાથે લોક સંપર્ક કરશે
- Advertisement -
રાજકોટ શહેરના વોર્ડ નં. 10, 11, 12, 14 અને 5ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયની મુલાકાત લઈ ચૂંટણી પ્રચારની સમિક્ષા કરશે
પ્રબુધ્ધ નાગરિકો સાથે રાઉન્ડ ટેબલ બેઠક અને ડિનરનું પણ કરાયું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહોળી બહુમતીથી જીત હાંસલ કરે તે માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ શહેરમાં પધારી રહ્યા છે. રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રોડ શો, વેપારી સંપર્ક સાંજે 6.00 કલાકેથી રાજકોટના ત્રિકોણબાગથી ધીકાંટા રોડ, કંસારા બજાર, સોની બજારના ઢાળીયા થી માંડવી ચોક, પેલેસ રોડ સ્વામીનારાયણ મંદિર, દિવાનપરા પોલીસ ચોકી પાસેથી મામા સાહેબ મંદિરના રોડ શો દરમ્યાન વેપારી સંપર્ક સાથે ભવ્ય રોડ શો યોજવામાં આવશે. આ રોડ શો નું સંકલન અને વ્યવસ્થા નિતીનભાઈ ભારદ્વાજ, દેવાંગભાઈ માંકડ અને દિનેશભાઈ કારીયા સંભાળી રહ્યા છે. આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના શહેર મહિલા મોરચાના બહેનો સાથે મહિલા કાર્યકર્તાઓ કેશરી રંગના ડ્રેસ કોડમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહશે. તેમજ યુવા મોરચા, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કેશરી રંગના સાફા અને ટોપી સાથે અને ભારતીય જનતા પાર્ટીના ઝંડા સાથે ઉપસ્થિત રહી સમગ્ર રોડ શો ને કેસરીયા રંગે રંગી દેવાના છે. આ રોડ શો નું મુખ્ય આર્કષ્ણ નાસિક ઢોલ, શણગારેલી છત્રી સાથે પરંપારિક વેશ ભુષા સાથે યુવાનો રહેશે. ડી.જે. અને સંગીતના તાલે યોજાનાર આ રોડ શો નું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
ત્યારબાદ સાંજે 7.30 કલાકે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં સયાજી હોટલ ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રાઉન્ડ ટેબલ મીટીંગ તથા ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંકલન રાજકોટ શહેર પૂર્વ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા કરી રહયા છે. ત્યારબાદ ક્રમશ:રાજકોટ શહેરની ચારેય વિધાનસભાના અલગ અલગ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ હાલમાં ચાલી રહેલ,રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી પ્રચાર પ્રસારની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરશે અને વોર્ડના મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિચાર વિમર્શ કરશે. આ અંગે માહિતી આપતાં રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર ખુબ જોર શોરથી ચાલી રહ્યો છે, કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા પ્રચારના વિવિધ માધ્યમોથી ઘર ઘર સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તેમના ઉત્સાહમાં વધારો કરવા અને ચુંટણી પ્રચારની સમીક્ષા કરવા માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી જયારે રાજકોટના પ્રવાસે છે ત્યારે રાજકોટના વોર્ડ નં. 10, 11,12,14 અને 5 ના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત જવાના છે અને ત્યાંઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને રૂબરૂ મળી તેમના ઉત્સાહમાં વધારો કરી વધુ જનુનથી કામે લાગી જવા હાકલ પણ કરશે. વોર્ડ કાર્યાલયની મુલાકાતના કાર્યક્રમનું સંકલન મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્સિંહ જાડેજા તેમજ પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા કરી રહ્યા છે. માન.નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીના રાજકોટ પ્રવાસનું સમગ્ર આયોજન અને સંકલન રમેશભાઈ રૂપાપરા, ડો. ભરતભાઈ બોઘરા અને મુકેશભાઈ દોશી કરી રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમમાં રાજકોટ શહેર સંગઠનના સૌ હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ, પ્રભારી, મહામંત્રી અને શહેર મોરચાના પ્રમુખ મહામંત્રી વિવિધ સેલના સંયોજક સહસંયોજક તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.



