જેતપુર તાલુકા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી દારૂ ભરેલા અને પાયલોટિંગ કરતી કાર પકડી પાડી, પરંતુ બંનેના ડ્રાયવર નાસી છૂટ્યા
ઉપલેટાના મુરખડા ગામેથી રેઢી પડેલા ક્રેટા કારમાંથી 420 બોટલ દારૂ LCBએ પકડ્યો, ચાલક ફરાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુર અને ઉપલેટા નજીકથી દારૂ ભરેલી બે કાર રૂરલ પોલીસે પકડી પાડી કુલ 551 બોટલ દારૂ સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર ચાલકો નાસી છૂટવામાં સફળ થતાં તેની શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત મુજબ, જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ બી. ડી.ઝાલાની રાહબરીમાં એએસઆઈ ભુરાભાઈ માલીવાડ, હેડ કોન્સ્ટેબલ મનેશભાઈ જોગરાદીયા, કોન્સ્ટેબલ પ્રદિપ આગરીયા અને ઝવેર સારલા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ક્રેટા કાર ઈંગ્લીશ દારૂ ભરી ધોરાજી થી જેતપુર આવે છે તેમજ સફેદ કલરની સ્વિફ્ટ કાર તેના પાયલોટીંગમા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ એક્વાટીક હોટલ પાસે હાઈવે રોડ પર વોચમા હતો ત્યારે ધોરાજી તરફથી પુર ઝડપે બન્ને કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરતાં કાર ચાલકે પોતાની કાર રોકેલ નહિ અને બન્ને કાર ચાલકોએ કાર જેતપુર તરફ ભગાડી મુકેલ હતી.
- Advertisement -
પોલીસે ઓજસ સ્કુલ પાસે હાઈવે રસ્તો બ્લોક કરતા બન્ને કાર ચાલકોએ તેમની કાર પરત મોટા ગુંદાળા તરફ ભાગાડી મુકેલ જેનો પીછો કરતા બન્ને કાર ચાલકોએ તેમની કાર એકવાટીક હોટલ પાસે કાચા રસ્તે ભાગાડી મુકેલ અને આગળ રસ્તો ન હોવાથી બન્ને કાર ચાલકો તેમની ગાડીઓ ખેતરમાં વચ્ચે રેઢી મુકી અંધારામા નાશી ગયેલ હતાં બાદમાં બન્ને કાર પાસે જઈ તપાસ કરતા નંબર પ્લેટ વગરની ક્રેટા કારમા પાછળની શીટમા તથા ડેકીમા પુઠાના બોક્સમાંથી વિદેશો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની 151 બોટલ કબ્જે કરી બંને કાર મળી કુલ રૂ.10.02 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાસી છુટેલા બુટલેગરોની શોધખોળ આદરી હતી જયારે બીજા દરોડામાં રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી. ગોહીલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર, રાજુ સાંબડા, હરેશ પરમાર, મીરલ ચંદ્રવાડીયાને ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના મુરખડા ગામમાં એક કારમાં દારૂ ભરેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રેઢી પડેલ ક્રેટા કાર નં. જીજે-11-બીએચ-
9307 માં તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 420 બોટલ દારૂ મળી આવતાં દારૂ અને કાર મળી કુલ રૂ.10.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.



