હવે ઇઞ પરમિશન મળી ગઈ હોય તેવા પ્રોજેક્ટ્સમાં પણ પ્રમોટરોએ રેરા રજિસ્ટ્રેશન અને ચછ કોડ દર્શાવવો પડશે, વણવેચાયેલા યુનિટોના માર્કેટિંગ માટે ગુજરેરાએ બહાર પાડ્યો ‘હુકમ-108એ’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (ગુજરેરા) દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓથોરીટીના ધ્યાને આવ્યું હતું કે, અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ અને સક્ષમ સત્તામંડળ પાસેથી બિલ્ડીંગ યુઝ (ઇઞ) પરમિશન અથવા ઓક્યુપન્સી સર્ટિફિકેટ મેળવ્યા પછી પણ, તેમાં બાકી રહેલા વણવેચાયેલા યુનિટોના વેચાણ માટે પ્રમોટરો દ્વારા માર્કેટિંગ કરવામાં આવે છે.
આવા કિસ્સાઓમાં ઘણીવાર રેરા રજીસ્ટ્રેશનની વિગતો સ્પષ્ટપણે દર્શાવવામાં આવતી નથી. આ બાબતને ગંભીરતાથી લેતા ગુજરેરાએ હુકમ-108એ બહાર પાડીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સની જાહેરાતોમાં પણ રેરાના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે.
નવા આદેશ મુજબ, હવે પ્રમોટરોએ તેમના પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સની કોઈપણ પ્રકારની જાહેરાત, ભલે તે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક માધ્યમ, તેમાં પ્રોજેક્ટનો યુનિક રેરા રજીસ્ટ્રેશન નંબર, ક્યુ.આર. કોડ (ચછ ઈજ્ઞમય) અને રેરાની સત્તાવાર વેબસાઈટની વિગતો અચૂકપણે દર્શાવવાની રહેશે.
ઓથોરીટીનું માનવું છે કે, સંભવિત ખરીદદારો અને નાણાકીય સંસ્થાઓને પ્રોજેક્ટની અધિકૃત માહિતી સરળતાથી મળી રહે અને તેઓ જાણકારીપૂર્ણ નિર્ણય લઈ શકે તે માટે આ વિગતો અનિવાર્ય છે. આ નિયમ માત્ર જાહેરાતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ બુકિંગ ફોર્મ, એલોટમેન્ટ લેટર અને અન્ય પ્રચાર સામગ્રીમાં પણ આ વિગતો જમણી બાજુએ ઉપરના ખૂણામાં સ્પષ્ટ દેખાય તે રીતે રાખવાની રહેશે. જાહેરાતોમાં વપરાતા ફોન્ટ અને વિગતોના સ્થાન બાબતે પણ ગુજરેરાએ કડક સૂચનાઓ આપી છે. સોશિયલ મીડિયા કે વિડિયો જાહેરાતોના કિસ્સામાં રેરાની વિગતોવાળો બ્લોક ઓછામાં ઓછી 3 સેક્નડ સુધી આખી સ્ક્રીન પર દેખાય તે રીતે પ્રદર્શિત કરવો પડશે, જ્યારે ઓડિયો જાહેરાતોમાં રેરા નંબર બોલવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત, જાહેરાતોમાં વપરાતા રેરા નંબર અને વેબસાઈટના ફોન્ટ સાઈઝ કોન્ટેક્ટ ડિટેઈલ જેટલા અથવા તેનાથી મોટા રાખવા પડશે જેથી લોકો તેને સરળતાથી વાંચી શકે. ગુજરેરાએ ચેતવણી આપી છે કે, જો કોઈ પ્રમોટર આ સૂચનાઓનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે રેરા કાયદાની કલમ-63 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ નવો હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
અગાઉના ઓર્ડર નંબર-98ની જોગવાઈઓ હવે બિનઅમલી ગણાશે. આ નિર્ણયથી રિયલ એસ્ટેટ માર્કેટમાં ગ્રાહકોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને પ્રમોટરોએ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પણ કાયદાકીય મર્યાદામાં રહીને જ માર્કેટિંગ કરવું પડશે.
- Advertisement -
સુરતના ‘સેફ્રોન લક્ઝુરીયા’ પ્રોજેક્ટના પાર્કિંગ વિવાદમાં રેરાનો ચુકાદો: ફરિયાદીની અરજી રદ
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ‘સેફ્રોન લક્ઝુરીયા’ પ્રોજેક્ટના પાર્કિંગ વિવાદ અંગે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ, ફરિયાદી શ્રી સંજય મનસુખભાઇ પટેલે બિલ્ડર મેસર્સ શિવમ ડેવલોપર્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમને બેઝમેન્ટમાં પાર્કિંગ આપવાનું વચન આપીને ગ્રાઉન્ડ ફ્લોર પર ફિઝિકલ ડિસેબલ પર્સન (ઙઉઙ) માટે અનામત રાખેલી જગ્યામાં પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે. ફરિયાદીની માંગ હતી કે તેમને આપેલા વચન મુજબ બેઝમેન્ટમાં જ પાર્કિંગની ફાળવણી કરવામાં આવે. સામાવાળા પ્રમોટર પક્ષે આ આક્ષેપોનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલા નકશા મુજબ જ પાર્કિંગની ફાળવણી કરવામાં આવી છે. પ્રમોટરે વધુમાં દલીલ કરી હતી કે સોસાયટીનું હેન્ડઓવર પણ થઈ ગયું છે અને હવે પાર્કિંગ જેવી આંતરિક વ્યવસ્થાઓની જવાબદારી સોસાયટીની રહે છે. આ મામલે સુનાવણી બાદ રેરા મેમ્બર ડો. એમ.ડી. મોડિયાએ અવલોકન કર્યું હતું કે પ્રોજેક્ટના બ્રોશરમાં પાર્કિંગની સુવિધા બેઝમેન્ટ અથવા ગ્રાઉન્ડ ફ્લોર પર આપવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ફરિયાદી એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા કે તેમને માત્ર બેઝમેન્ટમાં જ પાર્કિંગ આપવાનું કોઈ ચોક્કસ વચન આપવામાં આવ્યું હતું. ઓથોરિટીએ નોંધ્યું હતું કે જો ગ્રાઉન્ડ ફ્લોર પર પૂરતી જગ્યા હોય તો પ્રમોટર અન્ય એલોટીને ત્યાં પાર્કિંગ ફાળવી શકે છે.
અંતે, રેરા ઓથોરિટીએ ચુકાદો આપતા જણાવ્યું કે પ્રોજેક્ટ સોસાયટીને સોંપી દેવામાં આવ્યો હોવાથી હવે પાર્કિંગની ફેરબદલી કે વ્યવસ્થા સોસાયટીએ આંતરિક રીતે કરવાની રહેશે.આ કારણોસર ઓથોરિટીએ ફરિયાદીની અરજી રદ કરી છે. જો કોઈ પક્ષકાર આ હુકમથી નારાજ હોય તો તેઓ આગામી 60 દિવસમાં ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે તેવી પણ નોંધ કરવામાં આવી છે.



