સતત બીજે દિવસે નિયમોનો ઉલાળીયો કરનારી શૈક્ષણિક સંસ્થા અને કોમર્શિયલ સંકુલો પર મહાનગરપાલિકાની તવાઈ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.30
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ વિવિધ વોર્ડની ટીમોએ કુલ 85 એકમોની ચકાસણી કરી હતી જેમાં ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ 31 સંકુલો સીલ કરવામાં આવ્યા છે, જ્યારે 29 એકમોને નોટિસ આપવામાં આવેલી છે. વોર્ડ નં. 1માં શ્રી રામ પ્લાયવુડ, ભારતી મહાવિદ્યાલય (શીતલ પાર્ક પાસે), પટેલ ઇન્ટીરિયર ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં.2માં હોટલ નોવા ફાયર એન.ઓ.સી. અંગે ચકાસણી કરવામાં આવેલ છે. વોર્ડ નં. 4માં સેવા નર્સિંગ હોમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલું છે. વોર્ડ નં. 5માં સમસ્ત લેઉવા પટેલ સમાજ, પી.બી. પટેલ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
વોર્ડ નં. 6માં શ્રી મુરલીધર વિદ્યાલય, શ્રી શિવ શક્તિ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં. 7માં પી.એન્ડ બી. સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં. 8માં ન્યુ એરા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં.9માં નોબલ પ્રિ-સ્કૂલનો છેલ્લો માળ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલો છે. વોર્ડ નં. 10માં જલક એન્ટરપ્રાઇઝ, ગુરુકૃપા ગ્રેનાઈટ એન્ડ સિરામિક, ઓન ટ્રેન્ડ, હઝારડોઝ ગોડાઉન ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલું છે અને જી.ટી.શેઠ સ્કૂલને નોટિસ આપવામાં આવેલી છે.
વોર્ડ નં.11માં ક્રિષ્ના સ્કૂલ (150 ફૂટ રિંગ રોડ), એસ.કે.પી.સ્કૂલના બેઝમેન્ટને, જયકિશન સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં.12માં જલજીત વેલનેસ ધ જીમ વર્લ્ડ ક્લબ, ધ કો-ઓપરેટીવ બેંક, પૂજા ઢોસા, શિવમ વુડ આર્ટ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં.13માં શ્રી અમૃત વિદ્યા મંદિર, કોટક મહિન્દ્ર બેંક અને તેનું એ.ટી.એમ. ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં.15માં આવેલા સાગર હોલ, બુનિયાદ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે.
- Advertisement -
વોર્ડ નં.16માં શારદા પ્રાથમિક સ્કૂલ બિલ્ડિંગ, કોટક મહિન્દ્ર બેંક, બજાજ ફાઇનાન્સ, સ્માઈલ ડેન્ટલ હોસ્પિટલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં.17માં અંજલી સ્કૂલ, ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં.18માં વિવેકાનંદ વિદ્યાલય, લીટલ કિડ્સ પ્રિ-સ્કૂલ, બ્રામ્હણ હોલ યુનિટ-1 થી 6 ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે.