By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    7 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    8 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    8 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    8 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    8 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    8 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે,
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે,
Author

મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે,

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 4:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

પછી કેડી ઉપર જ્યાં તું ઊછળતી જાય
થાય છાતીમાં હરણાંઓ ઠેકે

વ્હાલી જિંદગી,

- Advertisement -

સમયના લેખાંજોખાંનો હિસાબ માંડવાનો સમય જ્યારે હાથમાંથી સરકતો જણાય ત્યારે જ માણસને તારું મૂલ્ય સમજાય છે. હું તારી બધી જ હરકતોને જાણું છું કારણ કે હું તને અત્યંત પ્રેમ કરું છું. માર્ગ ભૂલેલો કોઈ મુસાફર દૂર ધજા દેખાતાં રાહત અનુભવે એવી જ રીતે તારા સધિયારાથી હું જીવંત થઈ જાઉં છું. તું અંધારઘેરી અમાસ પછીની એકમનું ધીમું, પણ મક્કમપણે આગળ ધપતું અજવાળાનું ધણ છે. તું મારા આતમને અવિરત જીવતું રાખતું અગોચર છતાં પ્રત્યક્ષ રહેલું દિવ્યતત્ત્વ છે. તને જાણી લીધાં પછી મારે કશું જ જાણવાનું બાકી નથી રહેતું. સતત તારામાં રસતરબોળ થઈ, તારા અસ્તિત્વને આકંઠ પીવાનું સૌભાગ્ય મળતું રહે એ રીતે તને જીવવી છે, ભોગવવી છે. તું હેલી જેમ જ્યારે જ્યારે વરસી પડે છે ત્યારે હું મૂળથી ઊગવા લાગું છું. મારું ઊગવું – આથમવું બઘું જ તારા વરસવા પર નિર્ભર છે. તું વરસતી હોય ત્યારે મારા બત્રીસે કોઠે દીવા પ્રગટી ઊઠે છે. જિંદગી! જ્યારે તું મારા પગમાં ખૂંપી ગયેલો કાંટો કાઢે છે એ પછી મને સહેજેય પીડા નથી થતી. એ પીડાનું ફૂલમાં રૂપાંતરણ થઈ મઘમઘવા લાગે છે, કારણ કે એ દુ:ખાવાને, પીડાને તારો સ્પર્શ થયો છે. તારું મારી સાથે હોવું એ જ મારે મન ઈશ્વરના આશીર્વાદ છે.

જિંદગી! તું મારા હૈયામાં ઉભરાતા પ્રેમનું ઝરણું છે. મારા દિલના બધાં જ સપનાઓ તારા સાંનિધ્યથી જ સાચા પડતા જાય છે. આંખોમાં ઉમટતું પ્રેમનું આ ઘોડાપૂર મને સતત ભીંજવતું રહે છે. તું હોઠ પર હાસ્ય લાવીને મને સાદ પાડે છે ત્યારે મારી આસપાસ શેરડીના વન ઊગી જાય છે. તારો મધુર ટહુકો મારા કાન માટે સીધો અંદર ઉતરી ગોળના ગાડાં આવ્યાનો આનંદ અનુભવે છે. તું મારી સૌથી સાચી, સારી અને એકમાત્ર દોસ્ત છે. તારી સાથે હું હસી શકું છું, રડી શકું છું, ગુસ્સે થઈ શકું છું. મારી બધી જ તકલીફો અને પસંદ નાપસંદ હું તને જણાવી શકું છું કારણ કે મને એ વાતની ખબર છે કે મારી બધી જ વ્યાખ્યાઓ તું સમજી શકે છે. મારી અંદર ઊંડે ઊંડે પહોંચીને મારા બધાં જ દુ:ખને દૂર કરવા તું સતત પ્રયત્નો કરતી રહે છે. તું મારી આંગળીના નખ જેમ સતત વધતી અને વિકસતી જતી પ્રેરણા છે, હું ક્યારેય તને મારાથી અલગ કલ્પી જ નથી શકતો. તારા સ્પર્શનો જાદુ સતત માર પર ચાલી રહ્યો છે. એ જાદુ જ્યારે કામ કરવાનું બંધ કરી દેશે કે એની અસર ઓછી કરતો થઈ જશે ત્યારે હું સાંજે કરમાઈ જતા ફૂલ જેવો બની જઈશ. મારે સૂરજમુખીનું ફૂલ નથી બનવું. મારે સાંજ પડ્યે ખરી નથી જવું મારે તો રાત દિવસ સતત ખીલેલા રહેવું છે… મહેકતાં રહેવું છે… સુરજમુખી થઈ ખીલવું પણ છે અને રાતરાણી બનીને સુગંધિત થઈ સતત તારામાં મહેકવું છે. જિંદગી! મારા જીવનની આ ઊંચાઈ, એમાં રહેલું સાતત્ય અને દિવ્યતા આ બઘું જ તારા પ્રતાપે છે. હું સાવ કાચી માટીના કોડિયાં જેવો – ક્ષુલ્લક માણસ જે તારા પ્રેમના દિવેલને કારણે અતિ પવિત્ર અને સુગંધિત થઈ રહ્યો છું. તું ધૂપ જેવી સ્વચ્છ છે. જેમ જેમ સળગે છે એમ તારામાંથી પ્રેમની સુગંધના ગોટા ઉછળે છે જે મારા જીવનને મહેકાવી રસતરબોળ કરી દે છે. તારા સાનિધ્યમાં હું ક્ષણે ક્ષણે શ્રદ્ધાવાન અને આસ્થાવાન પ્રેમી બનતો જાઉં છું જે મારા પ્રેમની ઉપલબ્ધિ છે. ભગવાનના બધા જ હાથ મારા માથા પર ફરી રહ્યાં છે, આશીર્વાદ વરસાવી રહ્યાં છે.મારું વજુદ માત્ર તારા પ્રેમને કારણે જ ટકી રહ્યું છે. તું મારા કણે કણમાં વ્યાપી રહી છે. મારું આખું અસ્તિત્વ જોર જોરથી બૂમ પાડીને કહી રહ્યું છે જિંદગી! તું મારી ભીતર શ્વસે છે, ધબકે છે. આપણા સંબંધ પર ફૂટેલી શ્રદ્ધા અને વિશ્વાસની ડાળી પર હમણાં જ કોઈ પંખી આવી બેસશે અને ટહુકી જશે. એક ટહુકાને મારા હૃદયમાં ભરી રાખી હળવેથી તારા હોઠ પર એ ટહુકાનો કલરવ વેરી દઈશ. જીવી જવાની ધન્યતા અનુભવી હું બહુ જ ઊંચે જઈ તારામાં ઓગળી જઈશ.
સતત તને શ્વસતો,
જીવ.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

TAGGED: love life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્યાં લગી પુરુષ લગ્ન ન કરે ત્યાં સુધી તેને દુ:ખી કહેશો નહીં!
Next Article એ જ ધરતી, એ જ સાગર એ જ આકાશી કલા, એ જ રંગીલી રમત, આદમથી શેખાદમ સુધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?