ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
ભારત સેવક સમાજ અને યુથ ફોર ડેમોક્રેસીના સંયુક્ત ઉપક્રમે પહેલી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અને વિશ્ર્વ મજદૂર દિવસની ઉજવણી સાથે સાથે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ ભારત સેવક સમાજ, રેસકોર્સના પ્રાંગણમાં યોજાયો હતો.
- Advertisement -
કાર્યક્રમની શરૂઆતમાં યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ કાર્યક્રમનો હેતુ સમજાવતાં પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે તેમજ વિશ્ર્વ મજદૂર દિવસ પણ છે, આ બંને પ્રસંગોની ઉજવણી સાથે આજે આપણે ભારતવર્ષની યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે આપણા દેશના, રાજ્યના અને સમાજના લોકોને અને મતદારોને જાગૃત કરવાના છે. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય વક્તા સૌરાષ્ટ્ર મજૂર મહાસંઘના પ્રધાનમંત્રી એડવોકેટ દિલીપભાઈ ઠાકરે મજૂર કાયદા અંગે પ્રવચન કરેલું હતું.