ગેરકાયદે જથ્થો સંગ્રહ કરનાર સ્ટોન ક્રશરની પેઢી સામે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ શહેરના આજીડેમની પાછળ રામવન નજીક વિસ્તારમાં જમીનો ખોદીને ખનન કરી નખાયેલી ઉંડી ખાણોમાં હજી સ્ટોન ક્રશર કામગીરીઓ ચાલે છે. રાજકોટ શહેર જઘૠ પોલીસ ટીમે જય દ્વારકાધિશ એન્ટરપ્રાઈઝ નામની સ્ટોન ક્રશરની પેઢીની ઓરડીમાંથી બ્લાસ્ટ કરવા માટેની જીલેટીન સ્ટીકો, ડિટોનેટર અને વાયરનો ગેરકાયદે મોટો જથ્થો પકડી પાડયો છે. પોલીસે હાલ સ્ટોન ક્રશર માલિક, મેનેજર સહિતના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર જઘૠની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે જય દ્વારકાધિશ એન્ટરપ્રાઈઝની ઓરડીમાં બ્લાસ્ટિંગ માટેનો જથ્થો પડયો છે, તેવી બાતમી મળી હતી. જેના આધારે ઓરડી પર દરોડો પાડયો હતો. બંધ ઓરડી ખોલાવતા અંદરથી બે બોકસમાં જીલેટીનની 400 સ્ટીક, 30 ઈલેકટ્રીક ડિટોનેટર, વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જય દ્વારકાધિશ એન્ટરપ્રાઈઝ નામની સ્ટોન ક્રેશર પેઢીનો આ જથ્તો હોવાનું ત્યાં હાજર પેઢીના મેનેજર જૂનાગઢના શાપુર ગામના વતની વિપુલ ગીરધરભાઈ શેખાત જણાવ્યું હતું.
- Advertisement -
જઘૠના પીએસઆઈ ડી. પી. ગોહિલે સરકાર પક્ષે ફરિયાદી બની પેઢીના મેનેજર વિપુલ શેખાત તેમજ માલિક ભીમભાઈ બારિયા નામના તથા તપાસમાં ખૂલે તેની સામે ગુનો નોંધાવ્યો હતો. જ્યારે મેનેજરને સકંજામાં લઈ ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. આ જથ્થો બીલ વગરનો ગેરકાયદે હોવાથી કયાંથી લાવ્યા? અગાઉ કેટલી વખત મંગાવ્યો? બ્લાસ્ટિંગ કરવા લાવ્યા હતા કે અન્યને વેચવા સહિતના મુદે પૂછતાછ સાથે તપાસ આગળ વધારવામાં આવી છે.



