By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    4 hours ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    4 hours ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    4 hours ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    5 hours ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 week ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્મલા સ્કૂલની કપાતમાં ગયેલી જમીન પ્લે ગ્રાઉન્ડ માટે અપાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નિર્મલા સ્કૂલની કપાતમાં ગયેલી જમીન પ્લે ગ્રાઉન્ડ માટે અપાઈ
રાજકોટ

નિર્મલા સ્કૂલની કપાતમાં ગયેલી જમીન પ્લે ગ્રાઉન્ડ માટે અપાઈ

Khaskhabar Editor
Last updated: 2026/03/12 at 3:54 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

હાલમાં જ હાઇકોર્ટે તંત્રને આકરી ફટકાર લગાવી નોટિસ ફટકારેલી

હાઇકોર્ટની ફટકાર બાદ સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં સ્કૂલને પ્લે ગ્રાઉન્ડ માટે આપવાનો ઠરાવ મંજૂર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની કપાતમાં ગયેલી જમીન સ્કૂલને પ્લે ગ્રાઉન્ડ હેતુ માટે આપવા મામલે છેલ્લા ઘણા સમયથી ચાલતા કાનૂની જંગ અંતર્ગત તાજેતરમાં હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનર સહિત મહાપાલિકા તંત્રને આકરી ફટકાર લગાવી કડક વલણ અખત્યાર કરી નોટિસ ફટકારતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન મહાપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થવાના એક દિવસ પૂર્વે મળેલી સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં કપાતમાં ગયેલી જમીન સ્કૂલને પ્લે ગ્રાઉન્ડ માટે આપવા પ્લાનિંગ કમિટીએ કરેલો ઠરાવ બોર્ડ સમક્ષ અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત સ્વરૂપે અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. વિશેષમાં આ મામલે રાજકોટ મહાપાલિકાની પ્લાનિંગ કમિટીની ગત તા.28-1-2026ના રોજ મળેલી મિટિંગમાં કરાયેલો ઠરાવ સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં અરજન્ટ બિઝનેસ સ્વરૂપે રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરાયો છે. પ્લાનિંગ કમિટીએ કરેલો મૂળભૂત ઠરાવ અક્ષરશ:નીચે મુજબ છે.
આખરી નગર રચના યોજના નં.1 (રાજકોટ)ના આખરી ખંડ નં.423(પ્લે ગ્રાઉન્ડ)ના ઉપયોગ માટે ફાળવવા યોજના વેરીડ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.24 તા.13.1.2026 લક્ષમાં લેવામાં આવે છે.
આ સંબંધમાં રિપોર્ટ કરતા કમિશનર જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની આખરી નગર રચના યોજના નં.1 (રાજકોટ) વર્ષ-1984 થી આખરી મંજુર છે અને જે યોજના અમલમાં છે, આખરી નગર યોજનામાં સમાવેશ થતા રે.સ.નં.457 પૈકી મૂળખંડ નં.29ને આખરી ખંડ નં.423 કે જે ઘુસાભાઇ ટપુભાઇની માલિકીનો આવેલ હતો, સદર આખરી ખંડ નં.423 સદર સ્કીમમાં સમાવેશ થતા રે.સ.નં.459 પૈકી મૂળખંડ નં.31માંથી કપાત થતી જમીનમાં ફાળવેલ હતો. આખરી નગર રચના યોજના નં.1 (રાજકોટ)ની દરખાસ્ત મુજબ મુળખંડ નં.31 નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ)ની માલિકી આવેલ છે. આમ, મૂળખંડ નં.31ના માલિક નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ) દ્વારા તેમની મૂળખંડની માલિકીની જમીનમાંથી કપાત થતી જમીન બાબતે નામદાર હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરેલ હતી અને જેમાં નામદાર હાઈકોર્ટનાં મનાઈ હુકમના કારણે નગર રચના યોજનાનું અમલીકરણ થઇ શકતું ન હતું. વધુમાં આખરી ખંડ નં.423ના માલિક ઘુસાભાઈ ટપુભાઈ દ્વારા પણ નામદાર હાઈકોર્ટમાં દાવો દાખલ કરેલો. જેનાએલપીએનં.1713/2017ના હુકમ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હુકમ ક્રમાંક: ટીપીએ-242021. એચસી-862-લ તા.22/12/2021ના સુચન મુજબ આખરી ખંડ નં.423ના માલિક ઘુસાભાઈ ટપુભાઈની માલિકીના મૂળખંડમાં જ ખુલ્લી જમીનમાં આખરી ખંડ ફાળવવો, તથા મૂળખંડ નં.31માંથી કપાત થતી જમીનમાં સ્કૂલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ હેતુનો અનામત પ્લોટ રાખવાનો હુકમ કરતા ગુજરાત નગર રચના અને શહરી વિકાસ અધિનિયમની જોગવાઈઓને આધીન કલમ-71 હેઠળ સ્કીમને રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા ઠરાવ નં.62 તા.19.3.2022થી દર્શાવ્યા મુજબ જરૂરી ઠરાવ કરી નગર રચના યોજના નં.1 (રાજકોટ) (પ્રથમ ફેરફાર) કરી સરકારમાં મંજુરી અર્થે સાદર કરવામાં આવેલ. અને સાદર કર્યા મુજબની દરખાસ્તને સરકાર દ્વારા વેરીડ યોજનાને મુસદારૂપ, પ્રારંભિક તથા આખરી મંજુર કરવામાં આવેલ છે અને હાલ આખરી યોજનાની દરખાસ્ત મુજબ યોજના અમલમાં છે.
વધુમાં સ્પે.સી.એ.નં.1711/2017થી નામદાર હાઇકોર્ટ તા.23/12/2021 થી દર્શાવેલ નામદાર હાઇકોર્ટના સ્પે.સી.એ.નં.1711/2017 તા.23/12/2021ના હુકમ મુજબ આખરી ખંડ નં.423 ને(સ્કુલ પ્લે ગ્રાઉન્ડ) ક્ષેત્રફળ 4,197.00 ચો.મી. પ્લોટ રાખવાના બદલે નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ)ને પરત આપવા જણાવેલ. પરંતુ નામદાર હાઇકોર્ટના હુકમનું ઉલ્લંઘન કરતા સ્પે.સી.એ.નં.1711/2017થી નામદાર હાઇકોર્ટ તા.24/12/2025 થી દર્શાવેલ તા.24/12/2025ના હુકમ મુજબ આખરી ખંડ નં.423 ને(સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ) ક્ષેત્રફળ 4,197,00 ચો.મી.ને રદ કરી નિર્મલા સોસાયટી(નિર્મલા કોન્વેન્ટ સ્કુલ)નેપરત આપવા તથા આગામી તા.19.1.2026 પહેલા યોજના વેરીડ અન્વયેની કાર્યવાહી કરવા રાજકોટ મહાનગરપાલિકાને જણાવેલ છે. જેમાં શરત ચૂક થયેથી કોર્ટને કોર્ટ ઓફ ક્ધટેમ્પ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ છે.
આમ, નામદાર હાઇકોર્ટના સ્પે.સી.એ.નં.1711/2017, તા.24/12/2025ના હુકમ મુજબ આખરી નગર રચના યોજના નં.01 (રાજકોટ)(પ્રથમ ફેરફાર) મુજબના રાજકોટ મહાનગરપાલિકાને સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડના અનામત હેતુ માટે પ્રાપ્ત થયેલ આખરી ખંડ નં.423ની જમીન આ સાથે સામેલ પાર્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબની તેમના મૂળખંડમાંથી કપાત થતા આખરી ખંડ નં.423ને પ્લે ગ્રાઉન્ડ રાજકોટ મહાપાલિકાની માલિકીમાંથી ફેરફાર કરી નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ)ને પ્લે ગ્રાઉન્ડનો ઉપયોગ માટે ફાળવવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-71 હેઠળ વેરીડ કરવા જરૂરી ઠરાવ અર્થે. કમિશનરએ પ્લાનિંગ કમિટી મારફત સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજુ કરેલ છે. કમિશનરનો ઉપરોક્ત રિપોર્ટ લક્ષમાં લેતા, આખરી નગર રચના યોજના નં.01 (રાજકોટ)ના આખરી ખંડ નં.423(પ્લે ગ્રાઉન્ડ)ના ઉપયોગ માટે ફાળવવા યોજના વેરીડ કરવાના કામે, નામદાર હાઇકોર્ટના સ્પે.સી.એ.નં.1711/2017, તા.24/12/2025ના હુકમ મુજબ આખરી નગર રચના યોજના નં.01 (રાજકોટ) (પ્રથમ ફેરફાર) મુજબના રાજકોટ મહાનગરપાલિકાને સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડના અનામત હેતુ માટે પ્રાપ્ત થયેલ આખરી ખંડ નં.423ની જમીન આ સાથે સામેલ પાર્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબની તેમના મૂળખંડમાંથી કપાત થતા આખરી ખંડ નં.423ને પ્લે ગ્રાઉન્ડ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીમાંથી ફેરફાર કરી નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ)ને પ્લે ગ્રાઉન્ડનાં ઉપયોગ માટે ફાળવવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-71 હેઠળ વેરીડ કરવા આ કમિટી સામાન્ય સભાને ભલામણ કરે છે

You Might Also Like

રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ

રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત

રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો

શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહ વાઘેલા

જીભનો ચટકો મોંઘવારી પર ભારે! કોમર્શિયલ ગેસમાં તોતિંગ ભાવ વધારો છતાં ખાણી-પીણી બજારમાં તેજી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત
Next Article ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી આવકમાં ધરખમ વધારો: રૂ. 21,000 કરોડના લક્ષ્યાંક સાથે 31% વૃદ્ધિનો અંદાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ
પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું
રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત
રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?