By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    4 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    5 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એ જ ધરતી, એ જ સાગર એ જ આકાશી કલા, એ જ રંગીલી રમત, આદમથી શેખાદમ સુધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એ જ ધરતી, એ જ સાગર એ જ આકાશી કલા, એ જ રંગીલી રમત, આદમથી શેખાદમ સુધી
Author

એ જ ધરતી, એ જ સાગર એ જ આકાશી કલા, એ જ રંગીલી રમત, આદમથી શેખાદમ સુધી

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 4:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE
પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
અટલ બાજપેયીની ઉપરોક્ત કવિતા ક્ષણ ક્ષણમાં જીવવાનો મહિમા ગાય છે.  વાત સાવ પ્રાસંગિક છે. જેવલીન થ્રોમાં પાકના અર્શદ નદીમે આપણા નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો ત્યારે નીરજના માતુશ્રીને પૂછવામાં આવ્યું કે તમને કેવું લાગે છે. તેમણે કહ્યું કે તે નદીમ પણ મારા દીકરા જેવો છે, તેણે મહેનત કરી હશે તો ઓલ્ડ જીત્યો. મૂળ વાત અહીં આવે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એને લીધે યુદ્ધ છેડાઈ ગયું છે. એક પક્ષ કહે છે કે  ભલે ને નદીમ પાકિસ્તાની હોય છે પણ છે તો એક રમતવીર ને! તો તેને તેની સિદ્ધિ માટે બિરદાવવો જોઈએ. હવે તો આમેય ધીમે ધીમે દુનિયા નાની થતી જાય છે તો દેશ,  જાતિ,ધર્મની દીવાલો ભૂલી માણસને માણસની જેમ ટ્રીટ કરો. બીજો પક્ષ એમ કહે છે પાકિસ્તાનના લોકો ક્યારેય આવી ઉદારતા બતાવતા નથી તો શા માટે આપણે હરખપદૂડા થઈને આવું નકામું સૌહાર્દ જતાવવા દોડીએ છીએ?! હિન્દુને આમેય દીર્ઘકાલીન અનુભવ છે ઉપકારનો બદલો અપકાર મળવાનો.
હવે પ્રશ્ન એ થાય કે અત્યારે જે કંઈપણ ઘટનાઓ થાય છે તેને ભૂતકાળને લીધે કેળવેલા દ્રષ્ટિકોણથી જોવાની કે એક ફ્રેશ અપ્રોચ રાખવાનો? હવે તો ફેશન થઇ ગઈ છે કે જીવનને વર્તમાનમાં જીવો એવું કહેવાની. અનાયાસે આ વાત સાથે ઓશો, ઝીંદગી ના મિલેગી દોબારા, દુનિયાભરના કહેવાતા જ્ઞાની કાઉન્સેલરો, ફલાણા કે ઢીંકણા વિચારકો તેમજ ધર્મગુરુઓ યાદ આવી જાય છે. જીવન દરેક ક્ષણ સાથે નૂતન બનતું જાય છે એ વાત સાચી પણ એ જીવન કેટલી હદ સુધી ભૂતકાળથી અલગ હોય છે?
દેવાંગી ભટ્ટની વાસાંસિ જીર્ણાની નવલ વાંચતો હતો. તેમાં નાયિકા એક કટ્ટર નાઝી હોય છે જયારે તેનો પતિ ઉદાર મનનો હોય છે. બંને વચ્ચે તકરાર થાય છે અને તેનો વિષય હોય છે જ્યુ પીપલ એટલે કે યહૂદીઓ. નાયિકાનું કહેવાનું એમ છે કે આ લોકોએ પહેલા વિશ્વયુદ્ધ પછી આપણા દેશને સાવ પાયમાલ કર્યો. ખાય એનું ખોદવાવાળી આ પ્રજાતિનો સફાયો અનિવાર્ય છે. સામે તેનો પતિ કહે છે બધા લોકો સરખા ન હોય. બેશક તેમાં ઘણા મેલી મુરાદવાળા હોય પણ બધાને એક લાકડીએ હાંકવા યોગ્ય નથી. બધાને એક સરખા ગણવાની કટ્ટર વિચારધારાએ જ હિટલરને એ નરસંહાર કરવા પ્રેર્યો હતો તો શા માટે એવું કરવું જોઈએ? અહીં દેખીતી રીતે જ માણસોને એક માણસ તરીકે ટ્રીટ કરવાની વાતનું સમર્થન છે. આ જ વાતને જ થોડા વિશાળ પરોપ્રેક્ષ્યમાં મૂકીએ તો એ કહેવાનું એ જ છે કે જીવનને તાજગીથી, નવા અભિગમથી જીવો. પણ વેઇટ, સિક્કાની એક બીજી બાજુ પણ છે.
વિરામ:
શહેર એક સે, ગાંવ એક સે;
લોગ એક સે, નામ એક સે.
    – ઈર્શાદ કામિલ
 આ આપણે બહુ મોટો મોટી ડંફાસો મારીએ છીએ, જીવનને નવેસરથી જીવવાની, એકએક પળને માનવાની, જીવન અને માનવ પ્રત્યે નવતર અભિગમ રાખવાની તેમાં કેટલું તથ્ય છે? મોટે ઉપાડે કહો છો કે માણસોને એક લાકડીએ ન હાંકો પણ એ માણસો ખરેખર કેટલા બદલાયા છે? શું અત્યારે આપણને દુર્યોધન જેવા લાલસી, શકુનની જેવા કપટી, શિશુપાલ જેવા ઉદંડ, કંસ જેવા ક્રૂર માણસો નથી મળતા? મહાભારતના સમયથી અત્યાર સુધીમાં માણસોની ફિતરત કેટલી હદ સુધી બદલાઈ છે? શું ક્ષણ ક્ષણ જીવે? ધૂળને ઢેફાં! ફિલ્મોમાં બતાવે એવું જીવવા માટે તગડું બેન્ક બેલેન્સ જોઈએ, સારી જોબ જોઈએ ત્યારે જઈને પૈસા કઈ નથી એવી હુશિયારી કરીને પોતાની ’જાત’ને શોધવા ક્યાંક ફરવા ઉપડી શકીએ! ફ્રેન્કલી કહું તો સાવ દરેક ક્ષણમાં જીવવું શક્ય નથી પણ જે મોનોટનસ સમય છે તેને થાય એટલી સારી રીતે પસાર કરીને અમુક અમૂલ્ય ક્ષણો કે જે જીવનમાં અનાયાસે આવી જવા પામતી હોય છે તેને વેલકમ કરીને જીવી શકાય. બાકી બધું નર્યો બકવાસ છે.
ગમે એટલું કરો જીવનમાં અમુક બાબતો તો રિપીટેટિવ, એકવિધ અને કંટાળાજનક રહેવાની જ. અને સાચું પૂછો તો તેને લીધે જ અમુક કિંમતી ક્ષણોનો ઉપહાર મળે છે તેની કદર થાય છે. જીવનને સમજવામાં અને વર્તમાનને જીવી લેવાની ચર્ચા કરવામાં જેટલો સમય વેડફશુ એટલા સમયમાં તો એક પતંગિયું એક નાનકડું પણ સાર્થક જીવન જીવીને માટીમાં મળી ગયું હશે.
પૂર્ણાહુતિ:
 કાલિદાસના કેટલા જાણું નિત્યનૂતન છંદ,
જીવવનો મહિમા ગાઉં પણ જઠર મારુ મંદ;
ગ્રીક લોકોના દેવ પીછાંણુ અપોલોને વિનસ ,
સુષ્ઠુ દેહને પૂજતા મારા હાડકા રહ્યા બસ.
 અને ઓલો કાનીયો, કઈ ન જાણે છંદ,
તોયે રાતીરાયણ જેવો કાયમ કરે આનંદ;
શું જીવનને સમજવામાં જીવન કર્યું મેં ધૂળ,
અને તે કાનીયાને અજાણતા જ લાધ્યું મૂળ?
                                            – મકરન્દ દવે
(શીર્ષકપંક્તિ:- શેખાદમ આબુવાલા)

You Might Also Like

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

TAGGED: Shekhadam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે,
Next Article દેવાધિદેવ મહાદેવ અને મા ભવાની પ્રગટરૂ પે મનુષ્યને દર્શન આપે ખરા?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?