સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાએ સ્વચ્છતા બાબતે લીડ લીધી છે અને જિલ્લાના ગામો સ્વચ્છતા પ્રતિ જાગરૂક બન્યાં છે. જિલ્લા તંત્ર દ્વારા પણ આ ગામો વચ્ચે સ્વચ્છતા અંગેની સ્વસ્થ સ્પર્ધા થાય તેવા વાતાવરણના નિર્માણ માટે દર મહિને જિલ્લાકક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાતી સંકલન સહિતની બેઠકોમાં જિલ્લાના બે ગામોના સરપંચોને બોલાવીને તેમના અભિપ્રાયો જાણવામાં આવે છે અને તેમનું જાહેરમાં સન્માન કરવાની નવીન પરંપરા ઉભી કરી છે.
આ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક યોગેશ જોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન જ્યારે સ્વચ્છતા પ્રત્યે વધુ ભાર આપી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પણ ગ્રામ્યસ્તર સુધી સ્વચ્છતા જળવાય તે માટે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા લોકોને લાભ મળે તે માટે પ્રયાસ થઈ રહ્યો છે. જિલ્લામાં સ્વચ્છતા માટેની ફાળવવામાં આવેલી ગ્રાંટનો સો ટકા ઉપયોગ થાય અને સ્વચ્છતા કેળવાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસો હવે રંગ લાવી રહ્યાં છે અને હવે જિલ્લાના ગામો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બની અને પોતાની સાથે આસપાસના વાતાવરણમાં પણ સ્વચ્છતા કેળવાય તે માટે જાગૃત બન્યાં છે.
તાજેતરના ઓપરેશન સિંદૂર દરમિયાન કર્નલ સોફિયા કૂરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જે રીતે લીડ લીધી હતી. તે રીતે ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં મહિલાઓ સ્વચ્છતાની પ્રહરી બનીને ગામને સ્વચ્છ બનાવવા માટે કટિબદ્ધ બની છે.



