By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    21 minutes ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    12 minutes ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    20 minutes ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    32 minutes ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    3 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
જુનાગઢ

જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:37 PM
Khaskhabar Editor 4 minutes ago
Share
4 Min Read
SHARE

એપ્રિલ મહિનામાં સોરઠમાં આકરા ઉનાળાનો પ્રારંભ, બપોરે રસ્તાઓ સુમસામ

ગિરનારના જંગલો અને શહેરી જનજીવન પર આકરા તાપનો કહેર 

- Advertisement -

હજુ એપ્રિલના અંત સુધી 40 ડિગ્રી પાર તાપમાન જોવા મળશે 

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને સોરઠ પંથકમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેમ તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. જૂનાગઢ શહેર સહિત સમગ્ર સોરઠ પંથક ગરમીના સકંજામાં સપડાયું છે, જેના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે.
આજે જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો 40.07 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. વધતી જતી ગરમીને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો અને બજારો સુમસામ ભાસી રહ્યા છે. લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે, જેના કારણે દિવસના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ અને છાશનો સહારો લઈ રહ્યા છે, જ્યારે કપડાંમાં પણ હવે સુતરાઉ અને કોટન વસ્ત્રોને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે.
જૂનાગઢ ગિરનાર પર્વત પર સ્થિતિ વધુ કપરી છે. આજે ગિરનાર પર્વતનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચતા પર્વત એક ’અગનભઠ્ઠી’માં ફેરવાયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગિરનારના કાળબિંડ પથ્થરો સૂર્યના તાપમાં તપીને લોખંડ જેવા ગરમ થઈ રહ્યા છે, જેની સીધી અસર યાત્રિકો પર પડી રહી છે. ગિરનારની યાત્રા કરતા યાત્રિકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, ગરમીથી બચવા માટે અનેક યાત્રિકો હવે વહેલી સવારે યાત્રા કરવાનું પસંદ કરી રહ્યા છે. મોટાભાગના યાત્રિકો સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં યાત્રા પૂર્ણ કરી પરત ફરી રહ્યા છે, જેથી બપોરના સમયે ગિરનારની સીડીઓ પણ વેરાન અને સુમસામ જોવા મળે છે. ગિરનારના ગાઢ જંગલોમાં પણ ગરમીની વ્યાપક અસર જોવા મળી રહી છે. જંગલના પશુ-પંખીઓ તથા કપિરાજના ટોળાં આકરા તાપથી બચવા માટે વૃક્ષોના ઘટાદાર છાંયડાની શોધમાં છે. જંગલી પ્રાણીઓ ગરમીથી રાહત મેળવવા માટે પાણીના જળસ્ત્રોતો અને નદીના કિનારે આવેલા ઠંડકવાળા વિસ્તારોમાં આશરો લેતા જોવા મળે છે. વન વિભાગ દ્વારા પણ જંગલમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, એપ્રિલ મહિનાના અંત સુધી સોરઠ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની શક્યતા છે. હીટવેવની આગાહીને પગલે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની સંભાવના હોવાથી લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ અને સોરઠ પંથક હાલ ગરમીના આકરા મિજાજ હેઠળ છે. પ્રકૃતિની આ અગનભઠ્ઠીમાં સુરક્ષિત રહેવા માટે જાગૃતિ જ એકમાત્ર ઉપાય છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને હીટવેવ સામે એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે નાગરિકોની સજાગતા જ તેમને આ કપરા ઉનાળામાં સ્વાસ્થ્યપ્રદ રાખશે.

- Advertisement -

ગરમીથી બચવા માટે નિષ્ણાતોની સલાહ

હીટવેવ અને લૂ થી બચવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો અને તંત્ર દ્વારા લોકોને સલાહ આપી છે કે, ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે દિવસ દરમિયાન વારંવાર પાણી પીવું જોઈએ. લીંબુ શરબત, નારિયેળ પાણી કે ઓ.આર.એસ.નું સેવન કરવું હિતાવહ છે. તેમજ બહાર નીકળતી વખતે હંમેશા સફેદ કે આછા રંગના, સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. અને માથા પર ટોપી રાખવી અથવા છત્રીનો ઉપયોગ કરવો. ભીના રૂમાલ કે કપડાનો માથા પર સહારો લેવો જેથી લૂ લાગવાની શક્યતા ઘટી જાય. જયારે નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તેમને ભારે ગરમીમાં ઘરની બહાર નીકળવાનું બિલકુલ ટાળવું જોઈએ. જો ગરમીના કારણે અચાનક ચક્કર આવવા, ઉબકા થવા, વધુ તાવ આવવો કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ જણાય તો ઘરે ઉપચાર કરવાને બદલે તુરંત નજીકની હોસ્પિટલમાં જઈને ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ.

You Might Also Like

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી

જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી

આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીના પુત્ર પાસેથી પૈસા પડાવ્યા: ડૉક્ટરોની બેદરકારીથી માતાનું મોત

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
Next Article જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 31 seconds ago
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 31 seconds ago
જુનાગઢ

વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જુનાગઢ

જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?