ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે RTE એક્ટિવિસ્ટ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.10
માધવપુર દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને વૃક્ષમણીના લગ્ન પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાનો લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ માધવપુર લોકમેળા જિલ્લા રમત ગમત વિભાગે પાસે પોરબંદરના આર.ટી આઈ.એક્ટિવિસ્ટ દ્વારા આર.ટી.આઈ કરી ખર્ચ અંગે વિગત મંગાઇ હતી રમત ગમત વિભાગ દ્વારા માધવપુર લોકમેળોમાં તેમની કચેરી હસ્તક 86.46 લાખનો ખર્ચે કરવામાં આવ્યો હતો. આ ખર્ચેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષમણીના લગ્ન પ્રસંગે લોકમેળો યોજાઈ છે ત્યારે આ લોકમેળાને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થોડા વર્ષથી રાષ્ટ્રીય કક્ષાનો લોકમેળો યોજવામાં આવે છે. આ વર્ષે 17 થી 21 એપ્રિલ સુધી રાષ્ટ્રીય કક્ષાનો લોકમેળો યોજાયો હતો.
- Advertisement -
આ લોકમેળામાં થયેલ ખર્ચ અંગે પોરબંદરના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરા દ્વારા વિવિધ ક્ચેરીઓમાં આર.ટી.આઈ કરી વિગતો માંગવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા વિગતો આપવામાં આવી હતી. લોકમેળા દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમના ખર્ચમાં કુલ 86.46 લાખનો ખર્ચ થયો હોવાનું જાહેર કર્યું હતું. જેમાં મેળા દરમિયાન યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર કલાકારોને રોકડ રકમ તેમજ તેમના રહેવા જમવા માટે વાહન ખર્ચ સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો.



