ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.31
તાજેતરમાં સુરત ખાતે એક સ્વામિનારાયણ સંપ્રદાય ના એક સાધૂ એ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી પણ તે અમારા ધામમાં છે સાથે દ્વારકામાં તીર્થ પુરોહિત ગુગળી બ્રહ્મ સમાજ બાબતે આ સ્વામીએ બફાટ કર્યા બાદ સોમનાથ તીર્થમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે.. આખી કલેકટર કચેરીને હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ થી ભૂદેવોએ ગુંજાવી. સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભારે આક્રોશ સાથે આ સ્વામિનારાયણના સાધુનું નામ પણ ન ઉચ્ચારી શકાય તેમ જણાવી આવા લંપટ સાધૂ ઓ વારંવાર સનાતન દેવી દેવતાઓ હનુમાનજી. દ્વારકાધીશ.અને ગુગળી બ્રહ્મ સમાજ સહિતના બાબતે હિન કક્ષાના ઉચ્ચારણો કરી અને સનાતન ધર્મને વારંવાર સ્વામિનારાયણના સાધુઓ દ્વારા કલંકિત કરાય છે. ત્યારે હવે સહનશક્તિની હદ આવી છે. અને આવનારા સમયમાં આનો ઉત્તર દેવા માટે સનાતનનીઓ તૈયાર થયા છે. જે બાબતે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી અને આવા સનાતન ધર્મને કલંકિત કરનારા સાધુઓ પર દંડનાત્મક કાર્યવાહી કરાય તેવી માંગ કરાય છે.
સ્વામિનારાયણ સંતોના વાણીવિલાસને લઈ તીર્થ પુરોહિત સોમપૂરા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન સોમનાથની પૂજા-અભિષેક કરી કલેક્ટરને આવેદનપત્ર



