રોડમાં ખાડાં કે ખાડાં વચ્ચે રોડ ? એક વણઉકલ્યું રહસ્ય
દાણા પીઠ ચોકથી રાજકોટ તરફનો માર્ગ ખખડધજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
વાંકાનેર શહેર વિસ્તાર માં દાણાપીઠ ચોકથી રાજકોટ તરફ જવાનો મેન રોડ અતિશય બિસ્માર હાલતમાં છે. કહેવાતા આ ડામર રોડ ઉપરથી ડામર જ ખોવાઈ ગયો હોય આ રસ્તો ઘણા સમયથી ખખડધજ હાલતમાં મુકાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાંકાનેર શહેરમાં દાણા પીઠ ચોકથી રાજકોટતરફનો મેન રસ્તો આ ટુંકો માર્ગ એટલી હદે ખરાબ છે કે દીવો લઈને શોધો તો પણ રસ્તામાં ક્યાંય ડામર શોધ્યો જડે એમ નથી. જ્યારે હોસ્પિટલની ઇમરજન્સીના સમયે લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. અને સ્કૂલ કોલેજ હોવાથીપણ વિદ્યાર્થીઓ આવા જવા માટે મુશ્કેલ માં મુકાય છે અને ઠેરઠેર ગાબડા અને ખાડા ટેકરાવાળા માર્ગને કારણે ઘણીવાર ઇમરજન્સી દર્દીઓ સમયસર હોસ્પિટલમાં ન પહોંચે તો અઘટિત ઘટના બનવાની દહેશત રહે છે.
તેમાંય ચોમાસા આ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય ગારા કીચડ અને ઠેરઠેર ગાબડામાં પાણી ભરાવવાથી માર્ગની બદતર હાલત થઈ જતા લોકો પર અકસ્માતનો ભય તોળાઈ છે અને ચોમાસામાં માર્ગ ચાલવા યોગ્ય પણ રહેતો નથી. આથી સંબધિત તંત્ર રોડની યોગ્ય કામગીરી કરે તેવી રહીશોએ માંગ કરે છે.