જૂનાગઢ ગરવા ગિરનાર ફરતે 36 કિમિની અતિ કઠિન લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ગયો છે અને લાખો લોકો પરિક્રમા કરવા ભવનાથ તળેટી પધારી ચુક્યા છે.ત્યારે ગિરનાર પરિક્રમા કરવાની સાથે પરિક્રમાર્થીઓ ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર અને ગુરુ શિખર સહીતના દેવ દર્શન સાથે ગિરનાર યાત્રા કરે છે.ત્યારે પરિક્રમાની સાથે ગિરનાર યાત્રા કરવાથી પૂર્ણયનું ભાથું બાંધે છે ત્યારે આજ સવારથી ગિરનાર સીડી પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી અને સીડી પર પગ ન મુકાઈ તેવી ભાવિકોની ભીડ જામી હતી.અને માં અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા યાત્રિકોએ ગિરનાર યાત્રા કરી : પર્વત પર ભારે ભીડ જામી
Follow US
Find US on Social Medias