ચા-પાણી પીવા ઊભેલા બંધ ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે બોલેરો ટકરાઇ : લોખંડના સળિયાથી ગાડીનો દરવાજો તોડીને મૃતદેહો બહાર કઢાયા
ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે આજે ૬ ઓક્ટોબરે રક્તરંજિત થયો છે. સવારે સવારે ૯:૪૫ વાગ્યે ત્રાપજ ગામના પેટ્રોલ પંપ પાસે ઉભેલા ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે બોલેરો ઘૂસી ગઈ હતી જેના ઈઈઝટ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકો શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બોલેરો એવી જોરદાર ટક્કર મારી હતી કે ટ્રેલર આગળ ધસી ગયું હતું અને હાઈવેની સાઈડમાં વિખરાયેલી લાશો જોવા મળી હતી.તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે RJ-31-GA-9871 નંબરનું ટ્રેલરનો ચાલક ચા-પાણી પીવા માટે ઉભો હતો.
ત્યારે અચાનક ટ્રેલરની પાછળ બોલેરો GJ04-EP-2599 ઘૂસી ગઇ હતી. જેના કારણે બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે જ છ લોકોના મોત થયા હોવાની માહિતી છે. મૃતકોમાં જૈન સમાજના આગેવાન શાહના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના (શિપબ્રેકર) પ્લોટ નંબર 24/B ,૧૩૭,૧૩૮ના પ્લોટના તમામ સ્ટાફ હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. બોલેરોનો કચ્ચરઘાણ નીકળ્યો હોવાથી લોખંડના સળિયાની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને આઈસર વાહનમાં ભાવનગરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા.




