જામનગર શહેરની શાન સમાન લાખોટા તળાવમાં પાણીની ભારે આવક
જામનગર નજીક દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રંગમતી ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા રંગમતી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ આગળ વધી રહ્યા છે. જેથી રંગમતી ડેમ નીચેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જોકે, અનેક વિસ્તારો ડૂબાણમાં જતા લોકો પર સંકટ આવી ચઢ્યુ છે. તો બીજી તરફ, જામનગરમાં વરસાદી વીજળી પડવાનો નજારો ઈઈઝટ કેમેરામાં કેદ થયો છે. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. બેડ ટોલનાકાના ઈઈઝટમાં અદભૂત નજારો કેદ થયો છે. જામનગર નજીક વીજળી પડવાની ગઈકાલ બપોરની ઘટના બની હતી.



