By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    7 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    2 days ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    3 days ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
રાષ્ટ્રીય

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

Khaskhabar Editor
Last updated: 2026/10/05 at 1:10 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

ટ્રકમાં ઇન્ડસ્ટ્રીયલ વેક્યુમ બોઇલર લાદેલું છે, પુલ અને વીજળીના તાર હટાવીને આગળ વધી રહી છે ટ્રક

મશીન બેલ્જિયમથી ઓડિશાના પારાદીપ બંદર પર આવ્યું, એશિયાનો પ્રથમ બાયોપ્લાસ્ટિક પ્લાન્ટ બનશે

- Advertisement -

એક ટ્રકમાં કેટલા પૈડાં હોય? ૧૦, ૧૪ કે ૨૦ પૈડાં? પણ જો કોઈ એમ કહે કે ટ્રકમાં ૩૦૮ પૈડાં પણ હોઈ શકે, તો તમે માનો? માન્યામાં ન આવે એવું એક દૃશ્ય હાલમાં ઉત્તરભારતમાં જોવા મળી રહ્યું છે. પૂરા ૩૦૮ પૈડાં ધરાવતી એક વિશાળ ટ્રક હાલમાં ઉત્તરપ્રદેશના રસ્તાઓ પર ચાલી રહી છે અને લોકોના આશ્ચર્ય અને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ મહાકાય ટ્રક માત્ર એક વાહન નથી પરંતુ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીનો એક અદ્ભુત નમૂનો છે. આ ટ્રકમાં ૨૦૦ ટન વજનનું એક વિશાળ ઇન્ડસ્ટ્રીયલ વેક્યુમ બોઈલર છે. આ મશીન લગભગ ૧૦૦ ફૂટ લાંબુ, ૭મીટર પહોળું અને ૮ મીટર ઊંચું છે. આ બોઈલર એપ્રિલ મહિનામાં બેલ્જિયમથી દરિયાઈ માર્ગે નીકળ્યું હતું અને ઓડિશાના પારાદીપ બંદર પર પહોંચ્યું હતું. ત્યાંથી તે રોડ માર્ગે ઝારખંડ અને બિહાર થઈને હાલમાં ઉત્તર પ્રદેશ પહોંચ્યું છે અને લખીમપુર ખેરીમાં આવેલી બલરામપુર સુગર મિલ (કુંભી યુનિટ) જઈ રહ્યું છે. આ બોઈલરની મદદથી ત્યાં એશિયાનો પ્રથમ બાયોપ્લાસ્ટિક (પોલિલેક્ટિક એસિડ PLA) પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટમાં શેરડીમાંથી ઈથેનોલ અને ઈથેનોલમાંથી પર્યાવરણને અનુકૂળ એવું બાયોપ્લાસ્ટિક બનશે. આ મશીન એક જ સળંગ ભાગમાં બનાવેલું છે, એટલે કે તેને તોડીને અથવા અલગ-અલગ ભાગોમાં વહેંચીને લાવી શકાય તેમ નથી.

આ કોઈ સામાન્ય ટ્રક નથી, પરંતુ વોલ્વો કંપનીનું સૌથી શક્તિશાળી ‘મલ્ટી-એક્સલ મોડયુલર હાઈડ્રોલિક ટ્રેલર’ છે. જો ૨૦૦ ટન જેટલું વજન થોડા જ પૈડાં પર મૂકવામાં આવે, તો રસ્તા પર તિરાડો પડી જાય અને પુલ તૂટી જાય. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના નિયમ મુજબ, આવા ટ્રેલરમાં એક એક્સલ પર ૧૮ ટનથી વધુ વજન ન હોવું જોઈએ. ૨૦૦ ટન વજનને સમાન રીતે વહેંચવા માટે આ ટ્રકમાં ઘણા બધા એક્સલ લગાવવામાં આવ્યા છે અને દરેક એક્સલમાં ઓછામાં ઓછા ૪ પૈડાં છે. આથી કુલ ૩૦૮ પૈડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૈડાં હાઇડ્રોલિક સસ્પેન્શન સિસ્ટમ દ્વારા ભારને બેલેન્સ કરે છે, જેથી રસ્તાઓને કોઈ નુકસાન ન થાય. મશીન એટલું મોટું છે કે તેને ટ્રેનમાં ફીટ કરી શકાય તેમ નથી. વળી, બંદરથી સીધી ફેક્ટરી સુધી કોઈ રેલવે લાઇન પણ નથી. ભારત સરકાર યોગ્ય પરવાનગી સાથે આવા મોટા આકારના ‘ઓવર-ડાયમેન્શનલ કાર્ગો’ને રસ્તા પર લઈ જવાની મંજૂરી આપે છે. આથી જ આ મહાકાય ટ્રકનો સહારો લેવામાં આવ્યો છે. આ ટ્રકની સફર ખૂબ જ પડકારજનક છે. તેની સાથે ૬૪થી વધુ એન્જિનિયરો અને કામદારોની ટીમ, ૨ મોટી ક્રેન અને અન્ય ર ખેંચવા વાળા ટ્રેલર ચાલી રહ્યા છે. આટલા વજન સાથે ટ્રક દિવસમાં માત્ર ૧૦ થી ૨૦ કિલોમીટર જ આગળ વધી શકે છે. રસ્તામાં આવતા વીજળીના તાર અને પુલને હટાવવા પડે છે. હાલમાં વારાણસીના દાફી ટોલ પ્લાઝા પાસે રસ્તો પહોળો કરવામાં આવ્યો છે.

ટ્રકમાં મશીન પહોંચાડવાનો ખર્ચ આશરે 15-20 કરોડ રૂપિયા થશે!
આ સફરનો ખર્ચ પણ ચોંકાવી દે એવો છે. આ ટ્રક દરરોજ આશરે ૨૦૦ લિટર ડીઝલ વાપરે છે અને અત્યાર સુધીમાં ૨ કરોડ રૂપિયાનું ડીઝલ વાપરી ચૂકી છે. પારાદીપ બંદરથી લખીમપુર સુધીના આખા ઓપરેશનનો કુલ ખર્ચ ૧૫થી ૨૦ કરોડ રૂપિયાની વચ્ચે થવાનો અંદાજ છે. લગભગ ૧૪૦૦ કિલોમીટર લાંબી આ યાત્રા ભારતના ‘હેવી-હોલ એન્જિનિયરિંગ’નો એક ઉત્તમ પુરાવો છે. આ કામ ઉંખ ઇફશ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓ આવા મોટા ઓપરેશનના નિષ્ણાત છે. ૬ મહિના પછી પણ આ મશીન હજુ રસ્તામાં જ છે. એવું માનવામાં આવે છે કે તે નવરાત્રિ પહેલા તેના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. જે પણ શહેરમાંથી આ ટ્રક પસાર થાય છે, ત્યાં લોકોની ભીડ જમા થઈ જાય છે. એન્જિનિયરિંગના આ કમાલ સાથે લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0

બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ
Next Article પ્રમુખસ્વામી મહારાજના 13 ગ્રંથના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સઃ વિશ્વનું સૌથી વિસ્તૃત જીવનચરિત્ર બન્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે
કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા : રેસકોર્સમાં સહિયર રાસોત્સવનો માર્ગ મોકળો બન્યો
મહેસૂલી કર્મચારીઓનું રાજ્યવ્યાપી માસ CL આંદોલન, રાજકોટ જિલ્લા મંડળ પણ જોડાયું
પાણી ચોરી કરનારને રૂ.2000 દંડ : 4 દિવસમાં દંડ ન ભરે તો નળ જોડાણ કાપી નખાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?