ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ગ્રામ્યના એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટેશનના અધિકારીઓને ચોક્કસ હકીકત મળેલી હોય કે વિંછીયા તાલુકાના ગામ અજમેર ગામની સીમમાં સણોસરા ગામ તરફ જવાના રસ્તે રાયધનભાઈ વાલજીભાઈ ગાબુએ પોતાના કબજાવાળી જગ્યામાં ગેરકાયદેસર રીતે કપાસના વાવેતર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલું છે તેવી ચોક્કસ હકીકત મળેલી હોય રાજકોટ ગ્રામ્યના એસ.ઓ.જી. શાખા દ્વારા રેડ કરી આરોપી રાયધનભાઈ વાલજીભાઈ ગાબુની અટક કરી કુલ ગાંજાના છોડ નંગ 40 જેનો કુલ નેટ વજન 75 કિલો 960 ગ્રામ ગાંજો ગેરકાયદેસર રીતે પકડી જેની કુલ કિંમત રૂા. 7,59,600 પુરા ગણી પોલીસ અધિકારીઓએ બે રાહદારી પંચોને સાથે રાખી ઉપરોક્ત શંકાસ્પદ સ્થળે ઉપરોક્ત આરોપી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ જતાં તેઓની વિરૂદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા ગત તા. 20-11-2024ના રોજ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(બી), 20(એ)(એક) મુજબનો ગુન્હો નોંધી આ કામના આરોપીને અટક કરી નામ. કોર્ટમાં રજૂ કરવામાં આવેલો હતો. ત્યારબાદ સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ રાજકોટ દ્વારા આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલો હતો. ત્યારબાદ આ કામના આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા નામ. સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા તે જામીન અરજી નામંજૂર થતાં જેથી આરોપી વતી રોકાયેલા એડવોકેટે કરેલી દલીલો અને રજૂ રાખેલ નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા સિદ્ધાંતો તથા વડી અદાલતના રજૂ રાખેલા ચૂકાદાઓ ધ્યાનમાં રાખી હાઈકોર્ટના સાહેબે ઉપરોક્ત આરોપીને આ ગુન્હાના કામ સબબ જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, નરેન્દ્ર બાવળીયા તેમજ મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં મેહુલભાઈ એસ. પાડલીયા રોકાયેલા હતા.



