બિહારના 466 ગામમાં પૂર, મધ્યપ્રદેશમાં 7 ઓક્ટોબરથી વરસાદની આગાહી
ઉત્તર પ્રદેશમાં 9 દિવસથી વરસાદ પડ્યો નથી, પરંતુ ડેમોમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે 11 જિલ્લાઓમાં 10 નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. લખનઉના 40 હજાર ઘરોમાં ગોમતી નદીનું પાણી ઘૂસી ગયું છે. 10 હજાર લોકો સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે. ગલીઓમાં હોડીઓ ચાલી રહી છે. ગોમતી રિવર ફ્રન્ટને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. બિહારમાં 6 જિલ્લાઓના આશરે 466 ગામોમાં પૂર આવ્યું છે. આશરે 8 લાખ લોકો પ્રભાવિત થયા છે. 92,730 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. સારણમાં સૌથી વધુ 3.55 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને 44 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં ચોમાસાની વિદાય બાદ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી વધી ગઈ છે. છેલ્લા 3 દિવસમાં રાત્રિનું તાપમાન 4°C સુધી ઘટ્યું છે. અમરકંટકમાં તાપમાન 16°C અને ઇન્દોરમાં 18°C સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે 7થી 9 ઑક્ટોબર દરમિયાન 14 શહેરોમાં વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં પણ ચોમાસાની વિદાય બાદ ગરમી વધી ગઈ છે. રવિવારે પિલાણીમાં તાપમાન 41°C નોંધાયું, જે સમગ્ર પ્રદેશમાં સૌથી વધુ રહ્યું. પશ્ચિમ રાજસ્થાનના જિલ્લાઓમાં દિવસ દરમિયાન ભારે ગરમી રહી.
- Advertisement -
મધ્ય પ્રદેશમાં ચોમાસાની વિદાય બાદ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક વધી ગઈ છે. છેલ્લી 3 રાત્રિઓમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. આ તાપમાન અનુપપુરના અમરકંટકમાં 16° અને ઇન્દોરમાં 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. બિહારમાં 6 જિલ્લાના આશરે 466 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરથી આશરે 8 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આશરે 92,730 પૂરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં પૂર સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત થયાં છે. યુપીમાં વરસાદ તો બંધ છે, પરંતુ પૂરથી પરિસ્થિતિ વણસી છે. બંધોમાંથી છોડવામાં આવેલા પાણીથી નદીઓ ગાંડીતૂર બની છે. 11 જિલ્લાઓમાં 10 નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. લખીમપુર ખીરીમાં શારદા નદીનું ધોવાણ તેજ બની ગયું છે.




